ટ્વિન્કલ ખન્નાએ શેર કરી પોતાના પહેલા પીરીયડ્સની કહાની, દાગ જોઇને લગાવી હતી દોડ…..વાંચો આગળ શું શું કહ્યું..

0

એક ઇવેન્ટમાં ટ્વિન્કલ ખન્નાએ પીરીયડ્સને લઈને વાત કરી હતી. તેમણે ઇવેન્ટમાં પોતાના પહેલા માસિકધર્મની કહાની કીધી હતી.

ટ્વિન્કલ ખન્ના સાથે અક્ષય કુમાર:

ડાયરેકટર આર બાલ્કીની  ફિલ્મ ‘પેડમૈન’ 9 ફેબ્રુઆરી ના રોજ રીલીઝ થવાની છે. આ ફિલ્મ માસિકધર્મ અને સેનેટરી પૈડસ જેવા સબજેકટ પર બનાવવામાં આવેલી છે. ફિલ્મના પ્રોડ્યુસર ‘ટ્વિન્કલ ખન્ના’ હાલના દિવસોમાં ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. હાલ માં જ એક ઇવેન્ટમાં ટ્વિન્કલ ખન્નાએ પીરીયડ્સને લઈને વાત કહી હતી. તેઓએ ઇવેન્ટમાં પોતાના પહેલા પીરીયડ્સની કહાની બતાવી હતી. ટ્વિન્કલે જણાવ્યું કે,’મને યાદ છે કે જ્યારે હું બોર્ડીંગ સ્કુલમાં હતી અને મને આ બધા વિશેની કોઈ જાણકારી ન હતી.

ત્યાં મને પીરીયડ્સ વિશે જણાવા માટે માં કે પછી માસીનો સાથ ન હતો. એક દિવસ સ્કુલમાં કૈટીનમાં મને લાગ્યું કે મારા યુનિફોર્મમાં દાગ લાગી ગયો છે. મેં જોઇને તરત જ દોડ લગાવી અને મારા રૂમમાં જઈને કપડા બદલી નાખ્યા. હું ખુશ નસીબ હતી કે એ દાગ માત્ર ને જ જોયો હતો. ટ્વિન્કલે કહ્યું કે પીરીયડ્સ પર વાત કરવા માટે શરમ  ન કરવી જોઈએ’.

અક્ષય કુમાર અને રાધિકા આપ્ટે:

ઇવેન્ટનાં સમયે ટ્વિન્કલે એક બીજી કહાની પણ સંભળાવી હતી. તેમણે જણાવ્યું કે આગળના વર્ષ દક્ષીણ ભારતમાં એક ટીચરે 12 વર્ષની એક સ્ટુડેન્ટને ક્લાસ માંથી માત્ર એટલા માટે બહાર નીકાળી કેમ કે, પીરીયડ્સ ને લીધે તેના કપડા અને સીટ પર દાગ લાગી ગયા હતા. આ સ્ટુડેન્ટે ત્યાંની બાલકની માંથી કુદીને આત્મહત્યા કરી લીધી હતી. તેમણે કહ્યું કે આ બોડીની સામાન્ય પ્રક્રિયા છે અને તેને લઈને શર્મીન્દગી મહેસુસ કરવી ન જોઈએ. તેમનું કહેવું છે કે પૈડમૈન જોયા બાદ કોઈપણ ગર્લનો શર્મનો સ્તર ઘણા હદ સુધી ઓછો થઇ જશે.

અક્ષય કુમાર અને સોનમ કપૂર:

તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘પૈડમૈન’ કોયંબટુર નિવાસી અરુણાચલ મુરુગનંથમના જીવન પર આધારિત છે. અરુણાચલની મહિલાઓ માટે સસ્તા ભાવ પર સૈનેટરી નૈપકીન બનાવ્યા હતા અને આ દીશામાં એક કદમ વધાર્યું હતું. ફિલ્મનું જે ટ્રેલર સામે આવ્યું છે, જેમાં અક્ષય કુમારને સૈનેટરી નૈપકીન બનાવાની મશીન બનાવતા બતાવવામાં આવેલા છે. જો કે આ કામમાં તેમની વાઈફને શરમિંદગી મહેસુસ થતી હોય છે અને ગામના લોકો પણ તેનો મજાક ઉડાવતા હોય છે. ગત દિવસોમાં ફિલ્મ પ્રમોશનનાં સમયે સોનમ કપૂરે સૈનેટરી પૈડ્સ વહેંચ્યા હતા.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡