વરસાદની મસ્તીની મજા લેવી હોય તો આ 10 જગ્યાઓ બેસ્ટ છે, થશે એકદમ રોમાંચક અનુભવ..

0

પુણે, મુંબઈ, ચંદીગઢ, હરિયાણા અને રાજસ્થાનના ઘણા હિસ્સાઓમાં વરસાદ હોવાને લીધે મોસમ એકદમ રોમાંચક અને ખુશનુમા રહ્યું છે.વરસાદની મોસમમાં પહાડ અને પર્વત પુરી રીતે હર્યા-ભર્યા બની જાતા હોય છે, ઝીલ અને ઝરણાઓ પાણીથી ઉભરાઈ આવતા હોય છે અને એવામાં વોટરફોલ્સ ખુબ જ જોવવા લાયક હોય છે. જો તમે પણ આવા નજારાઓને રૂબરૂ જોવા માગતા હોવ તો અમે તમારા માટે મોન્સૂન સ્પેશિયલ બેસ્ટ પ્લેસીસ લઈને આવ્યા છીએ, જ્યા તમે વરસાદની મજા માણી શકો છો.
1. લોનાવાલા, મહારાષ્ટ્ર:
જો તમે ભીડભાડથી થાકી ગયા હોય તો તમારા માટે લોનાવાલા બેસ્ટ ઓપશન છે. સાથે જ તે મુંબઈની નજીક હોવાથી તમારે વધુ પૈસા ખર્ચ કરવાની જરૂર પણ નહિ પડે. અહીં જઈને તમે શાંતિ અને શુકુન મેળવી શકો છો. અહીં તમે ટાઇગર પોઇન્ટથી નીચે વહેતુ ઝરણું, બુદ્ધિસ્ટ મોન્ક દ્વારા બનાવામાં આવેલ કાર્લા કેવ્સ, બુશી ડેમની પાસે સ્થિત ફેમસ વોટરફોલ જોઈ શકો છો.

2. ઉદયપુર, રાજસ્થાન:મોન્સૂન દરમિયાન આ શહેર પણ સુંદર દેખાવા લાગે છે કેમ કે વરસાદની મોસમમાં આસપાસ હરિયાળી વધી જાય છે અને સીટી ઓફ લેક્સની દરેક ઝીલ પાણીથી ભરાઈ જાતિ હોય છે અને તેને જોવાનો અનુભવ કઈક અલગ જ હોય છે.અહીં તમે સિલી પેલેસ, મોન્સૂન પેલેસ, લેક પેલેસ, ફતેહ સાગર લેક વગેરેનો આનંદ ઉઠાવી શકો છો.

3. જયપુર, રાજસ્થાન:જો તમે રાજસ્થાન ફરવા વિશેની પ્લાનિંગ કરી રહ્યા છો તો, જયપુર ચોક્કસ જાઓ. વરસાદમાં ફરવા માટે તમને અહીં ઘણી જગ્યાઓ મળી જાશે. અહીં નાહરગઢ કિલ્લો ખુબ જ સુંદર લાગશે. અહીં તમે સાથે જ આમરેઢ કિલ્લો, જલમહેલ, શીશમહેલ વગેરે જોઈ શકો છો.

4.  કોડાઇકનાલ, તામિલનાડુ:તમિલનાડુના દીનદુગુલની સુંદર પહાડીઓમાં બનેલું કોડાઇકનાલ અહીંનું એક મનમોહક પર્વતીય સ્થળ છે. ચારે બાજુ ફેલાયેલી હરિયાળી અને સુંદર નજારાઓ ચોમાસામાં ખુબ જ સુંદર લાગતા હોય છે.

5. મુન્નાર, કેરલ:મોનસુનમાં કેરળની સુંદરતા જોવી તો બને જ છે સાથે જ તેની આસપાસના ઇલાકાઓના નજારાઓ પણ મનને ખુશ કરી દેનારા હોય છે. ચારે બાજુ ફેલાયેલી હરિયાળી આંખોને સૂકુંન અને તાજગીનો અનુભવ કરાવે છે.

6. જીરો, અરુણાચલ પ્રદેશ:વર્લ્ડ હેરિટેજમાં શામિલ આ ટાઉનને અરુણાચલ પ્રદેશની સૌથી સુંદર જગ્યાઓમાંની એક માનવામાં આવે છે. અહીંના સુંદર નજારાઓને જોવા માટે વરસાદની મોસમ સિવાય બીજો કોઈ સમય બેસ્ટ નથી.

7. માલશેજ ઘાટ, મહારાષ્ટ્ર:આ ઘાટ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના પશ્ચિમી ઘાંટોની શ્રેણીમાં સ્થિત એક પ્રસિદ્ધ ઘાટ છે. જે પોતાની અગણિત ઝીલો, ચટ્ટાની પર્વતો માટે જાણવામાં આવે છે.

8. માજુલી, અસમ:અસમના જોરહાટ જિલ્લામાં દુનિયાનું સૌથી મોટું નદી દ્વીપ છે. માજુલી સદીઓથી સાંસ્કૃતિક કેન્દ્ર રહ્યું છે. જો તમે આવી જગ્યાઓ જોવાના શોખીન છો તો એક વાર અહીં જરૂર જાઓ.

9. સોજા, હિમાચલ પ્રદેશ:સોજા હિમાચલ પ્રદેશનો એક નાનો એવો ઇલાકો છે અને તેની ચારે તરફ હરિયાળા પહાડો તેની સુંદરતા વધારે છે. એમાં પણ મોનસુનની ઋતુમાં તેને જોવાની મજા કઈકે અલગ જ હોય છે.

10. દેવપ્રયાગ, ઉત્તરાખન્ડ:અલખનંદા અને ભાગીરથીના મહાસંગમનું સાક્ષી દેવપ્રયાગ જો કે પોતાના ધાર્મિક મહત્વ માટે પુરી દુનિયામાં ફેમસ છે, પણ તમારા માટે આ વરસાદની મજા લેવા માટેની એક સારી જગ્યા બની શકે છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“GujjuRocks” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ માહિતી ગમી હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!