ટોલ ટેક્સ ભરવામાંથી બચવા બરોડાનાં યુવાને કરેલ આ કરતૂત તેને જ ભારે પડી, આવ્યા રોવાનાં દિવસો …

0

ટોલ ટેકસ ભરવો ન પડે એમાટે એક યુવાને બનાવ્યું સીબીઆઈના સિનિયર અધિકારીનું ફેક આઈડી કાર્ડ બનાવ્યુ. ને ભારતનાં અલગ અલગ રાજ્યોમાં ફરતો આ માસ્ટર માઇન્ડ યુવાન ઝડપાયો છે. ને એ બીજે ક્યાયનો નહી ગુજરાતનો જ છે. તો ચાલો આજે જાણીએ આ માસ્ટરમાઇન્ડ યુવાન વિષે થોડું વધુ.
પોલીસને તપાસ જ્યારે આ યુવાનની કરતૂતની જાણ થઈ ત્યારે વડોદરા પોલીસે આગળ વધુ તપાસ કરવા માટે કાર્યવાહી હાથ ધરી. તો એમાં જાણવા મળ્યું કે આ યુવાનનું નામ હેમંત મર્ચન્ટ છે, તેને વારંવાર વિવિધ રાજ્યોમાં ફરવાનું થતું હતું ને એટ્લે જ એને હાઇવે પરના ટોલ ટેક્સ ભરવામાંથી બચવા માટે એને એક તરકીબ અજમાવી. કમ્પ્યુટર સોફ્ટવેરમાંથી બચવા માટે એને એક ફેંક આઈ.ડી બનાવ્યું. જે કાર્ડની ઓળખ સીબીઆઈના સિનિયર અધિકારીની હોવાથી એ ટોલટેક્સ ભરતો નહી ને આરામથી અલગ અલગ રાજ્યોમાં ફર્યા કરતો જો અસત્ય ક્યાં સુધી છૂપી શકે છે. હેમંતની આ કરતૂત જલ્દી જ પોલીસ સામે આવી ગઈ ને હેમંતે આ અજમાવેલ તુક્કાની ભારે કિમત ચૂકવવી પડી છે.

બરોડામાં રહેતા આ હેમંતનાં ઘરે જ્યારે સ્થાનિક પોઈસ તપાસ અર્થે જાય છે. ત્યારે, જાણવા મળે છે કે આ વ્યક્તિ કમ્પ્યુટર સોફ્ટવરેર અને હાર્ડવેરનો જાણકાર છે અને કમ્પ્યુટર રિપેરિંગનો ધંધો કરે છે. તે અગાઉ એક કંપનીમાં બે વર્ષ નોકરી પણ કરી ચૂક્યો છે. નોકરી દરમિયાન તે અવારનવાર નોકરીના કામ અર્થે અવારનાવર અલગ અલગ રાજ્યોમાં જવાનું થતું હોવાથી જ મે કમ્પ્યુટર સોફ્ટવેરની મદદ્થી જ આ ફેંક આઈ.ડી બનાવેલ. પોલીસના ડરથી હેમંતે જ સામેથી એની બધી જ કરેલી કરતૂત બોલી નાખ્યો હતો.

આ હકીકત સાંભળ્યા પછી પેલીસે તેને બરોડામાં આવેલા અકોટા સ્થિત તેના ઘરેથી જ પકડી લેવાયો હતો. આગલ વધુ તપાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે, હેમંતે જેવુ તેનામાટે ફેંક આઈ.ડી બનાવ્યું હતું એવા જ બીજા બે ફેંક આઈ ડી તેના બે મિત્રોને પણ બનાવી આપ્યા છે. હેમંતે નકલી આઈકાર્ડમાં પોતે સીબીઆઈનો ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ હોવાનું દર્શાવ્યું હતું,અને ફોટોશોપની મદદથી તેના પર સરકારી લોગો અને સ્ટેમ્પ પણ લગાવી દીધા હતા. સમગ્ર હકીકત સમે આવતા જ હેમંત પણ ભાંગી પડ્યો હતો ને રડવા લાગ્યો હતો. અત્યારે હેમંત હાલ પોલીસ કસ્ટ્ર્ડીમાં છે.

લેખન સંકલન : GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here