વહેલી સવારે સ્ત્રી-પુરૂષે ચોક્કસ કરી લેવું આ 1 કામ, મળશે 10 જબરદસ્ત ફાયદા

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ સારા સ્વાસ્થ્ય માટે રોજ સ્નાન કરવું ખૂબ જ જરૂરી છે. આ વાત તો દરેક લોકો જાણે છે, પરંતુ સવારે જલ્દી સ્નાનથી 10 અલગ-અલગ લાભ પ્રાપ્ત કરી શકાય છે આ વાત ઘણાં ઓછાં લોકો જાણે છે. અહીં જાણો શાસ્ત્રો પ્રમાણે રોજ સવારે જલ્દી સ્નાન કરવાથી ક્યા-ક્યા લાભ પ્રાપ્ત કરી શકાય છે..

સવારે સ્નાન કરવાના ફાયદા આ શ્લોક મા ઉલ્લેખવામાં આવ્યા છે.. गुणा दश स्नान परस्य साधो रुपझ्य तेज्स्य बाम च शौचम. आयुष्यमारोग्यमलोलूपत्व्म दु:स्वप्रनाशशच यश्स्च मेघा:

આ શ્લોક પ્રમાણે જે લોકો સવારે વહેલા સ્નાન કરે છે તેઓ કાયમ માટે લાંબા સમય સુધી યુવાન અને સુંદર રહે છે.

આવા સ્નાન થી વ્યક્તિ ન તેજ મા વૃદ્ધી થાય છે.સાથે જ તેઓ ખુબજ આકર્ષક બને છે. સવારે બ્રમ્હ મુરત મા સ્નાન કરવાથી શારીરિક શક્તિ મા વધારો થાય છે. વહેલી સવારે સ્નાન કરવાથી વિચારો મા પવિત્રતા આવે છે અને ખરાબ વિચારો દુર થાય છે.

સવારે જલ્દી સ્નાન કરવાથી શરીર મા રોગ પ્રતીકારક્તા વધે છે જેને લીધે શ્રેષ્ઠ સ્વાથ્ય પ્રાપ્ત થાય છે.

વહેલા ઉઠવાથી માનસિક શક્તિ વધે છે, બુદ્ધી નો વિકાસ થાય છે અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વધે છે. જેઓ સવારે સુતા રહે છે, તેઓ ખરાબ સપનાનો સામનો કરે છે. બ્રમ્હ મુરત મા જાગવાથી ખરાબ સપનાઓ થી મુક્તિ મળે છે. વહેલા જાગવાથી આખો દિવસ આળસ દુર રહે છે, કામ કરવા માટે શક્તિ મળે છે.

વહેલા જાગવા અને વહેલા સ્નાન કરવાથી વ્યક્તિ ની ઉમર મા વધારો થાય છે. શાસ્ત્રો પ્રમાણે વહેલા સ્નાન કરવા થી ઘર-પરિવાર અને સમાજ મા માન-સન્માન ની પ્રાપ્તિ થાય છે.
Courtesy: Divyabhaskar

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!