આ મંદિરમાં લગ્ન થશે આકાશ-શ્લોકાના, જ્યાં સત્યુગમાં થયા હતા શિવ-પાર્વતીના લગ્ન, જાણો વિગતે….

0

જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ના દીકરા આકાશ અંબાણી અને હીરા કારોબારી રસેલ મેહતાની દીકરી શ્લોકા ના લગ્ન ઉત્તરાખંડ ના રુદ્રપ્રયાગ જિલ્લાના ત્રિયુગીનારાયણ મંદિરમાં થશે. તેને લગ્ન માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. માર્ચ 2018 ના રુદ્રપ્રયાગમાં સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતે તેને વેડિંગ ડેસ્ટિનેશનઘોષિત કર્યું હતું।. માન્યતા છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન આ જ મંદિરમાં થયા હતા.

ઉત્તરાખંડ સરકાર આટલા માટે છે ખુશ:આકાશ ના આ મંદિરમાં લગ્નને લઈને આ મંદિરના પુજારીઓ સહીત ઉત્તરાખંડની સરકાર ખુબ જ ઉત્સાહી છે. સરકારનું માનવું છે કે આ મંદિરને વૈદિક વેડિંગ ડેસ્ટિનેશન ના તૌર પર ઉભારવા માટેના જે પ્રયાસો ચાલી રહ્યા છે, તે પ્રયાસો માટે આ લગ્ન મિલ નો પથ્થર સાબિત થશે. આ લગ્નથી દેશ-દુનિયામાં આ જગ્યાનો પ્રચાર પણ થશે.

ઘણીં ફેમસ હસ્તીઓના થઇ ચુક્યા છે લગ્ન:આ મંદિરમાં પહેલા પણ ઘણી એવી ફેમસ હસ્તીઓના લગ્ન થઇ ચુક્યા છે જેની ટીવી કલાકાર કવીકા કૌશિક અને ઉત્તરાખંડ ના રાજ્યમંત્રી ડા.ધનસિંહ રાવતનું નામ શામિલ છે. પણ અંબાણી પરિવાર સાથે જોડાયેલી લગ્નની ખબર સામે આવ્યા પછી સરકાર ખૂબ જ ઉત્સાહી દેખાઈ રહી છે. ઉત્તરાખંડના ધર્મસ્વ સંસ્કૃતિ મંત્રી પર્યટન મંત્રી સપતાલ મહારાજનું કહેવું છે કે આ વિવાહથી નિશ્ચિત રીતે લાભ મળશે. તેજીમાં આ જગ્યા ડેસવાહ દુનિયાની નજરમાં હશે.

ત્રિગુણી મંદિરની ખાસ વાતો:આ મંદિર છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ને સમર્પિત, અને શિવ-પાર્વતી વિવાહ સ્થળ હોવાને લીધે આ મંદિરનું મહત્વ વધી ગયું છે, આજ કારણ છે કે દૂર-દૂર થી ભક્તિ શિવ અને નારાયણનો આશીર્વાદ લેવા માટે આ મંદિરમાં આવે છે અને મન્નત માંગે છે.

શિવ-પાર્વતીના લગ્નમાં વિષ્ણુ જી બન્યા હતા પાર્વતી ના ભાઈ:ધાર્મિક માન્યતા છે કે માતા-પાર્વતી અને ભગવાન શિવના લગ્નમાં ભગવાન વિષ્ણુએ માતા પાર્વતી ના ભાઈ ની ભૂમિકા ભજવી હતી અને ભાઈ દ્વારા બહેનના લગ્નમાં કરવામાં આવનારા દરેક રીત રિવાજો ભગવાન વિષ્ણુએ પુરા કર્યા હતા. આ મંદિરમાં સ્થિત કુંડ વિશે કહેવામાં આવે છે કે વિવાહ સંસ્કાર કરવાથી પૂર્વ ભગવાન વિષ્ણુ ને આ કુંડમાં સ્નાન કર્યું હતું।

ફેરાના સમયે અહીં બેઠા હતા શિવ-પાર્વતી:શિવ-પાર્વતી લગ્નમાં ભગવાન બ્રમ્હાજીએ પુરોહિતનું કાર્ય કર્યું હતું અને શિવ પાર્વતી ના વિવાહ સંસ્કાર ને સંપન્ન કરાવ્યા હતા. આ મંદિરમાં તે સ્થાન તમે જોઈ શકો છો કે જ્યાં, ફેરાના સમયે શિવ-પાર્વતીએ આસન ગ્રહણ કર્યું હતું। સાથે જ બ્ર્મ્હકુંડ પણ આ મંદિર પરિસરમાં સ્થિત છે. કહેવામાં આવે છે કે લગ્ન સંસ્કાર કરાવતા પહેલા બ્રમ્હાજીએ આ કુંડમાં સ્નાન કર્યું હતું।.

આ અગ્નિકુંડ માં ફેરા લીધા હતા શિવ પાર્વતીએ:આ મંદિરમાં સ્થિત હવનકુંડમાં દરેક સમયે અગ્નિ સળગતી રહે છે. આ અખંડ જ્વાળા વિશે કહેવામાં આવે છે કે આ તે જ સમયથી સળગી રહેલઈ છે જયારે શિવ-પાર્વતીએ ફેરા લીધા હતા. તેને લગાતાર પ્રજ્વલિત રાખવામાં આવે છે. આ મંદિરમાં દર્શન કરવાથી આવનારા ભક્તો આ કુંડની રાખ ને પોતાની સાથે પ્રસાદના રૂપમાં ઘરે લઇ જાય છે અને શુભ કાર્યોના દરમિયાન તેનું તિલક લગાવે છે.

મંદિરમાં ઉપસ્થિત છે સ્તંભ:આ મંદિરમાં શિવ-પાર્વતી ના ફેરાના હવનકુંડ થી અમુક જ અંતર પર એક સ્તમ્ભ બનેલો છે. આ સ્તંભ વિશે કહેવામાં આવે છે કે શિવજી ને વિવાહ સંસ્કાર માં ઉપહાર સ્વરુ એક ગાય મળી હતી. તે ગાયને જે સ્તંભ માં બાંધવામાં આવ્યા હતા તેને પણ અહીં જોઈ શકાય છે.

અહીં વિવાહ સંસ્કાર સંપન્ન કરવાનું છે મહત્વ:અહીં એ ધારણા છે કે આ મંદિરમાં લગ્ન બંધનમા બંધાવા પર નવયુગલના જીવનમાં ખુશી, અને સફળતા બની રહે છે.મંદિરના મહત્વને જોતા અહીં ઘણા યુગલો લગ્ન કરવા માટે આવે છે. કહેવામાં આવે છે કે ભગવાન શિવ અને માં પાર્વતીના આશીર્વાદ પોતાના બાળકોને પાવાની ઈચ્છાથી જ મુકેશ અંબાણી પોતાના દીકરા આકાશ અને શ્લોકા ના લગ્ન અહીં કરાવા માગે છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here