હજી સુધી કુંવારી છે સાઉથ ની આ 6 અભિનેત્રીઓ, નંબર-2 ની સુંદરતા તો જોવા લાયક છે….

0

જો કે બૉલીવુડ માં ઘણી એવી અભિનેત્રીઓ છે જેઓ લગ્ન ના બંધન માં બંધાઈ ચુકી છે અને હાલના દિસવો માં તો બૉલીવુડ માં લગ્ન ની સીજન ચાલી રહી છે. પણ એવામાં એવી પણ ઘણી અભિનેત્રીઓ છે જેઓ સુંદર હોવા છતાં પણ અવિવાહિત છે. આજે અમે તમને સાઉથ ઇન્ડસ્ટ્રી ની એવી જ અમુક અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જેઓ એકદમ સુંદર છે અને લગ્ન માટે યોગ્ય છે છતાં પણ તેઓએ લગ્ન માટે કોઈને પસંદ કર્યા નથી. 1. રાશિ ખન્ના:
જણાવી દઈએ કે રાશિ એ સાઉથ ની ફિલ્મો સિવાય બૉલીવુડ માં પણ ઘણી એવી ફિલ્મો કરી છે. રાશિ એ બૉલીવુડ માં ફિલ્મ મદ્રાસ કૈફે માં કામ કર્યું હતું અને હજી સુધી તે કુંવારી છે.

2. તમન્ના ભાટિયા:સાઉથ અને બૉલીવુડ માં પોતાનો જલવો દેખાડનારી તમન્ના ને આજે દરેક કોઈ જાણે છે. તમન્ના ના સુંદરતા ના જેટલા વખાણ કરીયે તેટલા ઓછા છે અને તેની સુંદરતાની ચર્ચાઓ વિશ્વભરમાં કરવામાં આવે છે. જણાવી દઈએ કે તમન્ના જો કે ઘણા અભિનેતાઓ સાથે રિલેશન માં રહી ચુકી છે પણ તેણે લગ્ન માટે આજ સુધી કોઈને પણ પસંદ કર્યા નથી.

3. કાજલ અગ્રવાલ:કાજલ અગ્રવાલ એ સાઉથ ની સાથે સાથે બૉલીવુડ ની પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેને બૉલીવુડ માં સિંઘમ ફિલ્મ દ્વારા ઓળખ મળી હતી, જણાવી દઈએ કે કાજલ એ હજી સુધી લગ્ન કર્યા નથી.

4. નિત્યા મેનન:નિત્યા પણ સુંદર એકટ્રેસ હોવાની સાથે સાથે દમદાર એક્ટિંગ પણ કરે છે. નિત્યા એ હજી સુધી કોઈ સાથે લગ્ન કર્યા નથી.

5. રકૂલ પ્રીત સિંહ:રફૂલ એ સાઉથ ની ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમણે બૉલીવુડ ની ફિલ્મ ‘યારિયાં’ દ્વારા ખુબ લોકપ્રિયતા પણ મળી હતી. રકૂલ સુંદર હોવાની સાથે સાથે ખુબ જ બોલ્ડ પણ છે અને તે હજી સુધી કુંવારી છે.

6. કીર્તિ સુરેશ:કીર્તિ સાઉથ ની એક દમદાર અદાકારા છે. તેમણે પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત મલયાલમ ફિલ્મ ગીતાંજલિ દ્વારા કરી હતી. કીર્તિ એ પણ હજી સુધી લગ્ન માટે કોઈને પસંદ કર્યો નથી.

Author: GujjuRocks Team
સંકલન:કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

તો આટલું ભણેલી છે તમારી આ ફેવરીટ 11 સાઉથ અભિનેત્રીઓ, કોઈ છે એન્જીનીયર તો કોઈ છે ડોકટર..

દેશભરમાં મોજુદ છે તેમના દીવાનાઓ.

જ્યારે તમે ટીવી પર ચેનલ બદલી રહ્યા હોય ત્યારે કોઈ સાઉથ ઇન્ડિયન ફિલ્મ નજરમાં ન આવે તેવી તે કઈ રીતે બને? આજે હિન્દી મુવી ચેનલ્સ પર હિન્દી કરતા સાઉથ ઇન્ડીયન ફિલ્મો બધું દેખાડવામાં આવે છે. લોકો તેઓને ખુબ પસંદ પણ કરવા લાગ્યા છે. અમુક લોકો તો આ ફિલ્મો વિશે એવું પણ કહે છે કે આ ફિલ્મોમાં ઐક્શન ગમે તેવું હોય પણ તેની કહાની અને એક્ટ્રેસ જોરદાર હોય છે.  આજ કારણ છે કે સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસેસનાં દીવાનાઓ દેશભરમાં મોજુદ છે. આ સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસેસ માત્ર ટેલેન્ટ ના મામલામાં જ નહી પણ એજ્યુકેશન ક્વોલીફીકેશનનાં મામલામાં પણ કોઇથી કમ નથી. આવો તો જાણીએ તમારી ફેવરીટ સાઉથ ઇન્ડીયન એક્ટ્રેસેસનાં અભ્યાસ વિશે.

1. નયનતારા:
‘Arrambam’, ‘Thani Oruvan’, ‘Maya’ અને ‘Iru Mugan’ જેવી સુપરહીટ ફિલ્મોમાં કામ કરી ચુકેલી નયનતારાએ  Thiruvalla  માં માર્ટહોમ કોલેજથી ઈંગ્લીશ લીટરેચરમાં ગ્રેજયુએશન કર્યું છે.

2. અનુષ્કા શેટ્ટી:

‘બાહુબલી-2’ માં અનુષ્કાએ દેવસેના બનીને કરોડો લોકોને પોતાના દીવાના બનાવી લીધા છે. અનુષ્કાએ બેંગ્લોરનાં માઉન્ટ કૈરેમલ કોલેજથી BCA ની ડીગ્રી પૂરી કરેલી છે.

3. સામંથા અક્કિનેકી:

તમિલ ફિલ્મોમાં ફિલ્મફેયર અને નંદી એવોર્ડ્સ પોતાના નામ પર કરી ચુકેલી સામંથા  ‘Kaththi’ અને ‘Dookudu’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી ચુકી છે. તેઓએ ચેન્નાઈનાં સ્ટેલા મેરીસ કોલેજ થી કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

4. તમન્ના:      

‘મિલ્કી બ્યુટી’ નાં નામથી ફેમસ તમન્ના સાઉથની A-લીસ્ટ એક્ટ્રેસેસમાની એક છે. મહારાષ્ટ્રમાં જન્મેલી તમન્નાએ નેશનલ કોલેજથી BA કર્યું છે.

5. શ્રુતિ હસન:

સાઉથ ઇન્ડિયન સિનેમાનાં દિગ્ગજ અભિનેતા કમલ હસનની દીકરી શ્રુતિ હસન આજ ટોલીવુંડ ની ટોપ એક્ટ્રેસમાં શામિલ છે. શ્રુતિએ મંબઈનાં  St. Andrew’s કોલેજથી સાઈકોલોજી માં ગ્રેજયુએશન કર્યું છે.

6. કાજલ અગ્રવાલ:

‘Mersal’, ‘Temper’, ‘Thuppakki’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુકેલી કાજલ અગ્રવાલ ‘સિંઘમ’ અને ‘સ્પેશીયલ 26’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ નજરમાં આવી ચુકી છે. કાજલે ગ્રેજયુએશનમાં માર્કેટિંગ અને એડવરર્ટમાં સ્પેશલાઈજેશન કર્યું છે.

7. રકુલ પ્રીત સિંહ:

હિન્દી ફિલ્મ ‘યારીયા’ માં નજરમાં આવેલી રકુલ હવે સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરી રહી છે. તેણે ‘Nannaku Prematho’, ‘Sarrainodu’ અને ‘Dhruva’ જેવી ઘણી સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે દિલ્લી યુનીવર્સીટીથી મેથેમેટિક્સમાં ગ્રેજયુએશન કર્યું છે.

8. તાપસી પન્નું:સાઉથની ટોપ એક્ટ્રેસ તાપસી ‘પિંક’ અને ‘નામ શબાના’ જેવી બોલીવુડ ફિલ્મોમાં નજરમાં આવી ચુકી છે. તમને જાણીને હેરાની લાગશે જે તાપસીની ડીગ્રી એક એન્જીનીયરની છે. તેણે દિલ્લીમાં ગુરુ તેગ બહાદુર ઇન્સ્ટીટ્યુટ માંથી એન્જીનીયરીંગ કરેલું છે.

9. સાઈ પલ્લવી:મલયાલમ ફિલ્મ  ‘Premam’ દ્વારા ફેમસ થયેલી સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ સાઈ ડીગ્રીથી એક ડોકટર છે. તેણે Tbilisi State Medical University થી M.B.B.S. કર્યું છે.

10. પૂજા હેગડે:મિસ યુનિવર્સ ઇન્ડીયાની બીજી રનરઅપ રહી ચુકેલી પૂજા હેગડે ‘Oka Laila Kosam’ અને ‘Mukunda’ જેવી ઘણી ફિલ્મોમાં નજરમાં આવી ચુકી છે. તેમણે મુંબઈનાં MMK કોલેજથી ગ્રેજયુએશન કર્યું છે.

11. એમી જૈક્સન:જલ્દી જ રજનીકાંતની સાથે ‘રોબોટ-2’ માં નજરમાં આવનારી એમી જૈક્સન મૂળ રૂપથી ઇંગ્લેન્ડની રહેવાસી છે. તેમણે Woolton ના St Edward કોલેજથી લીટરેચરમાં ગ્રેજયુએશન કર્યું છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here