Tvના આ જાણીતા એક્ટરના પહેલાં લગ્ન ટક્યાં’તાં માત્ર 11 મહિના

 

‘બિગ બોસ’ની 11મી સિઝનમાં હિતેન તેજવાણી સ્પર્ધક તરીકે જોવા મળશે. હિતેન તેજવાણી સીરિયલ ‘કુટુંબ’થી ચાહકોમાં લોકપ્રિય બન્યો હતો. હિતેને આ જ સીરિયલની લીડ એક્ટ્રેસ ગૌરી પ્રધાન સાથે લગ્ન કર્યાં છે. જોકે, હિતેનના આ બીજા લગ્ન છે.

પહેલાં લગ્નનો 11 મહિનામાં જ અંતઃ


હિતેને પહેલાં લગ્ન પરિવારે પસંદ કરેલી યુવતી સાથે કર્યાં હતાં. ત્યારે હિતેન ટીવીમાં કરિયર બનાવવાનો પ્રયાસ કરતો હતો. જેને કારણે તે પોતાની પત્નીને સમય પણ આપી શકતો નહોતો. આ જ કારણથી બંનેના લગ્નનો અંત 11 મહિનામાં જ આવી ગયો હતો.

ગૌરી સાથે કર્યાં લગ્નઃ

સિંધી પરિવારમાં જન્મેલા હિતેને 2004માં ગૌરી પ્રધાન સાથે લગ્ન કર્યાં હતાં. ગૌરીએ 2009માં 11 નવેમ્બરે પુત્ર નેવાન તથા પુત્રી કાત્યાને જન્મ આપ્યો છે. ગૌરી પ્રધાન પણ સીરિયલ્સમાં જોવા મળે છે.

Source

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!