ગરીબોની ચિંતા ખતમ, 10,000 યુગલોના સમૂહલગ્ન… 51 કરોડનો ખર્ચો અને કન્યાના ખાતામાં 35000 રૂપિયા… જાણો કોણે કર્યું આ કામ

0

એક દિવસમાં 10,000 યુગલોના સમૂહલગ્ન, આસાન કામ તો નથી ને! ઉપરથી બધી જ કન્યાઓના ખાતામાં 35000 રૂપિયા રોકડા. 6000 રૂપિયા પ્રતિ યુગલના લગ્નના આયોજન માટે, તો યુગલોને આપવામાં આવતી લગ્નની સામગ્રી પર 10,000 રુપિયા પ્રતિ યુગલનો ખર્ચ. કુલ મેળવીને 51 કરોડનો ખર્ચ…

તમે વિચારતા હશો કે કોઈ ધનવાન વ્યક્તિએ આ કામ કર્યું છે, પરંતુ ના… આ કામ કર્યું છે જનસંખ્યાના હિસાબથી સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશની સરકારે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે 9 ફેબ્રુઆરી 2019ના રોજ એક જ દિવસમાં 10,000 યુગલોના સમૂહલગ્ન સંપન્ન કરાવ્યા. ઉત્તર પ્રદેશના યોગી સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું હતું.

Representative Image

યુગલોના ફક્ત લગ્ન જ નથી કરાવ્યા પરંતુ તમામ કન્યાઓના ખાતામાં 35,000 રૂપિયા પણ આપવામાં આવ્યા છે. પહેલા એક યુગલના લગ્ન પર કુલ ખર્ચ 35000 રૂપિયા કરવામાં આવતો હતો જે વધારીને 51,000 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. યુગલોને ભેટ પણ આપવામાં આવે છે. પ્રતિ યુગલની ભેટનું બજેટ 10,000 રૂપિયા છે. આ પ્રસંગે ભોજન તથા વિશેષ ભોજનની વ્યવસ્થા પણ હોય છે. જેમાં એક યુગલના નામ પર કરવામાં આવતો ખર્ચ 6000 રૂપિયા હોય છે. બધા જ કામ ઉત્તરપ્રદેશ સરકારના સમાજ કલ્યાણ વિભાગની દેખરેખમાં થાય છે.

સમુહલગ્ન માટે 250 કરોડનું બજેટ 

ઉત્તરપ્રદેશ સરકાર અનુસાર, યોજના અંતર્ગત વર્ષ 2018-19માં સમૂહલગ્ન માટે 250 કરોડ રૂપિયાના બજેટની ફાળવણી કરવામાં આવી છે. સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત 34 હજારથી વધુ યુગલોના લગ્ન સંપન્ન થઇ ચુક્યા છે. આ પ્રયાસ સતત ચાલુ જ રહેશે. પરંતુ સમૂહ લગ્નનું આયોજન ત્યારે જ કરવામાં આવે છે, જયારે ઓછામાં ઓછા 10 યુગલો હોય. 10 યુગલો હોય તો જ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે.

લાભ લેવાની શરતો 

ઉત્તરપ્રદેશ સરકાર અનુસાર વાર્ષિક 2 લાખ રૂપિયાની આવકની સીમા અંતર્ગત આવનારા દરેક પરિવાર સમૂહ લગ્નની યોજનામાં સામેલ થઇ શકે છે. પરંતુ લગ્નમાં સામેલ થવા માટે વિકાસ ખંડ, જિલ્લા પંચાયત, નગર પંચાયત, નગરપાલિકા પરિષદ તથા નગર નિગમ સ્તર પર નોંધણી કરાવવાની હોય છે.

ખાસિયત 

રાજ્ય સરકાર મુજબ, સમુહલગ્ન યોજનામાં સમાજમાં સર્વધર્મ તથા સામાજિક સમરસતાને પ્રોત્સાહન મળે છે. અહીં બધા જ સમુદાયના તથા ધર્મના રીતરિવાજ મુજબ લગ્નની વ્યવસ્થા કરવામાં આવે છે. વિધવા, છૂટાછેડા, ત્યજી દેવાયેલાના પુનર્લગ્નની પણ વ્યવસ્થા હોય છે. દહેજથી મુક્તિ મળે છે. લગ્નમાં થતો વધારાનો ખર્ચો તથા ખોટા દેખાડા પર રોક લાગે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here