175 કિલો વજન ધરાવતી વડોદરાની કઈ સ્ત્રીએ અઢી વર્ષમાં ઉતાર્યું 115 કિલો વજન ? કેવી રીતે ઉતાર્યું જાણો ?

0

હજી બે વર્ષ પહેલા જ પોતાના શરેરના 175 કિલો વજન ધરાવતા વડોદરાના શકુંતલા બહેને તેમનું 115 કિલો વજન ઘટાડેની વિક્રમ સર્જ્યો છે ને સમાજને નવી રાહ ચીંધી છે. આમ જોઈએ તો શકુંતલા બહેન તેમના વજનના કારણે ખૂબ જ ચિંતામાં રહેતા હતા. તેમનું વજન એટલું બધુ હતુ કે નહોતા તે ચાલી શકતા કે નહોતા તે ક્યાંય બેસી શકતા. આખરે તેમની જીવન જીવવામાં કંટાળો આવવા લાગ્યો ને વર્ષ 2016 માં તેમણે આનંદીબેન પટેલ અને નરેંદ્ર મોદીને પોતાના વધારે પડતાં વજનના કારણે જીવન જીવવામાં તકલીફ પડતી હોવાથી ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી. જો કે તેમની મંગનો સ્વીકાર થયો ન હતો ને તેમણે પોતાના આ વધારે પડતાં વજનને ઘટાડવા માટેના પ્રયત્નો ચાલુ કરી દીધા હતા. કહેવાય છે કે જો મજબૂત મનોબળ હશે તો જરૂર તમે ધાર્યું પરિણામ મેળવી શકો છો. શંકુંતલા બેનનું પણ કશુક આવું જ હતું,
પોતાના ૧૭૫ કિલો વજનમાથી તેમણે કસરત કરીને અને પોતાના યોગ્ય ડાયેટ પ્લાન ની મદદથી અને સર્જરી કરવાવેને તેમણે 115 જેટલું વજન ઘટાડયું છે. અત્યારે તેમનું વજન માત્ર 60 કિલો જ છે.
તેઓ જણાવે છે કે તેમના આ ભારે વજનને કારણે તેમણે ખૂબ તકલીફ પડતી હતી અને તેઓ એ આપધાત કરવાનો પણ ઘણીવાર વિચાર કરી લેતા હતા. તેઓ તેમના આ વજનથી ચારે બાજુથી પરેશાન હતા. આર્થિક, માનસિક અને શારીરિક બાબતે પણ તે ખૂબ જ પરેશાન હતા. તેમની આર્થિક પરિસ્થિતી પણ સારે ન હતી. પરંતુ કહે છે ને કે જેનું કોઈ નથી તેનો ભગવાન હોય છે. એક દિવસ એક દિવસ તેમની આ પરિસ્થિર્તિ જોઈને કોઈને દયા આવી ગઈને કોઈ દાતા મળી ગયા. તેમણે પાદરામાં આવેલ હોસ્પીટલમાં ડોક્ટરોની મદદથી તેમના શરીરમાં વધારાની ચરબી કઢાવવાવા માટેની સર્જરી કરવી ને તેમનું વજન 115 જેટલું ઓછું કર્યું હતું.

એ ઉપરાંત શકુંતલાબેન નીચે આપેલ ડાયેટ પ્લાનને પણ અનુસરતા હતા :

  • સવારે :આઠ વાગે ગ્રીન ટી (મધ અને લીંબુ એડ કરીને)
  • સવારે નવ વાગે અડધો ગ્લાસ પ્રોટીન પાઉડર વાળું દૂધ
  • સવારે દસ વાગે જ્યુસ, બીટ, ગાજર કે દૂધીનું
  • બપોરે બાર વાગે જમવામાં ખૂબ જ ઓછી માત્રમાં દાળ, ભાત,શાક અને રોટલી
  • બપોરે ત્રણ વાગે વેજીટેબલ સૂપ
  • સાંજે સાત વાગે જમવામાં ખિચડી કે ઉપમા
  • રાત્રે નવ વાગે 1/2 ગ્લાસ દૂધ
  • રાત્રે અગિયાર વાગે ગ્રીન ટી (મધ અને લીંબુ એડ કરીને)

આ ઉપરાંત થોડી હળવી કસરત તો ખરી જ.
તેમનું વજન ઘટયા પછી તેઓએ વડોદરામાં હાલ તેઓ ઈન્ડિયા ફ્રી ફૂડ કેમ્પેન ચલાવી રહ્યા છે. જે ત્રણ વ્યક્તિની પણ રસોઈ નહોતા કરી શકતા એ હાલ 300 લોકોની રસોઈ બનાવી ભૂખ્યા ને જમાડે છે. અને હાલ શકુંતલા બહેન તેમના પરિવાર જોડે રહે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here