વરસાદ ની ઋતુમાં ઘરમાં જો ત્રાસ રહે કીડીઓ નો તો અપનાવો આ 6 ટિપ્સ, તરત જ થઇ જશે ગાયબ…..

0

વરસાદની ઋતુ માં ખાસકરીને કીડીઓનું ઘરમાં આવવું એક મોટી સમસ્યા છે. ખાંડ હોય કે પછી અન્ય કોઈ મીઠી ચીજ કીડીઓ ત્યાં સુધી પહોચી જ જાતિ હોય છે. પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે અમે તમારા માટે બેસ્ટ ઉપાય લઈને આવ્યા છીએ જેને અપનાવીને તમે કીડીઓને ઘરથી દૂર ભગાવી શકો છો.

1. લીંબુ:
કીડીઓ જેટલી ખાંડની સુગંધથી નજીક આવે છે તેટલી જ લીંબુ ની સુગંધથી દૂર ભાગે છે. રસોડામાં લીંબુની છાલ મૂકી દેવાથી કીડીઓ તમારા રસોડાની આસપાસ પણ નહિ ફરકે. તમે મીઠી ચીજોના ડબ્બાની આસપાસ લીંબુના રસ ના અમુક ડ્રોપ્સ નીચોવી નાખશો તો પણ કીડીઓ દૂર ભાગવા લાગશે.

2. વિનેગર:કીડીઓને ભગાવવા માટે જે ખૂણામાંથી કીડીઓ આવતી હોય છે તેની આસ પાસ પાણીમાં વિનેગર મિક્સ કરીને છાંટી દો, કીડીઓ તરત જ ગાયબ થઇ જાશે.

3. કેરોસીન:

અઠવાડિયામાં એક વાર કેરોસીનની અમુક બૂંદો પાણીમાં નાખીને તેનાથી પોતું મારી દો, જેનાથી તમારા ઘરમાંથી કીડીઓ દૂર થઇ જાશે.

4. તજ:તમે તજ કે તેના બનેલા પાઉડર ને જો છાંટી દો જ્યાંથી કીડીઓ ઘરમાં પ્રવેશ કરે છે. તેનાથી કીડીઓ ઘરમાં પ્રવેશ નહીં કરી શકે.

5. ચોક, લોટ અને પાઉડર:જો તમે મીઠી ચીજોની ચારે બાજુ કીડી નો ચોક, લોટ કે પાઉડર લગાડી દેશો તો કીડીઓ તમારા સામાન સુધી પહોંચી નહીં શકે.

6. તજપાન કે લવિંગ:એક તજપાન ને ખાંડના ડબ્બા માં નાખીને પણ તમે કીડીઓને ભગાડી શકો છો આ સિવાય લવિંગની સુગંધ પણ કીડીઓને ના પસંદ હોય છે એવામાં કીડીઓ લવિંગની સુંગધ આવતા જ દૂર ભાગવા લાગે છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here