કેવી રીતે થાય છે તુલસી વિવાહ અને તેની પાછળની કથા અને તેનું મહત્વ, વાંચો લેખ

0

તુલસી વિવાહ ખૂબ જ પવિત્ર અને ફળદાયી તહેવાર છે. આ દિવસે તુલસીના છોડને શાલીગ્રામ પથ્થર સાથે લગ્ન કરાવવામાં આવે છે. આ લગ્ન પણ અન્ય લગ્નની જેમ જ મનાવવામાં આવે છે. નવા કપડા પહેરાવે છે મંડપ સજાવે છે. તેમજ ફેરા પણ ફરતા હોય છે. અને જમણવાર પણ હોય છે.

આ વખતે તુલસીવિવાહ 20 નવેમ્બર 2018 ના દિવસે આવે છે. આમ તો ચાર મહિના સુધી દેવતા સુતા હોય છે પરંતુ. આ સમય દરમિયાન કોઇ ખાલી પૂજાપાઠ જ હોય છે પરંતુ કોઇ મોટો પ્રસંગ હોતો નથી.

દેવ ઉઠી એકાદશી ના દિવસે બધા ભગવાન જગતા હોય છે. અને બધા મુહરત ખુલી જાય છે.

દેવતાઓ ઉઠ્યા પછી સૌથી પહેલું શુભ કાર્ય તુલસી વિવાહ આવે છે તુલસી વિવાહ કાર્તિક એકાદશીના આટલા અથવા પાછલા દિવસે આવે છે.

કેવી રીતે થાય છે તુલસી વિવાહ…??

વિવાહ માં આમ તો આપણા વિવાહ ની જેમ જ હોય છે પરંતુ ખાલી દુલ્હનની છે કે તુલસીનો છોડ અને દુલ્હન એ જગ્યાએ શાલીગ્રામ પથ્થરનો ઉપયોગ કરવામાં આવે છે. શાલીગ્રામ પથ્થર એટલે જ ભગવાન વિષ્ણુ છે.

ઘરને સજાવવામાં આવે છે મંડપ લગાવવામાં આવે છે અને તુલસીના છોડને લાલ ચુંદડી ઉઠાવવામાં આવે છે તેમ જ તેને સોળ શણગાર ચઢાવવામાં આવે છે. તેમજ અગ્નિ પ્રગટાવવામાં આવે છે.

શાલિગ્રામ અને તુલસીને હાથ પકડીને ફેરા ફરાવવામાં આવે છે.

લગ્ન પછી પ્રતિ ભોજનનો આયોજન કરવામાં આવે છે અને વિવાહ માં મહિલાઓ વીવાહ ગીત અને ભજન પણ ગાય છે.

તુલસી વિવાહ ની કથા:-

કેવા માં આવે છે કે બહુ વર્ષો પહેલા જાલંધર નામનો અસુર રાક્ષસ હતો. તે હંમેશા દેવતા ને હરાવી દેતો. બધી તરફથી ને ક્રૂરતા ફેલાવી દીધી હતી.

તેની તાકાત ની પાછળ તેની પત્ની વૃંદા અને તેનો પતિવ્રતા ધર્મ હતો. જાલંધર થી પરેશાન દેવતાએ વિષ્ણુ ભગવાન પાસે ગયા.

ત્યારે ભગવાન વિષ્ણુએ જાલંધરને પત્નીનું સતીત્વ નષ્ટ કરી દીધું. સતીત્વ ખતમ થઈ ગયેલ હોવાથી જલંધર અસુર યુદ્ધમાં મારે ગયો.

વૃદ્ધાએ વિષ્ણુ ભગવાનને શ્રાપ આપ્યો કે હવે તમે પથ્થર બનશો. ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે વૃંદા આ તારો સતીત્વનું ફળ જ છે કે તું તુલસી બનીને મારી સાથે રહીશ.

શાલિગ્રામ અને તુલસીના વિવાહ એ ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીના વિવાહ નુ પ્રતીક માનવામાં આવે છે

જે મનુષ્ય તારી સાથે મારુ વિવાહ કરાવશે તે પરમ ઘામ ને પ્રાપ્ત થશે.

તુલસી વિવાહ નુ મહત્વ:-

– જો કોઈ તુલસી વિવાહ કરાવે છે તે વ્યક્તિને કન્યાદાન બરાબર ફળ પ્રાપ્ત થાય છે.

– તુલસી વિવાહ સંપન્ન કર્યા પછી વ્યક્તિને બધા જ પાપ નષ્ટ થાય છે.

– જે લોકો તુલસી વિવાહ કરાશે તે લોકોનો વ્યવહારિક જીવન સુખમય હોય છે.

– જે મનુષ્ય તુલસીવિવાહ કરાશે તેની ધરતી પર બધા સુખ પ્રાપ્ત થાય છે.

– તુલસી દરેકના ઘરમાં હોય છે તુલસીની સેવા અને પૂજા કરવુ એ મહાન પુણ્ય માનવામાં આવે છે.

– જે ઘરમાં તુલસીની પૂજા થતી હોય તે ઘર મા ક્યારે પણ ધન-ધાન્યની ખોટ નથી આવતી.

– જો કોઈ પણ છોકરી કે છોકરાના લગ્નમાં વિઘ્નો આવતા હોય તે લોકોએ તુલસીવિવાહ કરાવવો જોઈએ તેવું કરવાની અડચણ દૂર થાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here