ત્વચા અને વાળ માટે રામબાણ ઈલાજ છે આ ફળ, ફાયદા જાણીને આજથી જ ખાવાનું શરૂ કરી દેશો…..

0

ચીકુ જેવા દેખાતા અને ખાટા-મીઠા સ્વાદ ધરાવતું કીવી પોતાના ગુણો માટે જાણવામાં આવે છે. તેને ખાવાના ઘણા ફાયદાઓ છે. તેને ડેઝર્ટ ના રૂપમાં પણ ખાઈ શકાય છે. આ ફ્રૂટ દરેક રૂપથી તમને ફાયદો જ કરાવે છે. કીવી ખાવાથી તમારી ત્વચા નિખરી જાય છે. વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ્સનો સારો સ્ત્રોત હોવાથી તે તમારી ત્વચા અને વાળ માટે ખુબ જ સારું માનવામાં આવે છે.
કીવી માં ઉપસ્થિત એન્ટીઓક્સીડેન્ટ અને સેરોટોનિન ઊંઘ લાવવામાં મદદ કરે છે. આ કમ્પાઉન્ડ્સ તમારા સ્લીપિંગ ડિસઓર્ડર ને ઠીક કરે છે જેનાથી તમે રાતે યોગ્ય રીતે ઊંઘ લઇ શકશો.  કીવીમાં ભરપૂર માત્રામાં વિટામિન સી મળી આવે છે, જેમાં સંતરા અને લીંબુ કરતા અનેક ગણું વિટામિન સી હોય છે. તેના ઉપીયોગથી તમારી રોગ પ્રતિકારક ક્ષમતા વધશે અને મજબૂતી મળશે.શરીર માટે ફાઈબર જરૂરી છે અને કીવી ડાયેટરી ફાઈબર નો સારો એવો સોર્સ છે. ફાઈબરયુક્ત ચીજો ખાવાથી કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અને બ્લડ શુગર જેવી બીમારીઓથી બચી શકાય છે.

Author:
GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!