‘વડીલ’ હું છું ત્યાં સુધી તને કોઈ દુઃખ નહીં પડવા દઉં..

0

આવી ગઈ દીકરી..લે બેસ. આરામ કરી ને આ juice બનાવ્યું છે ..તે પીલે.પછી આરામ કરી નાહીં ધોઈ તૈયાર થઈ જા તારા માટે આજે પિઝા બનાવવાની છું..તને ગરમ ગરમ પિઝા જમી લે બેટા..મમ્મી,મેં તને કેટલી વાર કહ્યું તું જમવાનું ન બનાવ મને પણ જમવાનું બનાવા નો મોકો આપ ને?.

હું કઈ શીખું..

એટલીવાર માં તો સહજ પણ આવી ગયો..સ્વાતિ ને સહજ પતિ પત્ની છે..ને સુધાબેન તેમના સાસુ..ને સુધીરકુમાર સસરા..સ્વયં એ એમનો પૌત્ર.સ્વાતિ.. સહજ ને સુધીરકુમાર નોકરી કરે છે ને.સુધાબેન આ દરેક ની મહાનોકરી.. એટલે કે આ ચારેય નું ઘર ને સ્વાસ્થ્ય સાચવે છે.

સ્વાતિ.. મમ્મી તું આટલી બધી સારી કેમ છે ?તું બીજી સાસુઓ જેવી કેમ નથી.. કેમ કે એ સાસુ નથી માં છે..સુધીરકુમારે ઘર માં પ્રેવશતાજ જવાબ આપ્યો..

બધા સાથે હસી પડ્યા.

લાવો બેગ આપો…સુધાબેને હાથ લાંબો કારતાજ કહ્યું..ના સુધા દરરોજ આપણી આ તાણ છે..તું બેગ માંગે ને હું ન આપું..તું ચાલ બધા માટે ચા બનાવ..અમે બધા ફ્રેશ થઈ ને આવીએ એટલે સાથે જ બેસી ગપ્પા મારીએ..

બધા પોત પિતાના કામે વળગ્યા.

ચાલો.. ચા તૈયાર છે.આવી જાવ.સુધા બેન ના પ્રેમાળ સાદ થી બધા આવી ગયા. મમ્મી કાઈ નાસ્તો..બાસ્તો…સહજ હજુ વાક્ય પૂરું કરે ત્યાં..જ સ્વાતિ એ એને રોકતા જ કહ્યું ના આજે પિઝા છે. એટલે નાસ્તો નથી..

સુધાબેન પીઝાવાળા..અંદર થઈ સુધીરકુમાર નો અવાજ આવ્યો…ઝભ્ભા ના બટન બીડતા બીડતા તેઓ બહાર અવતાજ બોલતા જતા હતા..

આપણા સુધાદેવી તો ઓલ રાઉન્ડર છે..સહજ, મમ્મી ને ભેટતા ભેટતા બોલ્યો..

હા..હો..આતો બાજુ વાળા કનકબેન એ શીખવડ્યા એટલે મને થયું લાવ ને હુંયે બનાવું…. સુધાબેને ફોડ પાડી.

સ્વાતિ એ કહ્યું..હા તમે, કનકમાસી ને બાકી ના બધા વડીલો સાચે ખુબજ સારા ને પ્રેમાળ છો..અમે નસીબદાર છીએ કે અમને તમારા જેવા સાસુ મળ્યા છે..

એટલે એ બધા પણ તારા સાસુ છે એમ..?સુધીરકુમાર ટીખળ કરવા લાગ્યા..

શુ તમે પણ પપ્પા.. સ્વાતિ શરમાઈ ગયી.

એતો પોતાની ગોઠવણ કરતા લાગે છે સ્વાતિ..સહેજે આંખ મારી સ્વાતિ ને કહ્યું..

સુધાબને કહે. હતો ભલે ને કરે..મને એક સથવારો મળી જશે..

અરે…મારે તારો સથવારો બહુ છે..મારી વહાલી..મારે બીજકોઈ જોડે ગોઠવણ કરવાની જરૂર જ નથી.. સુધીરકુમારે ચાય નું ચૂસકી લેતાં લેતાં જ કહી દીધું..

મમ્મી સાચે..તમને એમ ન થાય વહુ ને ત્રાસ આપું..હેરાન કરું..દુઃખ આપું..? સહજ સહેજ મસ્તી કરવા ગયો..

વહુ હોઈ તો ને? ..આતો મારી દીકરી છે..હુંયે કોઈ ની વહુ છું..કોઈ ની દીકરી છું.. માતા છું..મેં પણ ઓફિસે ઘણું કામ કર્યું છે..પતિ ને સાથ આપ્યો છે.

મને ખબર છે…કેટલી તકલીફ ને દુઃખ થાય જ્યારે ઘર માં સમય ન આપી શકીએ ત્યારે..

મારે તમને બધા ને ખુશ ને એક બીજા જોડે પ્રેમ કરતાં જોવા છે..

એવા ક્યાં શાસ્ત્રો માં લખ્યું છે કે વહુ એજ ઘર નું કામ કરવું..

એવી કઈ ગીતા માં લખ્યું છે..વહુ એ જ સહન કરી ને રહેવું..

એવો કયો ગ્રંથ છે જે એમ કહે છે કે વહુ એજ બધાને સાચવવા..?

સાસુ ની પણ ફરજ છે..સાસુ એ પણ ઘર માં મદદ કરવાની હોય..સુધાબેન બોલ્યે જતા હતા..

મમ્મી મદદ કરવાની હોય ને તમે તો મને કામજ નથી કરવા દેતા…બધું પોતેજ કરો છો..સ્વાતિ એ વચ્ચે મોકો લઈ લીધો.

હતે હું બધું કરી શકું છું તો હું કરું એમ ખોટું શું છે?

તું આરામ કરી..ખુશી થી તારા બાળકો સાથે સમય વિતાવ. પતિ ને પ્રેમ કરે ને..મને મારા વરજી પ્રેમ ને મદદ કરેજ છે ને? સુધાબેન સુધીરકુમાર સામે જોવા લાગ્યા.

સુધાબેન ને સાથ આપવા સુધીરકુમારે પણ કહ્યું..સ્વાતિ ઘર નું કામ કરવું.તને પ્રેમ આપવો.ઘર માં શાંતિ રાખવી..બધાં ને એક તાર માં જોડી રાખવા..એ વડીલ ની ફરજ છે..વડીલ ની જાવબદારી છે..વડીલ તરીકે નો પ્રેમ છે.

માત્ર ને માત્ર હુકમો ચલાવવા…મનધર્યું કરવું..કઈંજ કામ ન કરવું ને વારે વારે મહેણાં મારવા..ઘર નું વાતાવરણ કલુષિત કરવું..વહુઓ ને દુઃખ આપવું…ને નાની નાની બાબતો માં ખોડ ખાપણ કાઢી…ઘર માં બધા ને હેરાન કરી..પોતાની રીતે જ રહેવું,વરસો થી કરીએ છીએ તેવી જીદદ રાખવી..એવું કરે તો

કોને શાંતિ મળે બેટા?

એતો નીચલી કક્ષાના લોકો નું કામ.ખાનદાની ને સુયોગ્ય વ્યક્તિઓ એવું ન કરે…સુધીરકુમાર એક વડીલ તરીકે બોલતા હતા..

હા બેટા.. વડીલ તરીકે ઘર ને સાચવવું ને ઘર ને પ્રેમ થી કંડરાવું એ વડીલ નું કામ છે..તને આરામ મળશે તો તું ખુશ રહીશ ને સહજ પણ ખુશ રહેશે તો બધા ખુશ રહીશું..

ને હુબ હટ્ટી કટ્ટી ઘર માં કામ કરી શકું છું.બધું સાચવી શકું છું તો કેમ કામ ન કરું?

મારે બીજી સાસુઓ ની જેમ ઘર માં કંકાસ ને ઝઘડા નથી કરવા..તમે બધા મારાજ છો ને..તું કુંવારી હતી ત્યારે પારકી હતી..હવે તો તું મારી પોતાની છું..તો મારી વહાલી વહુ ને પ્રેમ કરવો..આરામ આપવો..એતો મારી ફરજ છે બેટા..સુધાબેને સ્વાતિ ના માથે હાથ મૂકી વહાલ કરતા કરતા બોલતા હોઈ છે.

મમ્મી હું ખુબજ ખુશ છું તમારા બધા સાથે..ભગવાન નો લાખ ઉપકાર કે મને તમારા જેવા સાસુ સસરા મળ્યા છે..જેમને મને ક્યારેય માં બાપ ની કમી નથી અવાવા દીધી…તમે છો તો હું સાવ હળવી રહી જીવન જીવી શકું છું..

ને તારે હળવી રહી ને જ જીવવાનું છે બીટા..ભારે થઈ ને કોઈ ને ખુશી નથી મળી..હું બેઠી છું ત્યાં સુધી તને કોઈ દુઃખ નહિ પાડવા દઉં..હવે તમે લોકો ગપ્પા મારો હું પિઝા બનવું..કહેતા સુધા બેન કપ રકાબી લઇ ઉભા થયા..

ચાલ આજે હું પણ નવી રસોઈ શીખું..મને પણ શીખવાડ તારા પિઝા..ચાલ..દીકરો વહુ ભલે ગપ્પા મારે..આપણે રસોડા માં ગપ્પા મારીએ..

બધા હસતા હસતા વિખરાઈ ગયા..

સ્વાતિ ની નજર એ માત પિતા ને મનોમન વંદન કરતી જોતી રહી..

Author: Mira Vyas, GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!