વજન ઘટાડવા માટે આ રીતે બનાવો ભોજન. દસ દિવસમાં ઘટશે વજન ! 6 ટિપ્સ વાંચો

0

1. સ્ટીમીંગ એટલે કે બાફવુંબાફવાથી અને વરાળમાં ભોજનમાં રહેલા પોષક તત્વોને સુરક્ષિત રાખી શકાય છે. આ માટે જ તાજા શાકભાજી, ભાત અને દાળને થોડા પાણીમાં બાફો. શાકભાજીઓને પ્રેશર કૂકરમાં વરાળમાં બાફવા જોઈએ. આમાં તેલની પણ જરૂરિયાત નથી હોતી અને વિટામિન અને બીજા પોષકતત્વો પણ બચેલા રહે છે. આ રીતે ભોજન બનાવવાથી શાકભાજીનો રંગ અને સ્વાદ એમ ને એમ રહે છે અને પોષકતત્વોની માત્રા પણ એમ જ રહે છે. સાથે જ આ પ્રકારનું ભોજન આપને વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે.

2. વધારવું શા માટે જરૂરી છે ?સામાન્ય રીતે ગમે તેટલું ધ્યાનથી વધારવામાં કે તળવામાં આવે પણ 10થી 15 % પોષકતત્વોનો નાશ થઈ જ જાય છે, પણ વધારવા કે તળવાથી ફાયદો પણ થાય છે. વધારવાથી પાચનશક્તિમાં વધારો થાય છે અને પોષકતત્વો મૂળ રૂપમાં પણ પરિવર્તિત થઈ જાય છે, જે શરીરમાં આરામથી અવશોષિત થઈ જાય. કેટલાક ખાદ્ય પદાર્થોને તળવા કે વધારવા જરૂરી છે, કારણ કે એને કાચા ન ખાઈ શકાય.

3. ભોજન બનાવવાની સુરક્ષિત રીત.આપણે શું ખાઈએ છીએ એના કરતાં વધારે મહત્વનું છે કે આપણે કેવી રીતે ખાઈએ છીએ અને બનાવીએ છીએ. ખાદ્ય પદાર્થોને બે રીતે ખાઈ શકાય છે કે એક તો કાચા અને બીજા બનાવીએ એટલે કે વધારીને કે તળીને. કેટલીક શાકભાજી અને ફળોને કાચા ખાવાથી ફાયદો થાય છે, પણ આપણે દરેક ચીજને કાચી ન ખાઈ શકીએ, એટલે જ તેને તળવી કે વધારવી જરૂરી છે. ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે કેટલાય મસાલા, ઘી, તેલ અને બીજી વસ્તુઓ નાંખીને પોષકતત્વોને નષ્ટ કરી દઈએ છીએ. પણ જમવાનું બનાવવાની કેટલીક રીત છે, જેનાથી આપણે ભોજનમાં પોષકતત્વોને સુરક્ષિત રાખી શકીએ છીએ અને એમાંથી એક છે સ્ટીમીંગ.

4. પોષકતત્વો સંરક્ષિત રહે છે.સ્ટીમડ ફૂડ એટલે કે વરાળમાં બનેલી શાકભાજીઓમાં પૌષ્ટિકતાની માત્રા સૌથી વધારે હોય છે અને એમાં બધા વિટામિન્સ અને ખનીજતત્વો પણ મળી રહે છે. ભોજન બનાવવાની આ રીતમાં કોઈપણ પ્રકાર પ્રકારના પોષકતત્વો નષ્ટ નથી થતા. પાણીથી બનેલી વરાળ શાકભાજીને ખાવા લાયક બનાવી દે છે અને શાકભાજીમાં વધારે પાણી ન હોવાના કારણે તે દૂર નથી કરી શકાતું અને એ પૌષ્ટિક પણ છે. જેમ કે સ્ટીમીંગમાં કોઈપણ પ્રકારના તેલની જરૂરિયાત નથી હોતી અને આ ગ્રીલ કે ફ્રાય કરતાં સારો ઓપ્શન પણ છે અને આ વજન ઘટાડવા માટે પણ ખૂબ ઉપયોગી રહે છે.

5. ભોજન દાઝી જતું નથી.ભોજનને તળવામાં, ફ્રાય કરવામાં કે વધારવા કરતાં સ્ટીમીંગ એ સારો ઓપ્શન છે, કારણ કે જો સ્ટીમરથી સ્ટીમ કરવામાં આવે તો ભોજન દાઝતું નથી. સાથે સાથે સ્ટીમ કરવાથી સમય પણ ઓછો બગડે છે.

6. લો કેલેરીસ્ટીમીંગ કરેલા ભોજનમાં લો કેલેરી હોય છે, જેને ખાવાથી તમારું વજન વધતું નથી અને તમને હૃદય રોગ થવાનો ખતરો ઓછો રહે છે. બીજી તરફ જ્યાં ફ્રાય કરવામાં આવે છે ત્યાં તેલ અવશોષિત થઈ જાય છે જેનાથી ફેટ અને કેલેરીમાં વધારો થાય છે. લો કેલેરી ખોરાક ખાવાથી વજનમાં ચોક્કસ ઘટાડો થાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here