Vandha Villas Review: વાંઢા વિલાસ ફિલ્મ જોવાનું બાકી હોય તો પહેલા આ રીવ્યુ જરૂર વાંચજો..

0

Vandha Villas જોઈ કે નહીં ?? નાં જોઈ હોઈ તો હું તમને મારો પ્રતિભાવ આપું કેમ કે, મેં આ ફિલ્મ જોઈ છે,
આ ફિલ્મ કોણ જોઈ શકે ? જેને દુનિયાના અને આ ફેસબુક પરના કકળાટ થી શાંતિ જોતી હોઈ અને મન મુકીને હસવા માંગતો હોઈ એને,
જોવા જાવ ને તો હારે એક 2 ને લેતાં જવું, બાકી એકલા એકલા દાંત કાઢજો.
એડલ્ટ કંટેન્ટ છે, પણ એ તો ટ્રેલર માં દેખાતું જ હતું ને, તો પછી ફિલ્મ જોયા બાદ અમુક લોકો એવુ શું કામ બોલે છે કે double meaning નો ઢગલો કરી દીધો ને, આવું તો કેમ તમે બનાવી શકો ને આવું ઘણું બધું ???

હવે બીજી વાત હમણાં આવેલી કેટલી ફિલ્મ તમે ફેમીલી સાથે જોવા ગયાં?? 102 જોઈ ? અરે હાલ માં જ ચાલતી બધી ગુજરાતી ફિલ્મ જોઈ? જો ના જોઈ હોઈ તો આ તમારે ફેમિલી સાથે જોવી છે એમ ? જબરું હો ! (જેને લખ્યું છે કે આ ફિલ્મ મારે ફેમિલી સાથે કેમ જોવી)

આ ફિલ્મ એક નવો પ્રયોગ છે, જેને ખાલી મનોરંજન પીરસવા માટે જ બનાવામાં આવ્યો છે, બોધ કે કઈક શીખ આપવા માટે નહીં, આ ફિલ્મનું કંટેન્ટ એવું છે કે હું ને મારો મિત્ર જોવા ગયેલા, મારાં પપ્પા ને એના મિત્રો જોવા ગયેલા, કેમ કે દિનકર મહેતા ના જોક્સ બધાં એ સાંભળ્યા હશે પણ પોતપોતાનાં મોબાઇલ માં એય હેન્ડસફ્રી માં, 😂

બાકી ટિમ નું કામ તો મસ્ત છે as always બહું ઓછી ટીમ છે ગુજરાતી Industry માં જે આટલું સરસ અને detail work, સારી production value અને કારગર માર્કેટિંગ ની સમજ ધરાવે છે. 👍

Personally i loved the performance of Vaishakh Ratanben and #HareshDangia
બાકી Esha Kansara અને Prapti Ajwalia બન્ને નાની નાની વસ્તુઓ પર અદભૂત અદાકારી, અને ફિલ્મ માં Rahul Raval નું એક scene જ્યાં તે એક જ સંવાદ અલગ અલગ expression માં બોલે છે, ગમશે અને બાકી ફિલ્મમાં એવું ઘણું છે જે ફિલ્મ જોશો તો મજા આવશે જેમ કે રાહુલ રાવલ ને મિલબત્તી ના મળે ને દીવો લે હાથમાં અને શૂટિંગ વાળા દેખાવા લાગે. એક જ સોંગ છે જે પહેલાંથી જ લોકોને હચમચાવી ચૂક્યું છે.

આ ફિલ્મમાં મને શું ન ગમ્યું: એક તો ફિલ્મનું એન્ડીગ સાવ અણધાર્યું છે, મને એમ કે હવે અસલી ધમાલ શરું થશે. પણ ફિલ્મ ટૂંકી છે, સેન્સર વાળા કાકાને કાંઈ વાંધો થયો હોય એવું બની શકે, ઈન્ટરવલ પહેલાં જ તમારાં પૈસા વસુલ થઈ જશે, પહેલી 10 મિનિટ માં જ જલસો પડી જશે .#Surprise 😊

આપડે બધાં ડબલ મિનિગ વાળી હિન્દી અને અંગ્રેજી ફિલ્મ જોઈ જ છે, (નાં જોઈ હોઈ એ બધાં swipe up કરદે હમણાં જ) અને એન્ટરટેઇન્મેન્ટ મળ્યું જ છે. ઘણી ફિલ્મો તો 100 કરોડ કમાઈ પણ છે, અને બીજી વસ્તુ આવી બધી ફિલ્મો જો તમે એમાંથી કાંઈ શીખવા મળશે એવાં ભાવ થી જોવાં જતા હો તો તમે પૃથ્વી લોક ના નથી. સાચું કવ! 😇

મને રિવ્યૂ લખતા નથી આવડતું પણ ઘણા રિવ્યૂ વાંચ્યા આ ફિલ્મ માટેનાં એટલે થયું મને જે લાગ્યું એ પણ કઈ દવ, બાકી અંતે હું એમ કહીશ કે તમને છેલ્લો દિવસ જોતાં પહેલાં કોઈને પૂછ્યું હતું કે જોવાય કે નહીં, સારું થયું તમાંરા રિવ્યૂ વાંચ્યા મારા પૈસા બચી ગયા. કે તમને ગમી ને તમે એક વાર મોબાઈલમાં જોઈ અને પછી મિત્રો સાથે એ ફિલ્મ ફરી થિયેટરમાં જોઈ ?
વધારે લખાય ગયું હોય તો , કમેન્ટ માં કેજો, અને ફિલ્મ જોઈ હોય અને તમને જે લાગ્યું હોય એ પણ કેજો મિત્રોસ, 😇
Author:  વિક્રમ મેર.
બીજી વાત એ કે ગુજ્જુરોક્સ ટીમનું માનવું છે કે “ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ” વાયુ વેગે દોડતી થઇ.. ક્યારે ? અરે ભાઈ “છેલ્લો દિવસ” આવી ત્યારે બાપ….

અમે તો અમદાવાદી છીએ પૈસા વસુલ માં જ રસ.. જો તમારે વસુલ કરવા હોય તો જ જજો..
Gujjurocks personally recommended you to watch Vandha Villas.

વાંઢા વિલાસ ટ્રેઇલર : જોવા માટે નીચે પ્લે બટન ક્લિક કરો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here