દહેજ માટે ત્રાસ આપતી સાસુ મોઢા પર થૂંકતી, પુત્રવધૂએ કંઇક આવી રીતે પાઠ ભણાવ્યો – વાંચો ચોંકાવનારી ઘટના

તાજનગરીમાં હાઈવોલ્ટેજ ફેમિલી ડ્રામા જોવા મળ્યો હતો. આલોક નગર નિવાસી બ્રિજેશ દુબેની પુત્રવધૂએ 40 લાખ દહેજ માંગવાનો આરોપ લગાવી સાસુ અને દિયર પર લાફા અને ચંપલોનો વરસાદ કર્યો હતો. પીડિતા જ્યોતિના આરોપ અનુસાર, દિયરે તેના કપડા ફાડી તેને રૂમમાં બંધ કરી દીધો હતો. લોકોની હાજરીમાં થયેલા ફેમિલી ડ્રામા બાદ જ્યોતિ પિયર જતી રહી.

લગ્નમાં 1 કરોડનો ખર્ચ છતાં દહેજ માટે ત્રાસ આપતી સાસુ….

– પીડિતા જ્યોતિએ પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું કે, સાસુ ઉષા, સસરા બ્રિજેશ દુબે અને પતિ અંકિત તથા દિયર અનુજ દુબે લગ્ન બાદથી જ શારીરિક અને માનસિક ત્રાસ આપી રહ્યાં છે.
– લગ્નમાં 1 કરોડનો ખર્ચ થયા બાદ પણ સાસરીવાળા જ્યોતિ પાસેથી 40 લાખ દહેજમાં માગી રહ્યાં હતા.


– જ્યોતિએ જણાવ્યું કે, દિયરે મારા કપડા ફાડી રૂમમાં બંધ કરી દીધી અને ભાઈ ભરત મળવા આવ્યો તો ઘરની બહારથી ભગાવી દીધો.
– ભાઈએ પોલીસ પાસે માગેલી મદદ બાદ તે પોલીસ અને સામાજીક કાર્યકરોને કારણે મુક્ત થઈ. સામાજીક કાર્યકરોએ સાસરી પક્ષની ધોલાઈ કરી પીડિતાને પણ ત્રાસ આપનારાઓને પાઠ ભણાવવા તક આપી.
– જ્યોતિએ જણાવ્યું કે, સાસુ દહેજની માગ માટે પાણી પીને તેની પર થૂકતી હતી.


– પેટ્રોલપંપ માલિક બ્રિજેશના મોટા પુત્ર અંકિત સાથે લગ્ન પછી જ્યોતિએ કોઈપણ પ્રકારના શારીરિક સંબંધો ન સ્થપાયાની વાત કરી હતી. જ્યોતિ અનુસાર પતિ 2 વર્ષથી ગુમ છે.
– શારીરિક સંબંધો જ ન સ્થાપાયા હોવાથી તેમને કોઈ સંતાન નથી. આ વાતને આધાર બનાવી સાસરી પક્ષે તેને છૂટાછેડાની નોટિસ મોકલી હતી.
સાસુએ પણ લગાવ્યો આ આરોપ…

– જ્યોતિની સાસુ ઉષાએ જણાવ્યું કે, આ આખો ડ્રામા પ્રોપર્ટીમાં ભાગ લેવા માટે કરવામાં આવ્યો હતો.
– પુત્રએ છૂટાછેડાની નોટિસ ફટકારી હોવાથી તેને અલગ કરી દીધો છે અને ત્યારથી પાછો આવ્યો નથી. જોકે પાણી પીવાના બહાને ઘરમાં ઘુસેલી જ્યોતિ બળજબરીપૂર્વક સાથે રહેવા લાગી.
– આ મામલે સાસુ ઉષાએ પુત્રથી અલગ રહેવા વિશે અને જ્યોતિએ રૂમમાં બંધ કરવા અંગે વિરોધાભાસી નિવેદન આપ્યા હતા.


– આ ઉપરાંત જ્યોતિના દહેજના આરોપ સામે નવી વાત જાણવા મળી છે કે, લગ્ન બાદ સાસુએ જ જ્યોતિને બીએડ કરાવડાવ્યું હતું અને નોકરી અપાવવા પણ પ્રયાસો કર્યા હતા.

પીડિતા જ્યોતિના આરોપ અનુસાર, દિયરે તેના કપડા ફાડી તેને રૂમમાં બંધ કરી દીધો હતો.
જ્યોતિએ 40 લાખ દહેજ માંગવાનો આરોપ લગાવી સાસુ અને દિયર પર લાફા અને ચંપલોનો વરસાદ કર્યો હતો.
જ્યોતિએ પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું કે, સાસુ ઉષા, સસરા બ્રિજેશ દુબે અને પતિ અંકિત તથા દિયર અનુજ દુબે લગ્ન બાદથી જ શારીરિક અને માનસિક ત્રાસ આપી રહ્યાં છે.
જ્યોતિના દિયરની ધોલાઈ કરતા સામાજીક કાર્યકરો.
જ્યોતિએ જણાવ્યું કે, દિયરે મારા કપડા ફાડી રૂમમાં બંધ કરી દીધી અને ભાઈ ભરત મળવા આવ્યો તો ઘરની બહારથી ભગાવી દીધો

Courtesy: DivyaBhaskar

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!