યુપી ATS એ દેવબંદથી ધરપકડ કરી જૈશના બે આતંકીની, ગ્રેનેડ એક્સપર્ટ છે શાહનવાઝ

0

ઉત્તર પ્રદેશ એટીએસએ જૈશ-એ-મોહમ્મદના બે આતંકી પકડયા છે. ડીજીપી ઓપી સિંહે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે રાતે ઉત્તરપ્રદેશ એટીએસને સંદિગ્ધ આતંકીઓની જાણકારી મળી હતી. કેટલાક કાશ્મીરીઓ દેવબંદમાં એડમિશન વિના રહેતા હતા. રાતે યુપી એટીએસના આઇજીએ દેવબંદમાં ઓપરેશન ચલાવ્યું. એટીએસે શાહનવાઝ અને આકીબ અહેમદ મલિકને પકડયા છે. બંનેને રિમાન્ડ પર લઈને વિસ્તારમાં પૂછપરછ કરવામાં આવશે.

ડીજીપી ઓપી સિંહે જણાવ્યું કે પકડવામાં આવેલા જૈશના આતંકીઓ શાહનવાઝ કુલગામ અને આકીબ પુલવામાના રહેવાસીઓ છે. શાહનવાઝ જૈશ-એ-મોહમ્મદનો સક્રિય આતંકવાદી છે. બંને લોકો જૈશ-એ-મોહમ્મદ માટે ભરતીનું કામ કરે છે. ઓપી સિંહે જણાવ્યું જે આરોપીઓ પાસે ૩૨ બોરની બે પિસ્તોલ અને 30 જીવતા કારતૂસ મળ્યા છે. બંનેના મોબાઇલમાંથી જેહાદી ચેટ્સ મળી છે. શાહનવાઝ ગ્રેનેડ્સનો એક્સપર્ટ છે.

આ પહેલા યુપી એટીએસે એક દુકાનદાર સહીત લગભગ 10થી 12 વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. જેમાં 2 કાશ્મીરના વિદ્યાર્થીઓ, 5 ઓરિસ્સા અને અન્ય અલગ-અલગ જગ્યાના હતા. આ છાપામારી રાતે લગભગ 2 વાગે કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ગુપ્તચાર સંસ્થાઓ તરફથી આતંકી હુમલાની સંભાવનાની જાણકારી મળી હતી. હાલમાં જ કાનપુર ટ્રેન ધમાકો પણ થયો. સાથે જ મહારાષ્ટ્રના રાયગઢમાં પણ બસમાં આઈઈડી બૉમ્બ મળવાથી અફરાતફરી મચી ગઈ હતી. જો કે આશંકાઓને લઈને સક્રિય થયેલી એજન્સીઓ સંદિગ્ધઓ પર નજર રાખીને બેસેલી છે. ત્યારે પોલીસ પણ સતર્ક છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here