ટીવી ની આ સૌથી સુંદર અભિનેત્રી કરવા જઈ રહી છે બીજીવાર લગ્ન, ઘણા અભિનેતાઓ પણ કરી ચુક્યા છે પ્રપોઝ…

0

જેનિફર વિંગેટ ટીવી જગત ની સૌથી ફેમસ અભિનેત્રી છે. તેમણે ઘણી સુપરહિટ સિરિયલો માં કામ કર્યું છે. તે દેખાવમાં એટલી સુંદર છે કે તેની સુંદરતા ની આગળ બૉલીવુડ ની અભિનેત્રીઓ પણ ફિક્કી લાગે છે. અમુક સમય પહેલા જ બંધ થયેલો તેનો શો ‘બેહદ’ ખુબ જ હિટ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે જેનિફર કરન સિંહ ગ્રોવર ની પૂર્વ પત્ની છે જયારે કરને અભિનેત્રી બિપાશા બાસુ સાથે લગ્ન કર્યા ત્યારે લોકો તેની તુલના જેનિફર સાથે કરી રહ્યા હતા. તમેં એ જાણીને હેરાન રહી જાશો કે જેનિફર સૌથી વધુ ફી લેનારી અભિનેત્રી છે. તે એક એપિસોડ માટે 1 થી 1.5 લાખ રૂપિયાનો ચાર્જ લે છે.
બીજા લગ્ન કરવા જઈ રહી છે જેનિફર:
ટીવી ની આ સૌથી ફેમસ અભિનેત્રી ટૂંક સમયમાં જ બીજી વાર લગ્ન કરવા જઈ રહી છે. 2018 તો લગ્ન ની સીઝન રહી જ છે, એવામાં આ નવા વર્ષના શરૂઆતના મહિનાઓમાં જેનિફર પણ લગ્ન કરી શકે તેમ છે. રિપોર્ટ અનુસાર જેનિફર હાલના દિવસોમાં ટીવી અભિનેતા ‘શેહબાન આજીમ’ ને ડેટ કરી રહી છે અને તે તેની સાથે લગ્ન કરીને પોતાના ફેન્સ ને સરપ્રાઈઝ આપી શકે તેમ છે.
પૂર્વ પતિ સાથે છૂટાછેડા થયેલા છે:
જેનિફર ના પહેલા લગ્ન કરન સિંહ ગ્રોવર સાથે થયા હતા, પોતાના મતબેદ ને લીધે બંને એ છૂટાછેડા લઇ લીધા હતા.જો કે જેનિફર સાથેના લગ્ન પહેલા કરન એક અન્ય યુવતી સાથે પણ લગ્ન કરી ચુક્યા હતા. તેના પહેલા લગ્ન ભિનેત્રી શ્રદ્ધા નિગમ સાથે થયા હતા જેની સાથે અલગ થયા પછી તેમણે જેનિફર સાથે સાત ફેરા લીધા હતા. જેનિફર સાથે પણ પોતાનું મન ન બનાવને લિધે તેમણે ત્રીજા લગ્ન બૉલીવુડ અભિનેત્રી બિપાશા બાસુ સાથે કર્યા છે. હાલ બન્નેનું વિવાહિત જીવન સારી રીતે ચાલી રહ્યું છે.
અભિનેતાઓ છે પણ તેની સુંદરતાના દીવાના:સામાન્ય લોકોની સાથે સાથે ઘણા અભિનેતાઓ પણ તેની સુંદરતાના દીવાના રહ્યા છે, ઘણા અભિનેતાઓ એ તો ખુલ્લેઆમ જેનિફર ને સોશિયલ મીડિયા પર પ્રપોઝ કરી નાખયું હતું. અમુક એ તો લગ્ન માટે પણ પ્રસ્તાવ મુક્યો હતો. તેને પ્રેમ કરનારાઓની લિસ્ટમાં ટીવી ના ફેમસ અભિનેતા ‘કરન વાહી’ પણ શામિલ છે.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here