શિયાળામાં ખાવાની મજા એવો કાઠિયાવાડી ટેસ્ટનો વઘારેલો રોટલો આજે જ બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને ….

0

શિયાળામાં મોટાભાગના ઘરે રીંગલનનો ઓળો અને વઘારેલો રોટલો તો બનતો જ હશે. અને જો રોટલો વધે તો એ જ રોટલાને દહી અને લસણની ચટણીમાં વઘારીને ખાવાની મજા જ અલગ હોય છે. તો ચાલો આજે આપણે પણ એવો કાઠિયાવાડી રોટલો  કેવી રીતે વઘારી શકાય છે. તેની સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને બનાવીએ. 

સામગ્રી

  • રોટલો 1/2નંગ
  • દહીં અથવા છાસ 1. 5 કપ
  • તેલ 1..5 ચમચી
  • આદુ લસણ અને મરચા ની પેસ્ટ 1 ચમચી
  • લાલ મરચું 1ચમચી
  • ધાણા ઝીરું 1 ચમચી
  • હળદર 1/2 ચમચી
  • ઝીરું 1 ચમચી
  • લીમડી પતા 3/4 નંગ
  • ધાણા ગાર્નીસિંગ માટે

રીત

1.સૌપ્રથમ રોટલા ને ભૂકો કરી લો .( રોટલો ગરમ બનાવેલો નહી હોય તો પણ ચાલશે )

પછી એક કડાઈ લઇ લો એમ તેલ એડ કરો ગરમ થાય એટલે એમાં ઝીરું એડ કરો2. પછી લસણ આદુ મરચા ની પેસ્ટ અને લીમડી ના પતા એડ કરો3.પછી એમાં લાલ મરચું હળદર ધાણા ઝીરું અને મીઠુ એડ કરી ને મિક્સ કરી લો પછી એમાં દહીં એડ કરો દહીં ને પાણી રેડી ને થોડું પાતળું કરી એડ કરો4.અને મિક્સ કરી લો થોડું ઉકળે એટલે એમાં રોટલા નો ભૂકો એડ કરો અને થોડું પાણી બળી જાયઃ ત્યાં સુધી થવા દો.

5.તૈયાર છે કાઠિયાવાડી વઘારેલો રોટલો. છે ને એકદમ સરળ તો જરૂર થી બનાવજો॰ અને અમને જણાવજો રેસીપી કેવી લાગી

જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમે અમારી રેસીપીને લાઈક કરવાનું ભૂલતા નહી. તેમજ તમારે બીજી પણ રેસીપીના વિડીયો જોવા હોય તો નીચે આપેલ લીંક પર ક્લિક કરી તમે જોઈ શકો છો.

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો આપણું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here