વજન ઓછુ કરવું છે?…તો આ છ ઠંડા પીણા પીવો – જલ્દી જ મળશે ફાયદાઓ

0

ઠંડા પીણા પીને તમે વજન ઉતારી શકો એ વાત થોડી આશ્ર્ચર્યજનક તો છે જ પણ સાથે સાથે આનંદદાયક પણ ખરીને ? બધાં જ ઠંડા પીણાં પીવાની વજન ઉતારી શકાતું નથી. અમુક ચોક્કસ પ્રકારના છ જેટલા પીણાં પીને તમે તમારી જાતને તંદુરસ્ત બનાવી શકો અને સાથે થોડું વજન પણ ઓછું કરી શકો.

ફ્લેવરવાળું પાણી

આ શું? ઠંડા પીણાને બદલે આ તો પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે. વજન ઘટાડતી વખતે તમારા શરીરમાં પાણીનું પ્રમાણ ઘટવું ન જોઇએ. પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાથી તમારા શરીરમાં પ્રવાહીનું પ્રમાણ જળવાઇ રહે છે, શરીરમાં પાણીનો જથ્થો સંઘરાતો નથી (પેટ ફુલવાનું એક કારણ આ પણ હોય છે) અને પેટ ભરેલું હોવાની અનુભૂતિ તમને વધુ ખાવા પ્રેરતી નથી. જો સાદું પાણી તમને પીવું ન ગમતું હોય તો તેમાં ફ્લેવર ઉમેરો જેમ કે રોઝ, સ્ટ્રોબેરી ઇત્યાદિ અથવા ફુદીનો કે તુલસી ઉમેરો અથવા તો સાઇટ્રસ ફ્રુટ ઉમેરી શકો અથવા સાદી કાકડીના ટુકડા ઉમેરીને પણ પાણી પી શકો.

તરબૂચ કે કલિંગર

જયાં સુધી તમે ખાંડ ન ઉમેરો ત્યાં સુધી કોઇપણ પીણું ચાલે. તમારી જાતને ડિ-હાઇડ્રેટ થતાં બચાવવા માટે કલિંગર શ્રેષ્ઠ ગણાય. લો કેલેરી કલિંગરને તમે નિશ્ર્ચિંત થઇને ખાઓ કે પીઓ. કલિંગરમાં માત્ર પાણી અને સ્વાદ જ નહીં પરંતુ કેન્સર સામે લડત આપતાં તબકોપીન અને એમીનો એસિડ જેવા પોષક તત્ત્વો પણ છે.

ઠંડી ફુદીનાની ચા

ગરમીના દિવસોમાં ફુદીનાની ઠંડી ચા પીવાની મજા જ કઇંક ઓર હોય છે, પણ આ જ ચા તમારા પેટની ચરબી ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. ફુદીનાની ચા પેટની ચરબીને પ્રોસેસ કરવામાં મદદરૂપ થાય છે. બર્ગર અને અન્ય પચવામાં ભારે ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે અને એ રીતે તમારા પેટનો ઘેરાવો ઘટાડવામાં મદદ કરે છે.

પાઇનેપલ

પાઇનેપલનો જ્યુસ કે ટુકડા નાખીને તમે પીઓ ત્યારે એક જાતની માનસિક શાંતિનો અનુભવ તો થાય જ છે પણ એ સાથે પાઇનેપલમાં પેટના ઘેરાવાને ઓછું કરવામાં મદદ કરનાર બ્રોમેલાઇન નામનું તત્ત્વ પણ તમારા શરીરમાં પ્રવેશે છે જે પ્રોટ્રીનને વિભાજિત કરે છે, પાચનક્રિયા સુધારે છે અને પેટને ફૂલતું અટકાવે છે.

લીલી ચા

લીલી ચા પીવાથી તમને કેન્સર અને હૃદયરોગ જેવા રોગો સામે તો રક્ષણ મળશે જ પણ સાથે એ પેટની ચરબી ઓગાળવામાં પણ તમને મદદ કરશે. પેટની ચરબી ઓગાળવામાં લીલી ચા મદદરૂપ હોવાની વાત તો હવે નિષ્ણાતો પણ માનવા લાગ્યા છે. જો તમે કસરત શરૂ કરવા અગાઉ લીલી ચા પીઓ તો એ કસરત દરમિયાન ચરબી ઓગાળવાનું કાર્ય ઝડપી બનાવશે.

ડાર્ક ચોકલેટ શેક

ખરેખર! આ વાંચીને ઘણાં વાચકો ખુશી થઇ હશે. આ વાત સાચી છે. ડાર્ક ચોકલેટ શેક વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ શેક પીવાથી ભૂખ ઓછી લાગે છે અને એ કારણે ખાવાની ઇચ્છા નથી થતી અને એ રીતે વજન જળવાઇ રહે છે. તમે આ પીણું પીધા બાદ નાસ્તો સ્કીપ કરો તો કશો વાંધો નહીં આવે. અજમાવી જોજો.

Source

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!