ટીવી ની ‘સોનપરી’ તો તમને યાદ જ હશે, જાણો કેટલી બદલાઈ ગઈ છે, ઓળખવી છે મૂશ્કેલ….

0

બાળપણમાં તમે પણ મજેદાર ટીવી શો ‘સોનપરી’ જોઈ જ હશે. જો કે એ ખુબ જ ઓછા લોકો જાણતા હશે કે સોનપરી એટલે કે સોના આંટી નો કિરદાર નિભાવનારી એક્ટ્રેસ ક્યાં છે? સોના આંટી નું વાસ્તવિક નામ મૃણાલ કુલકર્ણી છે, જે મરાઠી બૉલીવુડ અને ટીવી ની દુનિયામાં કામ કરી ચુકી છે. વર્ષ 2016 માં તે મરાઠી ફિલ્મ અને ‘જરા હટકે’ માં નજરમાં આવી હતી.કોણ છે આ મૃણાલ કુલકર્ણી?:
 ટીવી તથા ફિલ્મી દુનિયાની ફેમસ એક્ટ્રેસ મૃણાલ કુલકર્ણી ના પિતા અને માતા પુણે વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર રહી ચુક્યા છે. તેમણે અહીં થી જ પોતાની માસ્ટર ડિગ્રિ પુરી કરી છે. મૃણાલ ના કેરિયરની શરૂઆત 13 વર્ષની ઉંમરમાં જ થઇ ગઈ હતી. તેમણે એક મરાઠી ટીવી સીરિયલમાં ‘રમાબાઈ પેશવા’ નો કિરદાર નિભાવ્યો હતો. આ કિરદાર દ્વારા તેને ઘણા લોકોની ઓળખાણ મળી હતી.

એક્ટિંગ ને લઈને સિરિયસ ન હતી:મૃણાલ એક્ટિંગને લઈને ક્યારેય પણ સિરિયસ ન હતી. પણ તેને એક્ટિંગ ક્ષેત્ર થી ઘણી ઓફરો આવવા લાગી હતી, જેના પછી તેમને આ જ ક્ષેત્ર માં પોતાનું કેરિયર બનાવાનો નિર્ણંય લીધો. તે પોતાના ઐતિહાસિક કિરદારો માટે ખુબ જ ફેમસ હતી. મૃણાલે સ્ક્રીન પર દ્રૌપદી, અહિલ્યા બાઈ હોલ્કર, રમાબાઈ જેવા ઘણા કિરદારોને જીવંત કર્યા હતા.

સોનપરી દ્વારા બની ફેમસ:જો કે મૃણાલે હિન્દી સિરિયલોમાં ખુબ જ ઓછું કામ કર્યું છે, જેમાની એક છે ‘સોનપરી’. આ શો પછી તે ખુબ જ ફેમસ બની ગઈ હતી. જેના દ્વારા તેને બાળકો પણ સોના આંટી ના નામથી જ જાણવા લાગ્યા હતા. સોનપરી શો વર્ષ 2000 માં શરૂ થયો હતો, જે 2004 સુધી ચાલ્યો. આ શો ને બાળકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવ્યો હતો.  લગ્ન પછી

લીધો કામમાં બ્રેક:મૃણાલે ગ્રેજ્યુએશન ખતમ કર્યા પછી પોતાના નજીકના મિત્ર રુચિર કુલકર્ણી સાથે લગ્ન કરી લીધા હતા. તેના અમુક સમય પછી તેમણે એક્ટિંગ થી દુરી બનાવી લીધી હતી.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here