ઐશ્વર્યાથી લઈને રાજકુમાર સુધી, આ 6 સ્ટાર્સે આ રીતે મનાવ્યો વેલેન્ટાઈન ડે, કરણે લખ્યું – ‘હું પ્રેમની શોધમાં’

0

વેલેન્ટાઈન ડે હોય અને બોલિવૂડ સ્ટાર્સ એને ખાસ ન બનાવે એવું તો બની જ ના શકે. બોલિવૂડ સેલેબ્સ પર વેલેન્ટાઈન ફીવર જોર-શોરથી ચડેલો છે. પ્રેમનો એકરાર કરવાના મામલામાં આપણા બોલિવૂડ સ્ટાર્સ ક્યારેય પાછળ નથી રહેતા. એવામાં વેલેન્ટાઈન ડેના આ મોકા પર સ્ટાર્સે સોશિયલ મીડિયા પર પોતાના પાર્ટનર સાથેની તસવીરો અને વિડીયો શેર કર્યા છે.

આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે ઐશ્વર્યા રાય બચ્ચનનું… ઐશ્વર્યાએ વેલેન્ટાઈનનાં આ મોકા પર પોતાના પરિવારનો ફોટો શેર કર્યો છે. આ ફોટો શેર કરવાની સાથે ઐશ્વર્યાએ એ મેસેજ પણ આપ્યો છે કે વેલેન્ટાઈન ફક્ત પ્રેમી પંખીડાઓ માટે જ નહિ પણ પરિવાર પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો પણ દિવસ છે.

સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્ન પછી આ પહેલો વેલેન્ટાઈન છે. સોનમે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પતિ આનંદ આહુજા સાથે રોમેન્ટિક પોઝ આપતો ફોટો શેર કર્યો છે. સોનમે આ ફોટો શેર કરતા લખ્યું છે – Happy Valentine’s Day my love… હું તને મિસ કરું છું અને જલ્દી જ મળીશું.

બોલિવૂડની અભિનેત્રી શિલ્પાએ શેટ્ટીએ પણ પતિ રાજ કુન્દ્રા સાથેનો એક ક્યૂટ વિડીયો શેર કર્યો છે. તેની સાથે શિલ્પાએ લખ્યું છે, મારા વેલેન્ટાઈન… i miss you… આપનો આ પહેલો વેલેન્ટાઈન છે જે આપણે સાથે નહિ મનાવી શકયા. તારી સાથે દરેક દિવસ આ મનાવવા માટે રાહ જોઈ રહી છું.

વેલેન્ટાઈનના આ મોકા પર સૌથી મજાની પોસ્ટ કરણ જોહરે શેર કરી છે. કરણે લખ્યું છે, – હું છેલ્લા 46 વર્ષોથી પ્રેમની તલાશમાં છું. હવે આ પ્રેમના વાપસીનો સમય છે. એને મને શોધવો પડશે. #HappyValentinesDay

ત્યારે રાજકુમાર રાવે ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથેનો પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. રાજકુમાર અને પત્રલેખા ચેલા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહયા છે. બંને ઘણીવાર એકબીજા સાથેની તસવીરો શેર કરતા હોય છે.

હવે વાત કરીએ કાર્તિક આર્યનની, કાર્તિકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક હાડપિંજર સાથે ફોટો શેર કરતા લખ્યું છે, મારા અને મારી ડેટ તરફથી હેપ્પી વેલેન્ટાઈન ડે. સોનુ, ગોગો અને રજ્જોના પાત્ર ભજવ્યા પછી હવે મારી સાથે ડેટ પર કોણ આવશે. જો કે હમણાં કાર્તિક આર્યન અને અનન્યા પાંડેના એકબીજાને ડેટ કરવાની વાત ચર્ચામાં છે.

આ લિસ્ટમાં છેલ્લું નામ છે ગાયિકા નેહા કક્કડનું, નેહા અને હિમાંશનું હાલમાં જ બ્રેકઅપ થયું છે. બ્રેકઅપ પછી નેહા સિંગલ છે અને નેહાના ચાહકોની દુનિયામાં કમી નથી. એવા જ એક ચાહકનો વિડીયો નેહાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં તેનો ફેન તેને વેલેન્ટાઈન વિશ કરી રહ્યો છે, સાથે જ નેહાના વખાણ પણ કરી રહ્યો છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here