જો તમારા ઘરમાં પણ છે તુલસી નો છોડ તો જાણી લો તુલસી પૂજા કરવાંના યોગ્ય નિયમો….

0

જો કે દરેક ધર્મ ના લોકો તુલસી નો છોડ પોતાના ઘરે રાખે છે, પણ હિન્દૂ ધર્મ માં આ છોડ ને દેવી નું સ્વરૂપ માનવામાં આવે છે. શાસ્ત્રો ના અનુસાર હિન્દૂ ધર્મના લોકોના ઘરોમાં તુલસીનો છોડ જરૂર મળી આવે છે અને આ પરંપરા પ્રાચીન કાળથી ચાલતી આવી રહી છે. તમે પણ દરેક હિન્દૂ લોકોના ઘરે તુલસી ના છોડ ને જોયો હશે જ્યા તેની દરેક સવાર સાંજ પૂજા કરવામાં આવે છે.

હિન્દૂ ધર્મ ના લગભગ દરેક ઘરોમાં આ છોડ ને રાખીને તેની પૂજા કરવામાં આવે છે અને આ નાનો એવો છોડ દરેક લોકોને ખરાબ નજર અને રોગી થવાથી બચાવે છે.એવામાં જો તુલસીની પૂજા યોગ્ય નિયમોના અનુસાર કરવામાં આવે તો તમને પણ તેનો ફાયદો જોવા મળશે.
તુસલી પૂજા ના નિયમો:
મોટાભાગે પુસ્તકો માં તુસલી ના છોડ નું વર્ણન કરવામાં આવેલું છે જેમાં તેમાં મળી આવતા ગુણો શાસ્ત્રો ના અનુસાર જણાવાની સાથે સાથે તેને વૈજ્ઞાનિક સ્વરૂપે પણ લાભકારી જણાવામાં આવ્યા છે. તુલસી એક આયુર્વેદિક છોડ હોવાની સાથે સાથે શાસ્ત્રો ના અનુસાર ખુબ જ પવિત્ર અને પૂજનીય છોડ છે. જેને દરેક કોઈ માતા લક્ષ્મી નું સ્વરૂપ માને છે. અને એ પણ કહેવામાં આવે છે કે જેના ઘરોમાં તુલસી નો છોડ હોય છે ત્યાં નારાયણ વાસ કરે છે, માટે દરેક કોઈએ તુલસી ની પૂજા ચોક્કસ કરવી જોઈએ જેનાથી તમારા ઘરમાં સુખ-સંપત્તિ બની રહે.તુલસી પૂજા વિધિ અને નિયમ:
તુલસી પૂજા માટે તમારે એક સ્વચ્છ વાસણ માં એક અન્ય પાણી ભરેલું કળશ કે લોટો રાખવાનો રહેશે. જેના પછી અગરબત્તી, ધૂપ, ઘી નો દીવો અને સિંદૂર ને લઈને ઘરના આંગણા માં છોડ લગાવો.
હવે તુલસી મંત્ર-“महाप्रसाद जननी सर्व सौभाग्य वर्धनी आधी व्याधि हरा नित्यं तुलसी तुम नमोस्तुते।”વાંચો અને તેનું પૂજન કર્યા પછી સિંદૂર ચઢાવો અને ઘી ના દીવા થી આરતી કરો.

તુલસી માં ની આરતી:

 • जय जय तुलसी माता
 • सब जग की सुख दाता, वर दाता
 • जय जय तुलसी माता ।।
 • सब योगों के ऊपर, सब रोगों के ऊपर
 • रुज से रक्षा करके भव त्राता
 • जय जय तुलसी माता।।
 • बटु पुत्री हे श्यामा, सुर बल्ली हे ग्राम्या
 • विष्णु प्रिये जो तुमको सेवे, सो नर तर जाता
 • जय जय तुलसी माता ।।
 • हरि के शीश विराजत, त्रिभुवन से हो वन्दित
 • पतित जनो की तारिणी विख्याता
 • जय जय तुलसी माता ।।
 • लेकर जन्म विजन में, आई दिव्य भवन में
 • मानवलोक तुम्ही से सुख संपति पाता
 • जय जय तुलसी माता ।।
 • हरि को तुम अति प्यारी, श्यामवरण तुम्हारी
 • प्रेम अजब हैं उनका तुमसे कैसा नाता
 • जय जय तुलसी माता ।।

જે દિવસે તુલસી વિવાહ હોય તે દિવસે તુલસીજી નો શૃંગાર પણ કરવો લાભકારી માનવામાં આવે છે અને આ દિવસે ઘી ના દીવાથી આરતી કરવાથી ખુબ જ લાભ મળે છે. તુલસી જી ના ભોગ માં પુરી અને કંઈક મીઠું પકવાન ચઢાવવું જોઈએ, તુલસી વિવાહ ના દિવસે આવું કરવું લાભદાઇ માનવામાં આવે છે.રવિવાર ના દિવસે તુલસી પૂજા:

શાસ્ત્રોમાં જણાવામાં આવ્યું છે કે એકાદશીના દિવસે, રવિવાર કે ગુરુવાર વાળા દિવસે કે સૂર્યાસ્ત થયા પછી તુસલીના પાન તોડવા ન જોઈએ. સવાર સાંજે તુલસી ને પાણી આપવાની સાથે સાથે આરતી પણ કરવી જોઈએ, જેનાથી ઘરમાં હકારાત્મકતા બની રહે છે અને ખરાબ નજર પ્રવેશ કરતી નથી. એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તુલસી નું એક પણ પાન સુકાવું ન જોઈએ અને આ સિવાય કચરામાં પણ તેના પાન ને નાખવા ન જોઈએ. તુલસી ના પાન શરદી,ઉધાસર,તાવ,ગળામાં દર્દ વગેરે માટે ખુબ મદદરૂપ થાય છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here