વર્ષમાં એક જ વાર દર્શન આપે છે આ માતાજી, નિઃસંતાન દંપતીઓને આપે છે ખોળાનો ખૂંદનાર, જાણો ક્યાં છે આ જગ્યા….

0

પોતાની અદ્દભુત પ્રાકૃતિક છટાઓ તેમજ અનોખી આદિમ સંસ્કૃતિ માટે પ્રસિદ્ધ બસ્તરની વાદીઓમાં એક એવી પ્રાકૃતિક ગુફા છે જે વર્ષમાં માત્ર એજ જ વાર એક જ દિવસે ખુલે છે. રાયપુર જગદલપુર રાષ્ટ્રીય રાજમાર્ગ 30 પર સ્થિત વિકાસ ખંડ મુખ્યાલય, રસગાંવ થી પશ્ચિમ દિશાની તરફ ફરસગાંવ બડેડોંગર માર્ગ પર 9 કિમિ ની દુરી પર અલોરી ગામ સ્થિત છે.

સ્થાનીય ભાષામાં લીંગઈ કહેવામાં આવે છે:તેના ઝાટીબંધ પારા માં એક પહાડી છે જેનાથી ગુફામાં એક પ્રાકૃતિક लिंगई  ની આકૃતિ વિરાજમાન છે જેને સ્થાનીય ભાષામાં लिंगई याया પહેવામા આવે છે તથા તે પહાડી ને लिंगई मट्टा કહેવામાં આવે છે.

વર્ષમાં એક જ વાર ખુલે છે:

આ ગુફાની મુખ્ય વિશેષતા એ છે કે તે વર્ષમાં એક જ વાર એક જ દિવસે ખુલે છે અને બાકીના 364 દિવસ તે બંધ રહે છે.પ્રતિવર્ષ ભાદરવા મહિનાની નવમી તિથિ પછી જે પહેલો બુધવાર આવે છે એટલે કે નયાખાની મહાપર્વ પછીનો પહેલો બુધવારે આવે ત્યારે તેને ખોલવામાં આવે છે. આ વર્ષ ગોંડવાના સમાજ દ્વારા 18 સપ્ટેમ્બર ના રોજ નયાખાની મહાપર્વ ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો તેના પછીનો પહેલો બુધવાર 19 સપ્ટેમ્બર ના રોજ હશે..
નિ:સંતાન દંપતીઓ ખીરનો પ્રસાદ ચઢાવે છે: આ વર્ષે लिंगई मट्टा આલોરના દ્વાર દર્શનાર્થી શ્રદ્ધાળુઓ માટે 19 સપ્ટેમ્બર ના રોજ ખુલશે. આ ગુફામાં સ્થિત લિંગઈ પર નિઃસંતાન દંપતીઓ ખીરનો પ્રસાદ ચઢાવે છે જેને પૂજારી દ્વારા પાછો આપવામાં આવે છે અને દંપત્તિઓ તેને ગ્રહણ કરે છે. કહેવાય છે કે અહીં નિઃસંતાન દંપતીઓ દ્વારા પસાદ ચઢાવાથી તેઓને સંતાનની પ્રાપ્તિ થાય છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here