ટેલેવિઝનની મોસ્ટ પોપ્યુલર સિરિયલ ‘કસોટી જિંદગી કી’ ના 9 સ્ટાર્સ જુઓ અત્યારે કેવા દેખાઈ રહ્યા છે તે…જુઓ બધાની તસવીરો ….

0

મિત્રો, ટીવી પર ઘણી જૂની સિરિયલો ખૂબ પોપ્યુલર થઈ હતી. તેમજ તેમાં કામ કરતાં કલાકારોને પણ લોકોએ ખૂબ પસંદ કર્યા હતા, તેમજ લોકો હંમેશાં તેમની રાહ જોતા રહેતા. તેમાંની એક સીરિયલ હતી. ‘કસોટી જિંદગી કી’ બધાને એ તો યાદ જ હશે કે આ સિરિયલનો ચાહકવર્ગ ખૂબ વિશાળ હતો. તો સિરિયલમાં કામ કરતાં કેટલાક પાત્રોની એવી ફોટો અમે તમારી સાથે શેર કરવા જઈ રહ્યા છીએ જે જોઈને તમને ખ્યાલ આવશે કે આ શોમાં કામ કરતાં હતા ત્યારે તેઓ કેવા લગતા ને અત્યારે કેવા લાગી રહ્યા છે.

શ્વેતા તિવારી:

આ સિરિયલની મુખ્ય ભૂમિકામાં જોવા પ્રેરણાને 9 વર્ષ થઈ ગયા છે. પરંતુ તેમની સુંદરતા આજે પણ એની એ જ છે. જોકે હાલ શ્વેતા હવે બે બાળકોની માતા છે. છતાં તેની સુંદરતા આજે પણ એવી જ રહી છે.

રોનીત રોય: –

રોનીત રોય, જેમણે આ સિરિયલમાં મી. બજાજની ભૂમિકા નિભાવી હતી. જો કે આજે તેમનો દેખાવ થોડો બદલાઈ ગયો છે. રોનીત રોયે બોસ, કબીલ, મુન્ના માઇકલ જેવી અનેક બોલિવુડ ફિલ્મોમા કામ કરી ચૂક્યા છે. જે હિટ ફિલ્મોનો ભાગ છે.

કરણવીર બોહરા: –

આ સિરિયલમાં તેનો રોલ પ્રેરણાના દીકરા પ્રેમની ભૂમિકામાં જોવા મળ્યો હતો. જો કે કરણવીર સમય જતાં વધારે હેન્ડસમ બનતો ગયો છે. ટીવી જગતની ફેમસ સિરિયલ નાગીન 2માં પણ જોવા મળ્યો હતો.

શબ્બીર અહલુવાલિયા :-

જેમણે સીરિયલમાં સ્નેહના બીજા પતિની ભૂમિકા નિભાવી હતી તે શબ્બીર હમેશા તેની સ્ટાઇલના કારણે ચર્ચામાં રહ્યો છે. પરંતુ આમ જોઈએ તો અત્યારે તે એટલો સ્માર્ટ ને સ્ટાઈશ નથી રહ્યો. તેને શૂટ આઉટ લોખંડવાળામાં પણ કામ કર્યું છે.

સુરવીન ચાવલા:

આ સીરિયલમાં ભૂમિકા કસકની ભૂમિકા ભજવનાર સુરવીન ચાવલામાં ઘણા ફેરફાર થયા છે. હાલ તે બોલીવુડની હોટ એક્ટ્રેસમાંની એક છે.

જયતિ ભાટિયા:

અનુરાગની કાકી ગીતા બાસુની રોલની ભૂમિકા અદા કરનાર તેના વધેલાં વજનને કારણે દેખાવ તેના દેખાવમાં ફેરફાર જરૂર આવ્યો છે. પરંતુ આજેય તે સુંદર તો દેખાઈ જ રહી છે. અને તેને સસુરાલ સીમર કા નામની સિરિયલમાં પણ કામ કર્યું છે.

શ્રીયા શર્મા:

આ સિરિયલની નાનકડી સ્નેહા યાદ છે ને ? જ્યારે તે નાની હતી ત્યારે તો ખૂબ જ સુંદર હતી, પરંતુ હવે તે વધુ સુંદર અને ક્યૂટ બની ગઈ છે.

કૃતિકા સેંગર:

કૃતિકા પણ આ સિરિયલનો એક ભાગ રહી ચૂકી છે. તમે કૃતિકાને પ્રેરણા પૌત્રીની ભૂમિકામાં જોઈ છે. કૃતિકા આજે પણ સુંદર દેખાય છે.

કરણસિંહ ગ્ર્રોવર: –આ સિરિયલમાં નકારાત્મક ભૂમિકા ભજવનાર કરણ સિંહ ગ્ર્રોવર આજે ઘણો બદલાઈ ગયો છે, કરણ પહેલા કરતાં વધુ સુંદર દેખાય છે અને ઘણી બોલિવુડ ફિલ્મોમાં પણ જોવા મળે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here