તુંમ્બરું ના બીજ ના આયુર્વેદિક ગુણો, ફાયદા અને ગુણધર્મો વિશે જાણો, અનેક રોગો ને કરે છે દૂર, ચમાડીનાં રોગો માટે ઉત્તમ…

0

ગુણધર્મો:આના ગુણો તુમ્બરુંની સમાન હોય છે. તેના ફળો તીખા, ગરમ, ઉતેજક, વાતને નાશ કરે તથા સકોચિત હોય છે. તેના મૂળની છાલ સુગંધી,કડવી, અને પેશાબની માત્રાને વધારવા અને પૌષ્ટીક હોય છે. તુમ્બરુ અપચો દુર કરે છે અને વધારે જુના ગાંઠ ના રોગો દુર કરવામાં મદદ કરે છે. મધ સાથે તેના સંબધિત વિકારોમાં તેનો વપરાશ કરવો ફાયદાકારક છે. જો જીભ નો દુખાવો અને દાંતના લકવાને કારણે અને જીભ થી જમી ન શકાય તો તુમ્બરુંની છાલ નો ઉપયોગ કરવો જોઈએ. તુંમ્બરુંના ફળ નો ઉપયોગ અફરા,અને પેટનુંફૂલવું જેવી જૂની કબજીયાત ની તકલીફ અને ઝાડા જેવી તકલીફો દુર કરવા માટે ઉપયોગી છે .
પરિચય:
આ રૂટેસી ફૂલ નું ઝાડ છે. તુમ્બરુંના ઝાડ હિમાલયની પહાડિયો, ઉતરાંચલ થી નેપાળની પહાડીયો પરથી મળી આવે છે. નેપાળમાં મળવાના કારણે તેને નેપાળી કોથમીર પણ કહેવામાં આવે છે.તુમ્બરુ એક નાનું ઝાડ અથવા કાંટાવાળી વાડ જેવું હોય છે. તે હંમેશા લીલું રહેતેવું ઝાડ છે. તેની ડાળીઓ પર સીધા કાંટા હોય છે અને તેના પાંદડા ત્રિપત્રી હોય છે. તેના ફળ લાંબા, ગોળ અને ઉચ્ચ પ્રકારના હોય છે. તેના ફળોની અંદર બીજ હોય જે જોવામાં કોથમીર જેવા હોય છે. અને ખાસ વાત એ કે કોથમીર અને તુમ્બરું નો પરસ્પર કોઈ સંબંધ નથી. તુંમ્બરુના ફળ મીઠાં, કડવા અને તેના બીજ સુગંધિત હોય છે .આ એક ઔંષધીય ઝાડ છે અને તેના પાંદડા, છાલ, બીજ અને કાંટા લોકો દવાઓ માટે ઉપયોગ કરે છે. તેના બીજ નો ઉપયોગ ખાસ કરીને આજકાલ દાંતોની સંભાળ માટે થાય છે. દંતમંજન બનાવવા માટે તેના બીજનો પાઉડર બનાવીને ઉપયોગમાં લેવામાં આવેછે. જેમકે દાંત માંથી લોહી નીકળવું , પેઢામાં સોજો આવી જવો આવી દરેક તકલીફોથી રાહત મળે છે.
તુમ્બરું ના આયુર્વેદિક ગુણો અને પ્રયોગ:
તુંમ્બરુના ફળ અને બીજ સ્વભાવમાં ગરમ હોય છે. તેના વધારે ઉપયોગ કરવાથી શરીર ની અંદર પરસેવો આવવા લાગે છે. તુમ્બરું ના ફળના સેવન કરવાથી તાવ, કફ, પિત્ત વધારે છે અને વધારાના પદાર્થનો નિકાલ કરેછે. તે ગેસ ને લાગત્તી તકલીફો અટકાવે છે અને ભૂખ વધારે છે. જેમકે ભૂખ વધારનાર, કૃમિનાશક ને ઉત્તેજિત કરવામાં મદદ કરે છે. તેનો રસ કડવો અને તીખો હોય છે. જે પાચન શક્તિને વધવામાં ઉપયોગી છે. તુમ્બરું પેટની તકલીફ ,કાનના રોગ, ચામડીનો રોગ, છાતીના રોગ, પેશાબને લગતી તકલીફો, અને લોહીના બગાડ જેવા અનેક રોગો માટે ફાયદાકારક છે.દાંતાના દુખાવામાં તુમ્બરું ના બીજ ભાંગીને દાંતની નીચે રાખવા તેનાથી દુખાવામાં રાહત જેમકે લોહી નીકળવું ,રસી થવા, પેઢામાં સોજો આવવો વગેરે જેવા રોગો દૂર થાય છે. તુમ્બરુંના બીજને દન્તમંજન બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
દ્ન્તમંજન બનાવવા માટે તુમ્બરુંના બીજનો પાઉડર બનાવવો પછી તે પાઉડરમાં ત્રિફલા નો પાઉડર, હળદર નો પાઉડર અને સિધવ મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરીને રાખી મૂકી દો. પછી તે પાઉડરનો ઉપયોગ રોજ દાંત સાફ કરવા માટે લેવામાં આવે છે. મોં ની દુર્ગંધ દુર કરવા માટે તુમ્બરું ના થોડાક ફળો ચાવવા જોઈએ, તેનાથી મોં ને લગતી દરેક તકલીફો થી આરામ મળે છે.
તુંમ્બરુના થોડાક બીજ ખાવાથી પેટમાં રહેલા કૃમીઓંનો નાશ થાય છે. આપણે જાણીએ છીએ આપણા પેટમાં જો વધારે સંખ્યામાં કૃમીઓ થી પેટા માં અનેક તકલીફો થવા લાગે જેમકે ગેસ થવો, પેટમાં દુખવું, પાચનક્રિયા મંદ થવી, અપચો ,જેવી અનેક તકલીફો ની શરુઆત થાય છે. તેથી તેના ઉપાય માટે આપણે તુમ્બરું ના બીજનું ચૂર્ણ બનાવીને તેનું સેવન કરવાથી પેટને લગતી દરેક તકલીફોમાં રાહત મળે છે. શરીરની અને પેટની તંદુરસ્તી જળવાય રહે છે
તુમ્બરું ના પાનનો રસ કે પછી છાલો નો ઉકાળો બનાવીને પીવાથી શરીર માં રહેલ ખરાબ કચરો પરસેવા વડે શરીરની બહાર નીકળે છે. જેમકે આપણે જાણીએ છીએ શરીર માં અનેક ઇન્ફેકશનથી શરીરમાં રહેલ લોહીને નુકશાન થાય છે. તેનાથી ચામડીની અનેક બીમારી થાય છે.
ધાધર, સફેદ દાગ, ખંજવાળ આવવી, શરીરે બળતરા થવી વગેરે જેવી તકલીફો થાય છે. તેને દુર કરવા માટે તુંમ્બરુના પાનાનો ઉકાળો પીવો .અને તેના પાણી થી સ્નાન કરવું .જેથી ઉકાળો પીવાથી અંદર રહેલ ખરાબ પદાર્થો પરસેવા વડે નીકળી જાય છે. અને સ્નાન કરવાથી ચામડીના રોગો મટે છે. આવી રીતે તુમ્બરું તેજફળ અનેક રીતે ફાયદા કારક છે.Author: GujjuRocks Team(માધવી આશરા ‘ખત્રી’)
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here