ઉજ્જૈન માં આ કાળભૈરવ નું પ્રસિધ્ધ મંદિર , માન્યતા તો એ છે કે અહીંયા ભગવાન ભૈરવ ની પ્રતિમા પીવે છે શરાબ. જાણો આ મંદિર થી જોડાયેલ ઘણા રાઝ ….

0

આપણા દેશ માં અનેક મંદિર એવા છે, જેના રહસ્ય પર થી હજુ સુધી પડદો નથી ઉઠ્યો. એવું જ એક મંદિર છે જે મધ્ય પ્રદેશ ના ઉજ્જૈન માં સ્થિત ભગવાન કાળ ભૈરવ નું. આ મંદિર ની ચમત્કારી વાત એ છે કે અહીંયા સ્થિત કાળ ભૈરવ ની પ્રતિમા શરાબ નું સેવન કરે છે. પ્રતિમા ને શરાબ પીતા જોવા માટે દેશ દુનિયા ના ઘણા લોકો ત્યાં પહોંચે છે.મંદિર ના પૂજારી ઓમપ્રકાશ ચતુર્વેદી ને અનુસાર આ મંદિર નું વર્ણન સ્કંદપુરાણ ના અવન્તિ ખન્ડ માં મળ્યું હતું. એમને અનુસાર આ મંદિર માં ભગવાન કાલભૈરવ નું વૈષ્ણવ સ્વરૂપ નું પૂજન કરવા માં આવે છે.   આ મંદિર થી જુડેલ અનેક વાતો પ્રચલિત છે. ઉજ્જૈન ના રાજા ભગવાન મહાકાલ એ જ કાળ ભૈરવ ને આ સ્થાન પર શહેર ની રક્ષા માટે નિયુક્ત કર્યા છે. એટલા માટે કાળ ભૈરવ ને શહેર ના રક્ષક કહેવા માં આવે છે.

અહીંયા શરાબ પીવે છે કાળ ભૈરવ

ભગવાન કાળ ભૈરવ નું મંદિર ક્ષિપ્રા નદી ના કિનારે ભૈરવગઢ ક્ષેત્ર માં સ્થિત છે. આ મંદિર ની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીંયા ભગવાન કાળ ભૈરવ ની પ્રતિમા ને શરાબ નો ભોગ લગાવવા માં આવે છે અને આશ્ચર્ય ની વાત એ છે કે જોતા જ જે પાત્ર માં શરાબ નો ભોગ લગાવવા માં આવ્યો હોય એ ખાલી થઈ જાય છે. આ શરાબ ક્યાં જાય છે એ રહસ્ય આજે પણ કાયમ છે. અહીંયા દરરોજ શ્રદ્ધાળુઓ ની ભીડ રહે છે અને એ ચમત્કાર ને એની આંખો થી જુએ છે.

લગભગ એક દશક પહેલા મંદિર ની ચારે બાજુ થયું હતું ખોદ કામ

એક દશક પહેલા મંદિર ની ઇમારત ને મજબૂતી આપવા માટે બહાર ની તરફ વધુ નિર્માણ કરાવવા માં આવ્યું હતું અને એ નિર્માણ દરમિયાન મંદિર ની ચારે બાજુ 12 – 12 ફૂટ ઊંડું ખોદકામ કરવા આવ્યું હતું. એ ખોદકામ દરમિયાન ત્યાં કેટલાય લોકો ઉપસ્થિત હતા . બધા એ જ જાણવા માંગતા હતા કે જ્યારે કાલભૈરવ શરાબ નું સેવન કરે છે તો એ શરાબ ક્યાં જાય છે.

એ જાણવા માટે જ કેટલાય લોકો ત્યાં પહોંચ્યા હતા પણ એ ખોદકામ દરમિયાન ત્યાં એવું કાંઈ મળ્યું નહીં જેને કારણે લોકો ના પ્રશ્નો નું સમાધાન ન થયું. આ મંદિર ના રહસ્ય જાણવા અનેક વૈજ્ઞાનિકો પણ આવ્યા ,પણ એ લોકો આ ચમત્કાર પાછળ નું કારણ જાણી ન શક્યા.

એક હજાર વર્ષ પહેલાં થયું હતું પુનનિર્માણ
ભગવાન કાળ ભૈરવ નું મુખ્ય મંદિર શહેર થી થોડું દૂર બનાવવા માં આવ્યું છે. એ સ્થાન ભૈરવગઢ ના નામ એ પ્રસિદ્ધ છે. કાળ ભૈરવ નું મંદિર ઊંચી ચોંટી પર બનાવેલ છે અને તેની ચારે બાજુ ઊંચી દીવાલો બનેલ છે. પૂજારી ચતુર્વેદી મુજબ આ મંદિર લગભગ એક હજાર વર્ષ પહેલાં પરમાર કાલીન રાજાઓ એ કરાવ્યું હતું

આ નિર્માણ કાર્ય દરમિયાન મંદિર માં જૂની સામગ્રીઓ નો જ ઉપયોગ કરવા માં આવ્યો છે.  આ મંદિર ને મોટા મોટા પથ્થરો જોડી ને બનવવા માં આવ્યું છે. આ મંદિર આજે પણ મજબુત સ્થિતિ માં છે. દરવર્ષે માગશર મહિના માં કૃષ્ણ પક્ષ ની આઠમ ના દિવસે કાળ ભૈરવ ની સવારી નીકળે છે. પુરાણો માં જે અષ્ટભૈરવ નું વર્ણન છે એમાં તે પ્રમુખ છે.

સિંધિયા પરિવાર તરફ થી આવે છે પાઘડી
આ મંદિર માં ભગવાન કાળ ભૈરવ ની પ્રતિમા સિંધિયા પાઘડી પહેરેલ દેખાય છે. આ પાઘડી ગ્વાલિયર ના સિંધિયા પરિવાર તરફ થી આવે છે. આ પ્રથા કેટલાય વર્ષો થી ચાલતી આવે છે. આ વિશે એક માન્યતા છે કે 400 વર્ષ પહેલાં સિંધિયા પરિવાર ના રાજા  મહાદજી સિંધિયા શત્રુ રાજા ઓ થી ખરાબ રીતે પરાજીત થયા હતા. એ સમયે તે કાળ ભૈરવ ના મંદિરે પહોંચ્યા અને તેમની એ પાઘડી ત્યાં જ પડી ગઈ. ત્યારે  તેમને એ પાઘડી ભગવાન કાળ ભૈરવ ને સમર્પિત કરી દીધી અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવા માટે ની પ્રાર્થના કરી.

એના પછી રાજા એ બધા શત્રુઓ પર વિજય મેળવ્યો અને લાંબા સમય સુધી કુશળ શાસન કર્યું. ભગવાન કાળ ભૈરવ ના આશીર્વાદ થી એમને એમના જીવનકાળ માં કોઈ પણ યુદ્ધ ન હર્યું. એ પ્રસંગ બાદ આજે પણ ગ્વાલિયર ના એ રાજપરિવાર તરફ થી જ કાળ ભૈરવ માટે પાઘડી આવે છે.

કેવી રીતે પહોંચવું ઉજજૈન

ભોપાલ અમદાવાદ રેલવે લાઇન પર સ્થિત ઉજ્જૈન એક પ્રસિધ્ધ યાત્રા સ્થળ છે. અહીંયા લગભગ દરેક ટ્રેન નો સ્ટોપ છે. મધ્યપ્રદેશ ની વ્યવસાયિક રાજધાની ઇન્દોર થી ઉજ્જૈન માત્ર 60 કિલોમીટર દૂર છે. આ દુરી બસ કે કોઈ પણ વાહન દ્વારા સેહલાય થી નક્કી કરી શકાય છે.

Author: GujjuRocks Team

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here