વર્ષ માં 1 એકવાર ખુલે છે આ દુકાન, સવારથી જ લાગી જાય છે લોકોની ભીડ, જાણો એવું તે શું વહેંચાઈ રહ્યું છે આ દુકાને…..

0

શું તમે ક્યારેય એવી દુકાન વિશે સાંભળ્યું છે કે પછી એવી દુકાન જોઈ છે જે પુરા વર્ષ માં માત્ર એક જ દિવસ ખુલ્લી રહે છે. તો અમે તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ ના પ્રતાપગઢ માં એક એવી દુકાન છે, જેનું તાળું માત્ર વર્ષમાં એક જ વાર ખુલે છે, અને જયારે આ દુકાન ખુલે છે તો તેની બહાર ગ્રાહકો ની લાંબી લાઈન લાગી જાય છે. પ્રતાપગઢ ના લોકોને દરેક વર્ષ તે દિવસની ખુબ જ આતુરતાથી વાટ રહે છે, જયારે આ દુકાન ખુલવાની હોય છે. આ દુકાન પર મળનારા માલપુઆ એટલા ફેમસ છે કે આગળના 60 વર્ષથી આ દુકાન બજારમાં પોતાનો ખાસ અડ્ડો લગાવે છે. દરેક વર્ષ હરિયાળી અમાવસ્યા ના દિવસ જ અહીં દુકાન ખુલવામા આવે છે. દુકાનના માલિક ઓમપ્રકાશ પાલીવાલ નું કહેવું છે કે તેના પરિવારની ચાર પેઢીઓ આ દુકાન ને ચલાવતા આવી રહ્યા છે.લોકોને અહીંના માલપુઆ નો સ્વાદ પોતાની તરફ ખેંચે છે. જે દિવસે આ દુકાન ખુલે છે, તે દિવસ સવાર થી જ લોકો ગરમા ગરમ માલપુઆ ખરીદવા માટે લાઈનમાં લાગી જાય છે.સ્થાનીય લોકોનું કહેવું છે કે આ દુકાન જેવા માલપુઆ નો સ્વાદ બીજે ક્યાંય નથી મળતો. જે સ્વાદિષ્ટ તો છે જ પણ સાથે જ તેના પીરસવાનો અંદાજ પણ એકદમ નિરાળો છે. જણાવી દઈએ કે આ માલપુઆ ને પલાશ ના પાનમાં પીરસવામાં આવે છે.
આ દુકાનની બીજી એક ખાસિયત એ છે કે આ દુકાન પર પહેલાના સમયના હાથેથી બનેલું તાળું લગાવામાં આવે છે. દુકાનના માલિકનું માનવું છે કે આ તાળું આજના સમયના તાળા કરતા અનેક ગણું મજબૂત છે અને સુરક્ષા ના ચાલતા તે વધુ ઉપીયોગી હોય છે.  Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here