વજન ઓછુ કરવા માટે આ 3 ડિટોક્સ ડ્રિંક્સ નુ કરો સેવન….ફટાફટ ઉતારશે ચરબી

0

જો તમે વધારે વજન થી પરેશાન છો અને વજન ઘટાડવા માંગો છો તો આ સ્ટોરી તમારા કામ ની છે. વજન ઘટાડવા માટે અલગ-અલગ પ્રકાર ની એક્સરસાઇઝ તો જરૂરી છે જ, પરંતુ એ તથ્ય પણ બિલ્કુલ નકારી ન શકાય કે વજન ઓછુ કરવા માટે સંતુલિત આહાર પણ જરૂરી છે. તેની સાથેજ જલ્દી વજન ઓછુ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે ડિટોક્સ ડ્રિંક્સ. આ ડ્રિંક્સ સંતુલિત ખાયા બાદ તેના પાચન માં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. જો તમારુ પાચન સારુ રહેશે તો તમે ધારેલા સમય માં વજન ઘટાડી શકશો. ડિટોક્સ ડ્રિંક્સ શરીર થી ઝેરીલા પદાર્થો બહાર કાઢવાનુ કામ કરે છે. તેની સાથે જ તેનાથી તમારૂ મેટાબોલિઝમ પણ સારુ રહે છે. જો તમારૂ મેટાબોલિઝમ સારૂ છે, અને પાચન પણ સારૂ છે તો તમે ધાર્યુ પરિણામ મેળવી શકો છો.

1. લીંબુ અને આદુ નુ ડિટોક્સ ડ્રિંક: વજન ઘટાડવા ની પ્રક્રિયા માં જો આ ડિટોક્સ ડ્રિંક નો સાચા સમયે અને સાચી માત્રા માં ઉપયોગ કરવામાં આવે તો તેની મદદ થી તમે શાનદાર પરિણામ મેળવી શકો છો. લીંબુ અને આદુ ના ગુણો થી બનાવેલા આ પ્રવાહી ને સવારે ખાલી પેટ પીવુ જોઈએ. તે તમારા શરીર ને જ્યાં તાકાત આપે છે ત્યાં તમારા મેટાબોલિઝમ ને પણ દુરૂસ્ત કરે છે. નવશેકા 1 ગ્લાસ પાણી માં અડધુ લીંબુ નિચોડી ને તેમાં 1 ઇંચ જેટલા આદુ ને ગ્રેડ કરી લો. આ ડ્રિંક ને સવારે 2 ગ્લાસ દરરોજ 2 મહિના સુધી પીવો તમને ચમત્કારિક પરિણામ દેખાશે.

2. દાલચીની નુ ડિટોક્સ ડ્રિંક:દાલચીની નો સ્વાદ અલગ પ્રકાર હોય છે, તેની તીખી સુગંધ શરીર ને સુકુન દેવા વાળી હોય છે. વજન ઓછુ કરવાની પ્રક્રિયા માં દાલચીની ખૂબ જ કામ ની છે. તમે ડિટોક્સ ડ્રિંક ના રૂપ માં તેનુ સેવન કરી શકો છો. જેનાથી તમારૂ મેટાબોલિઝમ તો મજબૂત થાય છે, સાથેજ તેમાં ફેટ ઓગાળવાની તાકાત પણ હોય છે. જો તમારી ખ્વાહિશ ફ્લેટ પેટ ની છે, તો દાલચીની તેમાં મહત્વ ની ભૂમિકા અદા કરશે. એક કન્ટેનર માં નવશેકુ પાણી લો અને તેમાં એક નાની ચમચી દાલચીની નો પાઉડર નાખો. સૂતી વખતે આ ડિટોક્સ ડ્રિંક નુ સેવન દરરોજ કરો તમને માનધાર્યુ પરિણામ મળશે.

3. કાકડી અને ફુદીના નુ ડિટોક્સ ડ્રિંક:ખુબજ શાનદાર આ ડિટોક્સ ડ્રિંક ન ફક્ત શરીર થી હાનિકારક ઝેરી તત્વો બહાર કાઢે છે, પરંતુ તેનો સ્વાદ અને સુગંધ પણ લાજવાબ હોય છે. કાકડી અને ફુદીના ને પાણી માં નાખ્યા બાદ તેના પોષકતત્વો પાણી માં નીકાળે છે, જેથી તમારૂ પાચન બેહતર થાય છે. એક ગ્લાસ લો અને તેમાં થોડા કાકડી ના ટુકડા અને ફુદીના ના પાંદડા નાખો. થોડી વાર રાખ્યા બાદ તેનુ સેવન કરો. આ ડિટોક્સ ડ્રિંક ને તમે આખો દિવસ ઉપયોગ કરી શકો છો.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!