ટીવી ની આ 4 અભિનેત્રીઓ માં બન્યા પછી ક્યારેય નજરમાં નથી આવી, એક તો માં બન્યા પછી એકદમ બદલાઈ ગઈ છે….

0

એક મહિલા માટે માં બનવાની ખુશી દુનિયાની સૌથી મોટી ખુશી હોય છે, પછી તે કોઈ સામાન્ય મહિલા હોય કે પછી કોઈ સેલિબ્રિટી, મોટાભાગે મહિલાઓ આ ખુશી માટે પોતાની દરેક જીવન શૈલી ને બદલી નાખતી હોય છે. એવું જ કઈક ટેલિવિઝનની અમુક અભિનેત્રીઓ ની સાથે જોવા મળ્યું છે જેઓએ ટીવી ની દુનિયામાં માં ખુબ જ નામ કમાયું છે પણ માં બન્યા પછી તેઓએ સ્ક્રીન પરથી દુરી બનાવી લીધી છે.

1. દીપિકા સિંહ: દીપિકા સિંહ સ્ટાર પ્લસ નો પોપ્યુલર શો દિયા ઔર બાતી દ્વારા લોકપ્રિય બની હતી. 5 વર્ષ સુધી ચાલેલા આ શો ને દર્શકો નો ભરપૂર પ્રેમ મળ્યો હતો. સંધ્યા બિંદણી ના રોલથી ઘર-ઘર માં ઓળખ મળી. 2014 માં તેમણે આ શો ના ડાયરેક્ટર દિપક ગોયલ સાથે લગ્ન કરી લીધા હતા. 2014 માં તેણે એક દીકરાને જન્મ આપ્યો હતો. દીપિકાએ દીકરાને જન્મ આપ્યા પછી અભિનય દુનિયાથી દુરી બનાવી લીધી છે.
2. દિશા વકાણી:દિશા એ 2015 માં મુંબઈ ના ચાર્ટેડ એકાઉન્ટ મયુર પાડિયા સાથે લગ્ન કર્યા હતા. દિશા એ પ્રેગ્નેન્સી ના દરમિયાન 4 મહિનાથી લિવ પર છે અને શો માં બતાવામાં આવ્યું છે કે તે પોતાની માં ના ઘરે ગઈ છે. તેમણે 30 નવેમ્બર ના રોજ એક ક્યૂટ દીકરી ને જન્મ આપ્યો હતો.

3. પરિધિ શર્મા:ટીવીની જાણીતી સિરિયલ જોધા-અકબર માં જોધા નો કિરદાર નિભાવનારી પરિધિ શર્મા ના ટીવી દુનિયામાં આવતા પહેલા જ લગ્ન થઇ ગયા હતા. તેના પતિ તન્મય સક્સેના અમદાવાદ ના છે અને ગ્લેમર ઇન્ડસ્ટ્રી થી દૂર રહે છે. હાલ માં જ તેની એક ફોટો સામે આવી છે જેમાં તે પરિવાર અને બાળકોની સાથે નજરમાં આવી રહી છે. આગળના વર્ષે પરિધિ એ એક દીકરાને જન્મ આપ્યો છે બસ ત્યારથી તે ટીવી થી દૂર રહી છે.

4. રોશની ચોપરા:રોશની ચોપરા ઘણી એવી સિરિયલો માં લીડ રોલ કરી ચુકી છે અને ઘણા રિયાલિટી શો ને પણ હોસ્ટ કરી ચુકી છે પણ દીકરાના જન્મ પછી થી રોશની એ ટીવી દુનિયાને અલવિદા કહી દીધું, રોશની એ 10 સપ્ટેમ્બર 2006 ના રોજ સિનેમેટોગ્રાફર સિદ્ધાર્થ આનંદ કુમાર સાથે લગ્ન કર્યા હતા. રોશની એ ‘कसम से’ , ‘चक दे बच्चे’, ‘इंडियाज गॉट टैलेंट’. कॉमेडी सर्कस’, ‘काव्यांजलि’ અને  ‘कॉमेडी नाइट्स विद कपिल’ જેવા શો માં જોવામાં આવી છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here