વૈજ્ઞાનીકો અનુસાર આં 10 જગ્યાઓ પર મોબાઈલ ફોન રાખવાથી થઇ શકે છે આ જાનલેવા નુકસાન, જીવ પ્યારો છે કે તમારો મોબાઈલ, જાણો વિગતે….

0

જેને જાણીને ફોનથી ચોક્કસ દુર રહેશો તમે.
જરા વિચારો, હાલના દિવસોમાં તમે સૌથી વધુ સમય કોની સાથે વિતાવો છો? સ્કુલમેટ, કોલેજમેટ, ઓફીસમેટ, ગર્લફ્રેન્ડ, વાઈફ, ફ્રેન્ડ, રુમમેટ, કે પછી મોબાઈલ ફોન?

સ્વાભાવિક છે કે તમારો જવાબ મોબાઈલ ફોન જ હશે. આ તે વસ્તુ છે જે હર સમય આપણા નજીક રહે છે. સાથે જ રાતના સમયે પણ આપણા બેડ પર, આપણી સાથે જ સુવે છે. તે જો અમુક સમય માટે ડીસ્ચાર્જ થઇ જાય તો જાણે કે એવું લાગે છે કે આપણી આસપાસ દુનિયા થંભી ગઈ છે.

જોવા જઈએ તો સ્માર્ટફોન આપણી ગંભીર લત માંથી એક છે. આપણા માં-બાપ પણ વોટેસ એપ પર આવ્યા બાદ મોટાભાગે તેનાથી નુકસાન થનારા મેસેજીસ દરેકને વોટેસએપમાં ફોરવર્ડ કરતા રહેતા હોય છે. પણ આપણે ક્યારેય તેના પર ધ્યાન નથી દેતા. પણ દોસ્તો આપણો સ્માર્ટફોન આપણને ખુબ નુકસાન પહોંચાડી શકે છે. આ વાતને વૈજ્ઞાનીકો પણ માને છે.

આજે સ્માર્ટફોન સાથે જોડાયેલા આવાજ અમુક નુકસાન વિશે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ. તેને જાણ્યા બાદ તમે પણ તમારા ફોનથી દુર રહેવા લાગશો.

1. તકિયાના નીચે:

આપણા માંથી ઘણા લોકોને ફોનને તકિયા નીચે રાખીને સુવાની આદત છે. ફોન માંથી નીકળનારા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડીએશન માથાનો દુખાવો અને ચક્કર આવવાની સમસ્યાઓ કરી શકે છે. તેના સિવાય તકિયા નીચે ફોન રાખવાથી ફોન બ્લાસ્ટ થવાની સંભાવના પણ રહે છે.

2. ઇનર(બ્રા)ની અંદર:

અમુક શોધકર્તાઓ અનુસાર છોકરીઓ પોતાના ઇનર્સની અંદર ફોન રાખે તો તેનાથી બ્રેસ્ કેન્સર થવાની સંભવાના રહે છે.

3. બાળકો પાસે ફોન રાખવો:

નાના બાળકોની આસપાસ ફોન રાખવો તેમના માટે નુકસાન કારક સાબિત થઇ શકે છે. તેમની પાસે ફોન રાખવાથી હાઈપરએક્ટીવીટી અને ડીફીસીટ ડીસઓર્ડર જેવી સમસ્યાઓ થઇ શકે છે.

4. પાછળના ખિસ્સામાં:

ફોનને પાછળના ખિસ્સામાં રાખવાથી ફોન તૂટી જવાની સંભવાના રહે છે, સાથે જ તેને લીધે પેટ અને પગમાં દર્દ પણ થઇ શકે છે.

5. આગળની જેબમાં:

આગળના ખિસ્સાંમાં ફોન રાખવો પુરુષો માટે ખુબ હાનીકારક છે. એક સ્ટડી અનુસાર મોબાઈલ થી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડીએશન નીકળે છે, જે શુક્રાણુની માત્રાને ઓછી અને ક્વોલીટી પણ ખરાબ કરી શકે છે.

6. હીપ(જાંઘ) પાસે:

એક રીસર્ચ અનુસાર જાંઘોની પાસે ફોન રાખવો તમારા હીપ બોનને નુકસાન કરી શકે છે.

7. સ્કીન પાસે:

મોટાભાગે આપને ફોન પર વાતો કરતા હોઈએ છીએ ત્યારે ફોન માત્રા આપણા કાનને જ નહિ પણ ચેહરાની સ્કીન સાથે પણ ચીપકી રહેલો હોય છે. જેનાથી બેક્ટેરિયા આપણી સ્કીનના કોન્ટેક્ટમાં આવી જાય છે સાથે જ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડીએશન પણ આપણને નુકસાન કરાવી શકે છે. ફોન હમેશા સ્કીનથી 0.5 થી 1.5 cm દુર રાખવો જોઈએ.

8. ઠંડી જગ્યા પર:

ઠંડી જગ્યાઓ પણ ગેજેટ્સ માટે સારી નથી હોતી. જયારે તમે ઠંડી જગ્યાઓ પર ફોન લઈને જાઓ છો અને ફરી ગરમ જગ્યા પર રાખો છો તો તેનાથી ખુબ નુકસાન થઇ શકે છે.

9. ગરમ જગ્યા પર:

વધુ તાપમાન પણ ફોનને નુકસાન કરી શકે છે. ફોનને ગરમ મોસમમાં તડકામાં રાખવો કે ઓવનની પાસે અન રાખવાથી ઘણા ખરા નુકસાન થઇ શકે છે.

10. પૂરી રાત ચાર્જીંગમાં લગાવીને રાખવું:

પુતિ રાત ફોનને ચાર્જીંગમાં લગાવીને રાખવાથી આપણી સ્કીનને તો કોઈ નુકસાન નથી થતું પણ તેનાથી ફોનની બેટરીને નુકસાન જરૂર થઇ શકે છે. તે હંમેશાને માટે જ ખરાબ થઇ શકે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.