TV નો નંબર 1 કોમેડી લોકપ્રિય શૉ “તારક મહેતા” માં દયાભાભી વાપસી કરશે કે નહિ? આવી ગયો જવાબ…

0

ફેમસ સિરિયલ ”તારક મેહતા કે ઉલ્ટા ચશ્માં માં” દયાભાભી નો કિરદાર નીભાવી રહેલી એક્ટ્રેસ દિશા વકાણી આગળના વર્ષ થી મૈટરનીટી લિવ લઈને શો માંથી બ્રેક લીધો હતો. ચર્ચા એ હતી કે દિશા હવે ઓક્ટોબર મહિનામાં આ શો માં કમબેક કરશે પણ અત્યાર સુધી તે આ શો માં નજરમાં આવી નથી. પતિ નથી ખુશ:

હવે એ જાણકારી મળી છે કે દિશા ના શો પર કમબેક કરવાના નિર્ણય થી તેના પતિ ખુશ નથી. એવામાં બની શકે કે દિશા પાછી ક્યારેય પણ આ શો માં જોવા ના મળે. સેટ પરની જાણકારી અનુસાર દિશા શો પર આવવા માટે તૈયાર જ છે, તે ફરીથી કામ શરૂ કરવા માગે છે, આ સિવાય તેણે પોતાનો એન્ટ્રી પ્રોમો પણ શૂટ કરાવી લીધો છે પણ હવે તેના પતિ નથી ઇચ્છતા કે તે શો માં ફરી કામ કરવા માટે જાય. તે ઈચ્છે છે કે તે પોતાનું કેરિયર છોડીને માત્ર તેની દીકરી ના ઉછેર માં જ ધ્યાન આપે. જેને લીધે હવે દિશા પણ કનફ્યુઝ છે કે તે શો માં પાછી કામ માટે આવે કે નહીં?

પતિ ની ઈચ્છા વિરુદ્ધ ન જઈ શકે દિશા:

તે કામ પણ કરવા માંગે છે અને પોતાના પતિની મરજીની વિરુદ્ધ પણ જઈ શકે તેમ નથી. તેણે પ્રોડ્યુસર અસિત મોદી સાથે પણ વાત કરી લીધી છે અને હવે તે ક્યારેય આ શો પર પાછી નહીં આવે. હવે ચૈનલ અને મેકર્સ એ પણ તેના પાછા આવવાની ઉમ્મીદ છોડી દીધી છે.

કોમેડીમાં નંબર-1શો:

ખાસ વાત એ છે કે આગળના એક વર્ષ થી દિશા ની ગેરહાજરી માં પણ આ શો પર કોઈ જ ફરક પડ્યો નથી. શો આજે પણ કોમેડી કેટેગરી માં નંબર-1 પર જ છે. એવામાં બની શકે કે મેકર્સ હાલ દિશા ને કોઈ અન્ય એક્ટ્રેસ માં રિલ્પેસ પણ ના કરે. મેકર્સ શો માં હાલ ગોકુલધામ સોસાયટીના બીજા કપલ્સ પર વધુ ફોકસ કરશે. આ સિવાય જો દિશા ફરીથી જોઈન કરવાનું ઇચ્છશે તો મેકર્સ ને તેમાં કોઈ જ સમસ્યા નહીં થાય. તેનું શો માં સ્વાગત કરશે જ.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ શો ના આ 13 પ્રશ્નોના જવાબ આજ સુધી કોઈ જાણી નથી શક્યુ

આજના મોર્ડન યુગમાં ‘તારક મહેતા કા ઉલ્ટા’ ચશ્માં દર્શકો દ્વારા સૌથી વધુ માત્રામાં જોવામાં આવતો શો છે. આજે આ શો ખુબ ધમધમી રહ્યો છે. આ શો ના દરેક કીરદારો ખુબ રોમાંચિત છે. જેઠાલાલ થી લઈને અબ્દુલની દુકાન સુધીના દરેક કીરદારો લોકોને ખુબ પસંદમાં આવે છે. આ શોના કીરદારો પહેલા પણ ઘણા શો માં કામ કરી ચુક્યા છે, પણ આ દરેક કીરદારોને લોકપ્રિયતા આ શો થી જ મળી છે. રોજ સાંજે 8.30 વાગે દરેકના ઘરમાં આ શો નો ડંકો ન વાગતો હોય તેવું તે કઈ રીતે બને. આ શોની કોમેડી સાંભળતા જ જાણે કે પુરા દિવસની થકાન દુર થઇ જાય છે. બાળકોથી માંડીને વડીલો પણ આ શો જોવાનું પસંદ કરે છે. અ શો જો કે 1700 જેટલા એપિસોડ ક્રોસ કરી ચુક્યો છે. સતત 7 વર્ષથી ચાલતા આ શો માં ઘણી એવી મિસ્ટ્રી અને પ્રશ્નો દરેક દર્શકોના મનમાં ઉદ્દભવે છે, જેના જવાબ આજ સુધી આ શો માં જોવામાં આવ્યા નથી.

જાણો આ શો ના 13 એવા પ્રશ્નો જેના જવાબ જાણવા હર કોઈ ઉત્સુક છે.

 

1. વાસ્તવમાં દયા ભાભી ની માતાજી કોણ છે? જ્યારથી આ શો ચાલુ થયો છે ત્યારથી જ દયાભાભી પોતાની માતાજી સાથે દરેક એપિસોડમાં માત્ર ફોન પર વાત કરતી જ નજરમાં આવી છે, પણ ક્યારેય તેની માતાજી ગોકુલધામમાં આવી નથી. કદાચ હવે તો આ પ્રશ્ન C.I.D. જ સોલ્વ કરી શકશે.

2. પહેલેથી જ જેઠા લાલ ને ખરાબ નસીબ(પનૌતી) માટે માનવામાં આવે છે. આત્યાર સુધીનો આ વિચાર ક્યારે બદલાશે. શું જાણો છો તમે?

3. શો ની શરૂઆતથી જ નટુ કાકા અને બાઘા પોતાના પગાર વધારવા માટે જેઠાલાલ સામે વિનંતી કરતા હોય છે. દુનિયા ક્યાંથી ક્યા પહોંચી ગઈ છે પણ તેઓનો પગાર હજી ત્યાજ અટકેલો છે.

4. શું એવું કોઈ કામ છે જે બાઘા આજ સુધીમાં કરી શક્યો ન હોય. એ પછી પોતાની સગાઈ હોય કે ફોન રીપેર કરવાનું હોય.

5. આખરે પીંકુના માતા-પિતા કોણ છે? આ શો ના શરૂઆતથી જ પીંકુ ટપુ સેનાનો હિસ્સો રહ્યો છે. પણ તેનું ઘર, માતા-પિતા ગોકુલધામ સોસાઈટીમાં ક્યા છે એ પણ એક પ્રશ્ન છે.

6. ઓફો.. હવે ક્યારે પોપટલાલના લગ્ન થશે? લાગે છે કે પોપટલાલ દુનિયાનો બેસ્ટ બેચલર છે.  જો કે પરફેક્ટ યુવતી શોધવાની બાબતમાં તે પણ રાહુલ ગાંધી અને સલમાન ખાન સાથે મળી જાય છે.

7. સુંદર જેઠાલાલને મુર્ખ બનાવાનું ક્યારે બંધ કરશે? જ્યારે પણ ગોકુલધામમાં ટેક્ષીની હોર્ન વાગે કે સમજી જ જવાય છે કે જેઠાલાલ માટેનો જ બુલાવો છે. અને કહેવા માંગે છે કે લાવો ટેક્ષીનું ભાળું.

8. શું એવું ક્યારેય પણ બન્યું છે કે મોડું ઉઠવાથી જેઠાલાલ પર ચાચાજી ગુસ્સે થયા ન હોય. લાગે છે કે ચંપક ચાચા એ યુનિવર્સલ ચાચા બનવાનો નિર્ણય કર્યો છે.

9. આખરે જેઠા-બબીતાની મિસ્ટ્રી શું છે? જેઠાલાલ શું ઈચ્છે છે? આ તો ‘ઘર કી મુર્ગી દાલ બરાબર’ તેના જેવું છે.

10. અવાર નવાર ગોકુલધામમાં તહેવાર, ફંક્શન, પાર્ટી યોજવામાં આવે છે. લાગે છે કે સોસાઈટીના એકમેવ સેક્રેટરી પાસે ખુબ મોટું ફંડ લાગે છે.

11. કોઈ પણ માટે 24 દિવસોમાં 7 દિવસ ગરબા કરવા કઈ રીતે શક્ય છે. દયાભાભી પણ બહુ જુસ્સા અને એનર્જી વાળા લાગે છે.

12. જો કે નીતા રિપોર્ટર બીગ ચેનલ  “KAL TAK” ની રિપોર્ટર છે, તો શા માટે તે માત્ર ગોકુલધામ સોસાઈટી ને જ કવર કરે છે?
13. શું માત્ર ટપુ સેના જ ક્રાઈમ અને ગોકુલધામની મિસ્ટ્રી સોલ્વ કરવાનો એક માત્ર જ તરીકો છે? સોસાઈટીના કોઈ પણ પ્રશ્ન હોય કે પછી ભૂત ભગાડવાની વાત હોય, આજ સુધી એવું બન્યું છે કે ટપુ સેના તેને સોલ્વ કરી શકી ન હોય?

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here