વજન ઘટાડવા માટે આ 6 માંથી કોઈપણ જ્યુસ કે પ્રવાહીનું કરો સેવન, થોડા જ સમયમાં થશે ચમત્કારિક ફાયદા.

0

વજન ઓછું કરવા માટે ની વિવિધ પ્રવાહી રેસીપી

જો તમે વધુ પડતાં શારીરિક વજન થી દુખી છો અને પોતાનું વજન ઓછું કરવા માટે વિચારી રહ્યા છો તો અમે તમને આજે વિવિધ પ્રવાહી પદાર્થો વિશે માહિતી આપીશું. જે તમને વજન ઓછું કરવા માં ખૂબ જ મદદરૂપ થશે. વધુ વજન માનવ શરીર ને અનેક પ્રકાર ની બીમારીઓ અને સમસ્યાઓ ને જન્મ આપે છે. આથી સારા સ્વાસ્થય માટે ઓછું વજન ખૂબ જ મહત્વ ની ભૂમિકા ભજવે છે. લીલી ચા, કૉફી અને ઉચ્ચ પ્રોટીન યુક્ત પ્રવાહી પદાર્થ ચયાપચય ને બરાબર કરવા માં અને પેટ ને લાંબા સમય સુધી ભરેલું હોવા નો અનુભવ કરાવવા માં તેમજ ભૂખ ને ઓછી કરવા માટે જાણીતા છે. અહી વજન ઓછું કરવા માં અને સ્વસ્થ જીવનશૈલી ને બનાવી રાખવા માટે થોડાક પ્રવાહી પદાર્થ ની માહિતી આપવા માં આવે છે, જેને તમે પોતાના આહાર માં સમાવિષ્ટ કરી શકો છો.

1. વજન ઓછું કરે લીંબુ અને મધ નું પાણી

મધ ની સાથે લીંબુ નો રસ, એ એક વજન ઓછું કરવા માટે નું સૌથી અસરકારક પ્રવાહી પદાર્થ માનવા માં આવે છે. તેનું કારણ છે કે મધ આંતરડા ની સમસ્યા ને રોકવા માં મદદ કરે છે, કાર્ડિયોવેસ્કુલર સ્વાસ્થય માં સુધાર લાવે છે, સોજા ને ઓછા કરે છે, સાથે સાથે વજન ઓછું કરવા માં પણ મદદ કરે છે. લીંબુ એ વિટામિન સી નો સારો સ્ત્રોત છે, જે પ્રતિરક્ષા પ્રણાલી માં વધારો કરે છે, વિષાક્ત પદાર્થો ને દૂર કરે છે.

એક કપ પાણી ને થોડું ગરમ કરી લો, પછી તેમાં એક મોટી ચમચી મધ અને એક ચમચી લીંબુ નો રસ નાખી, તેને સારી રીતે મિકસ કરીને સેવન કરો. જેનાથી વજન ઓછું કરવા આ મદદ મળશે.

2. વજન ઓછું કરવા માટે તજ અને પપૈયાં નું જ્યુસ

પપૈયું આંતરડા ના સ્વાસ્થય માં સુધાર લાવવા માં અને રક્ત માં કોલેસ્ટ્રોલ નું સ્તર ઓછું કરવા તેમજ વજન ઓછું કરવા માં સહાયક સાબિત થાય છે. તથા તજ એ રક્ત શર્કરા ના સ્તર ને નિયંત્રિત કરવા માં મદદ કરે છે. અને મસ્તિષ્ક ના કાર્ય માં સુધાર લાવે છે. તેમાં મુખ્ય રૂપે એન્ટિ-ક્લોટિંગ અને એન્ટિ-માઈક્રોબિયલ ગુણ રહેલો છે.

એક કપ પપૈયાં ના જ્યુસ માં ½ ચમચી શેકેલું તજ અને એક કપ ઠંડુ પાણી તથા એક ચપટી કાળું મીઠું નાખી તેને સારી રીતે મિક્સ કરી તેનું સેવન કરવું યોગ્ય છે.

3. આદું વાળી ચા પેટ ની ચરબી ઓછું કરે

આદું એ મસાલા ના રૂપ માં લોકપ્રિય છે. જીવ મુંજાવવો, શરદી અને સાંધા જેવી ઘણી સ્થિતિ ના ઈલાજ માટે તે એક હર્બલ ઉપચાર ના રૂપ માં ઉપયોગી છે. અને આ જ આધારે આદું વાળી ચા પણ ભૂખ ઓછી કરવા માં અને કેલોરી વધારવા માટે ઉપયોગી છે. આમ આદું વાળી ચા નો નિયમિત પ્રયોગ કરવા થી ભૂખ માં કમી આવે છે.

4. વજન ઓછું કરવા માટે ઉપયોગી નારિયેળ પાણી

નારિયેળ નું પાણી ભૂખ ને ઓછી કરે છે, પેટ ને ભરેલું રાખે છે, જેના કારણે વજન ઓછું કરવા માં મદદ મળે છે. તેમાં અનાનસ માં બ્રોમેલેન નામ નું એંજઇમ મળે છે ,જે પાચન ને વધારે છે, સોજા ને ઓછા કરે છે, અને રક્ત ના અનાવશ્યક બહાવ ને રોકે છે, આથી નારિયેળ ના પાણી માં અનાનસ નું જ્યુસ મિક્સ કરી ને પીવા થી વજન ઓછું કરવા માં મદદ મળે છે.

એક કપ નારિયેળ પાણી, ¼ કપ અનાનસ નું જ્યુસ, ½ ચમચી સૌફ બીજ અને એક ચપટી મીઠું મિક્સ કરે પીવા થી વજન ઓછું કરવા માં સહાયતા મળે છે.

5. ટમેટા અને લીંબુ નું જ્યુસ વજન ઓછું કરે

ટમેટા અને લીંબુ વિટામિન, ખનીજ અને ફાઇટોન્યૂત્રીએટ્સ ના સારા એવા સ્ત્રોત છે, જે મધુ પ્રમેદ, વજન વધુ હોવું અને ઉચ્ચ રક્તચાપ અને હ્રદય રોગ ની વિરુધ્ધ કામ કરે છે. ટમેટા માં આવશ્યકતા અનુસાર લગભગ 2 ચમચી લીંબુ નો રસ મિક્સ કરી તેમાં એક ચપટી મીઠું નાખી તેનું સેવન કરવું.

6. શાકભાજી નું જ્યુસ

સામાન્ય રીતે ફળો નું જ્યુસ વજન વધારવા સાથે જોડાયેલ છે પરંતુ શાકભાજી નો રસ વજન પર વિપરીત અસર કરે છે. એટલે કે શાકભાજી ના જ્યુસ નું સેવન કરવા થી ઘણી હદ સુધી વજન ઓછું કરી શકાય છે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here