વાળ કપાવવા માટે પણ 13 લાખ રૂપિયા ખર્ચી દે છે આ સુલતાન , સંભળાવે છે અજીબ ફરમાનો….

બ્રુનેઇ ના સુલતાન હસન ભલે આજે દુનિયા ના સૌથી અમીર માણસ ન હોય ,પણ એની દોલત માટે સૌથી વધુ ચર્ચા માં રહેવા વાળા માણસો માંથી એક છે.bornrich.com ની રિપોર્ટ અનુસાર સુલતાન ઓફ બ્રેનેઈ ની કુલ સંપત્તિ 20 અરબ ડોલર જેટલી બતાવવા માં આવી છે.એમના વિસે કેહવા માં આવે છે કે એ એક હેઇર કટ માટે લગભગ 13 લાખ રૂપિયા ખર્ચ કરી દે છે. એમની પાસે કેટલીય રોલ્સ રોએસ અને ફરારી છે. એના સિવાય 6 પોર્શ અને જગુઆર જેવી કાર એની મહેલ માં રાખી છે. એમની પાસે દુનિયા ના સૌથી વધુ લકઝીરિયશ પ્રાઇવેટ પ્લેન છે. 1980 માં એમને દુનિયા ના સૌથી અમીર માણસ બતાવવા માં આવ્યા હતા. પણ પછી એ ટાઇટલ એમની પાસે થી છીનવાઈ ગયું.બ્રુનેઇ ના સુલતાન એ અત્યાર સુધી ત્રણ લગ્નો કર્યા છે. ત્રણેય પત્નીઓ પાસે થી એમને પાંચ દીકરાઓ અને સાત દીકરીઓ છે. સુલતાન એ પેહલા લગ્ન રાજકુમારી સાલેહ સાથે કર્યા હતા. એમના બીજા લગ્ન હજા મરિયમ સાથે થયા હતા પણ 2003 માં એમનું તલાક થઈ ગયું. ત્યાર બાદ 2005 માં સુલતાન એ મલેશિયા ની ટીવી પરજેન્ટર સાથે કર્યા પણ એમની સાથે પણ તલાક થઈ ગયું એમનું 2010 માં.આ ફોટો એમની પેહલી પત્ની સાથે નો છે.બ્રુનેઇ દ્વીપ પર આવેલ આ નાનો દેશ બ્રુનેઇ ઇન્ડોનેશિયા અને મલેશિયા પાડોશી છે. એમના સુલતાન હસન અલ બોલિકયાહ ખૂબ અમીર છે. અનેક હોટલ ચેન ના મલિક છે. હેરાની ની વાત એ છે કે ડિસમ્બર માં સુલતાન એ દેશ માં ક્રિસમસ માટે બેન લગાડી દીધું હતું અને પોતાની હોટલ માં ક્રિસમસ ની જોરદાર તૈયારીઓ કરતા.આ ફોટો બ્રુનેઇ ના સુલતાન ની હોટલ નો છે જ્યાં ક્રિસમસ ની તૈયારી થાય છે.બ્રુનેઇ ના સુલતાન હંમેશા એમના દોલત માટે ચર્ચા માં રહ્યા છે. ડિસેમ્બર 2015 ના એક ફરમાન ને ચાલતે એ દેશ ભર માં ચર્ચા નો વિષય બન્યા હતા. એમને એલાન કર્યું કે દેશ માં કોઈ મુસ્લિમ ક્રિસમસ માનવતા દેખાયું તો એમને પાંચ વર્ષ ની કેદ ભોગવવી પડશે. જો કે એમને મુસ્લિમો સિવાય બીજા બધા ને ક્રિસમસ મનાવવા ની છૂટ આપી. જો એ લોકો મુસ્લિસ ને ક્રિસમસ ની ગિફ્ટ કે ગ્રીટિંગ કાર્ડસ આપતા દેખાયા તો એમને પણ પાંચ વર્ષ ની કેદ ભોગવવી પડશે. તમને જણાવી દઈએ કે બ્રુનેઇ માં 4,20,000 કુલ જનસંખ્યા છે જેમાં 65 ટકા મુસ્લિમો છે. આ દેશ તેલ સંપદા થી સંપન્ન છે.આ ફોટો સુલતાન ની લંડન માં સ્થિત હોટેલ નો છે જ્યાં ક્રિસમસ ની જોરદાર તૈયારીઓ ચાલે છે.બ્રુનેઇ ના સુલતાન એ 2914 માં શરીયા કાનૂન લાગુ પાડી, ચોરી ના દોષી સાબિત થવા પર એમના અંગો કાપી નાખવા ની સજા નું એલાન કર્યું હતું. એટલું જ નહીં, ત્યાં સમલૈંગીકો ને પથ્થર મારવા ની સજા પણ સંભળાવા માં આવી હતી.પૂર્વ પ્રધાનમંત્રી એમના પત્ની સાથે સુલતાન અને તેમની પત્ની સાથે નો ફોટો.આ 2013 ની વાત છે.આ ફોટો બ્રુનેઇ ના સુલતાન ની દીકરી રાજકુમારી હફીજા નો છે. એમના લગ્ન 2012 માં થયા. આ લગ્ન માં દુનિયા ભર થી મોટી મોટી હસ્તીઓ આવી હતી.બ્રુનેઇ ના સુલતાન એનાં દીકરા પ્રિન્સ અબ્દુલ મલિક નો હાથ પકડી ને એમની પત્ની ને આશીર્વાદ અપાવતા. પ્રિન્સ મલિક ના લગ્ન આ વર્ષ એપ્રિલ માં થયા હતા.
બ્રુનેઇ ના સુલતાન ના દીકરા પ્રિન્સ અબ્દુલ મલિક ની દુલહન દાયાંગ્કુ રાબીયાતુલ એ લગ્ન માં હીરા જડિત જુતી પહેરી હતી.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!