માં વૈષ્ણો દેવી ગુફા માં છુપાયેલા છે અનેક ઊંડા રહસ્યો, ભાગ્યશાળી લોકોને જ થાય છે આ ગુફા ના દર્શન….

0

ભારત દેશ ને ધાર્મિક સ્થળો નો દેશ માનવામાં આવે છે, અહીં દરેક ડગલે ને પગલે મંદિરો જોવા મળી જાશે. આપણા દેશમાં ઘણા એવા પ્રાચીન મંદિરો સ્થિત છે જેના ચમત્કાર અને રહસ્ય ના વિશે અત્યાર સુધી કોઈ જાણી નથી શક્યા. આ જ પવિત્ર સ્થળોમાનું એક માં વૈષ્ણો દેવી નું પણ મંદિર માનવામાં આવે છે. માં વૈષ્ણો દેવી નું મંદિર ભારત દેશના હૃદય કહેવાતા રાજ્ય જમ્મુ ની પાસે સ્થિત છે. માં વૈષ્ણો દેવી ના મંદિર માં માતા લક્ષ્મી, માતા સરસ્વતી અને મહાકાળી ની ત્રણ ભવ્ય મૂર્તિઓના રૂપ માં દેવી માતા બિરાજમાન છે. માં વૈષ્ણો દેવી નું મંદિર ત્રિકુટ પર્વત પર સ્થિત છે. જે સમુદ્ર તળ થી લગભગ 4800 ફૂટ ની ઊંચાઈ પર સ્થિત છે. માં વૈષ્ણોદેવી ના આ મંદિર માં એક જૂની ગુફા બનેલી છે, આ ગુફા ની શરૂઆત માં અમુક ગજ સુધી નીચે ઝૂકીને આગળ ચાલવું પડે છે, આ ગુફાની લંબાઈ લગભગ 20 ગજ છે. આ ગુફા ની ખાસ વાત એ છે કે ગુફા ની અંદર શુદ્ધ પાણી પણ વહે છે જેને ચરણ ગંગા ના નામથી પણ જાણવામાં આવે છે.જો પ્રાચીન ગ્રંથો માં જોઈએ તો ત્રિકુટ પર્વત નો ઉલ્લેખ પણ તેમાં કરવામાં આવેલો છે. માનવામાં આવે છે કે માતા પાર્વતી ના આશિષ નો પ્રકાશ આ ગુફા પર પડે છે જેની આરાધના માં 33 કરોડ દેવતા રહે છે. અમુક વર્ષ પહેલા અમુક સમસ્યા હોવાને લીધે દર્શના કરવા માટે આવતા લોકોને આવવા-જવા માટે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો આ સિવાય ભક્તો ને લાંબા સમય સુધી દર્શન માટે રાહ જોવી પડી રહી હતી. જેને લીધે ખુબ ઓછા લોકો માતાજીના દર્શન કરી શકતા હતા. આ બાબતોને ધ્યાનમાં રાખીને 1977 માં એક નવી ગુફા બનાવવામાં આવી હતી જેમાં એક ગુફા માં લોકો મંદિર માં દર્શન માટે પ્રવેશ કરતા હતા અને બીજી ગુફા માંથી બહાર નીકળતા હતા. કહેવામાં આવે છે કે આ ગુફાના દર્શન ખુબ ઓછા લોકોને જ થાય છે માટે આવા લોકો ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે.
ભક્તો પણ માતાજીના દર્શન માટે ગમે તેવી ઋતુ માં પણ આવી પહોંચતા હતા, ગમે તેટલી ઠંડી હોય કે પછી ગરમી હોય, કે વરસાદ ભક્તો માં વૈષ્ણો દેવી ના દર્શન ચોક્કસ કરે છે.માં વૈષ્ણો દેવી ની આ ગુફામાં ભૈરવ નું શરીર પણ રાખવામાં આવ્યું છે. માં વૈષ્ણો દેવી એ ભૈરવ નું વધ ત્રિશુલ દ્વારા કર્યું હતું. જયારે માં વૈષ્ણો દેવી એ ભૈરવ નું માથું ત્રિશુલ દ્વારા કાપ્યું હતું ત્યારે તેનું માંથું ઉડીને ભૈરવ ઘાટીમાં પડ્યું હતું ત્યાર થી તે શરીર ત્યાંજ રહેલું છે. આ પવિત્ર ગુફામાં એક અન્ય ચમત્કાર પણ જોવા મળે છે.આ ગુફામા પવિત્ર ગંગાજળ નીકળતું જ રહે છે.માં વૈષ્ણો દેવી ની આ ગુફા ને ભૈરવ ગુફા ના નામથી પણ ઓળખવામાં આવે છે કેમ કે માતા વૈષ્ણો દેવી પુરા 9 મહિના આ ગુફામાં રહ્યા હતા. તેના સિવાય એવી માન્યતા છે કે કોઈપણ વ્યક્તિ આ ગુફામાં માત્ર એક જ વાર જઈ શકે છે બીજીવાર કોઈ વ્યક્તિ આ ગર્ભ ગુફામાં જઈ નથી શકતા.એ પણ કહેવામાં આવે છે કે જે કોઈ આ ગુફાના દર્શન કરી લે છે તે પોતાના પુરા જીવનમાં ખુશ રહે છે.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here