આ વખતની એકાદશીનું મહત્વ જ કંઇક અલગ છે. જુઓ એકાદશી તિથિ ,શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ.

0

દર મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષની એકાદશીને મળાવીને બે એકાદશી પડે છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છે કે એકાદશી એક દેવીના સ્વરૂપ હતું જેનો જન્મ ભગવાન વિષ્ણુ થી થયો હતો. આજે આપણે વર્ષ 2018 ની સૌથી મોટી એકાદશી નું શુભ મુહૂર્ત ,વ્રતની પૂજા વિધિ ,મહત્વ જોઈશું.

વર્ષ 2018 ડિસેમ્બર મહિનામાં એકાદશીનું વ્રત 3 ડિસેમ્બર સોમવારના દિવસે આવે છે.

તિથી:-

એકાદશી તિથિ :-2 ડિસેમ્બર રવિવાર 02:00 વાગે થી પ્રારંભ થશે.

એકાદશી તિથિ :-3 ડિસેમ્બર સોમવારે 12 :59 મિનિટ સમાપ્ત થશે.

માન્યતા એવી છે કે તિથી સૂર્યોદય પછી ગણવામાં આવે છે એટલા માટે એકાદશી તિથિ ત્રણ ડિસેમ્બરના દિવસે રાખવી.

ઉત્પન્ના એકાદશીનું વ્રત પૂજા વિધિ:-

એકાદશીનું વ્રત શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ વ્રતની તૈયારી દસમી તિથિથી કરવામાં આવશે ૧૦મી તિથિના દિવસે એ રાત્રે સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઇએ તેમજ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ

તેમજ આગલા દિવસે એકાદશીના દિવસે સવારે વહેલુ ઊઠીને શુભ મુહૂર્ત માં બધા જ કામ પતાવીને વ્રતનો સંકલ્પ કરવો જોઈએ.

ત્યારબાદ સ્વચ્છ કપડાં પહેરીને ભગવાન વિષ્ણુ તેમજ સમસ્ત દેવી દેવતાનું પૂજન કરી વ્રત કથા સાંભળવી જોઈએ.

રાતના સમયે ભજન-કીર્તન કરવવુ જોઈએ તેમજ બીજા દિવસે એટલે કે બારસના દિવસે પારણ કરવું જોઈએ પારણ ના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને બ્રાહ્મણ ને ભોજન કરાવવું તેમજ દાન-દક્ષિણા આપવી જોઈએ.

જે લોકો એકાદશીના વ્રત પૂજા કરે છે તે વ્યક્તિને પુણ્યફળની પ્રાપ્તિ થાય છે.

* જે લોકો ક્યારે પણ એકાદશીનું વ્રત નથી રાખતા અને તે લોકો એવું વિચારે છે કે હવે અમારે એકાદશીનું વ્રત રાખવું છે તો આ એકાદશી થી શરુ કરી શકે છે.

શાસ્ત્ર અને પુરાણો અનુસાર માર્ગશિષૅ માસની એકાદશી વ્રત શરૂ કરવુ.

કારણ કે એવું માનવામાં આવે છે કે હેમંત ઋતુ ની એકાદશીથી એકાદશીનું વ્રત શરૂ કરી શકાય છે.

ઉત્પન્ના એકાદશી નુ મહત્વ:-

માન્યતા અનુસાર એકાદશી એક દેવી હતી તે માર માર્ગશીર્ષ માસની કૃષ્ણ એકાદશીના દિવસે પ્રગટ થઈ હતી.

જેના કારણે એકાદશીનું નામ ઉત્પન્ના એકાદશી પાડવામાં આવ્યુ.

હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનુ ખૂબ જ મહત્વ માનવામાં આવે છે.

માન્યતા છે કે જે વ્યક્તિ ઉત્પન્ના આ એકાદશીનું વ્રત કરે છે તે લોકોને બધા જ તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે તેમજ તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને તે વિષ્ણુલોકમાં સ્થાન પામે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here