મંગળવારે હનુમાન ના મંદિર જતા સમયે આ વાતો નું ધ્યાન રાખો, પરેશનીઓ થશે દૂર અને થશો માલામાલ…

0

અઠવાડિયા ના દરેક દિવસ કોઈ દેવી દેવતા ને સમર્પિત હોય છે ઠીક આવી જ રીતે મંગળવાર નો દિવસ મહાબલી હનુમાન જી ને સમર્પિત છે. મંગળવાર નો દિવસ હનુમાન જી ને બહુ પ્રિય છે. મંગળવાર ને દિવસે હનુમાન જી ની વિશેષ પૂજા કરવા માં આવે છે. ધર્મ ગ્રંથો ને અનુસાર હનુમાન જી ને સંકટ મોચન કહેવાય છે. જે ભક્ત એમના સાચા મન થી આરાધના કરે છે એના પર હનુમાનજી એમની કૃપા દ્રષ્ટિ બનાવી રાખે છે. એમના જીવન માં કોઈ ખરાબ શક્તિઓ નથી આવતી. દરેક પરિસ્થિતિ માં મહાબલી હનુમાન જી એમના ભક્તો ની રક્ષા કરે છે.

આજે અમે આ લેખ ના માધ્યમ થી મંગળવાર ને દિવસે હનુમાન જી ના મંદિર જતા સમયે થોડી વાતો વિસે કહેવા જઈ રહ્યા છીએ. જો તમે આ વાત નું વિશેષ ધ્યાન રાખશો તો તમારી દરેક સમસ્યા દૂર થઈ જશે અને જીવન માં ક્યારેય પૈસા ની ખામી નહીં થાય.
હનુમાન ના મંદિર એ જતા સમય રાખો આ વાતો નું ધ્યાનજો તમે મંગળવારે મંદિરે જતા હોય તો ભેટ સ્વરૂપે ચણા ,કેળા, ગોળ ,લાલ રંગ અને ફૂલ ,જનેઉ ,સોપારી વગેરે સાથે અવશ્ય લઈ જાઓ. જો તમે આ બધી વસ્તુઓ સાથે લઈ જશો તો તમારા બધા દુઃખ દૂર થશે અને તેની સાથે ધન પ્રાપ્તિ નો યોગ બનશે.
તમે મંગળવાર ના દિવસે હનુમાન મંદિર માં બેસી અને હનુમાન ચાલીસા નો પાઠ કરશો તો એના થી તમારી બધી પરેશનીઓ થી છુટકારો મળશે.

જો તમે શાંતિ પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો હનુમાન ના મંદિર માં આસન પાથરી અને સુંદરકાંડ નો પાઠ કરો. સુંદરકાંડ નો પાઠ કરવા થી અને સાંભળવા થી મન માં એક અદભૂત ઉર્જા નો સંચાર થશે. જો તમે સુંદર કાંડ નો પાઠ કરશો તો એના થી મહાબલી હનુમાન જલ્દી પ્રસન્ન થશે અને તમને માલામાલ પણ બનાવી શકે છે.તમે મંગળવારે હનુમાન જી ના મંદિર માં જઈ અને એમને સિંદૂર અને ચમેલી નું તેલ અર્પિત કરો અને તમારી મનોકામના કહો. એવું માનવા માં આવે છે કે જે ભક્ત હનુમાન જી ને સિંદૂર અર્પિત કરે છે એના થી હનુમાન જી પ્રસન્ન થઈ જાય છે અને એમની દરેક મનોકામના  પુરી કરે છે.

તમે તમારી શ્રદ્ધા ને અનુસાર હનુમાન જી ના મંદિર માં ચૂંદડી ચઢાઓ એના થી તમારી ઈચ્છા પૂર્ણ થશે.તમે મંગળવાર ના દિવસે હનુમાન ના મંદિરે જાઓ તો લાલ કે કેસરી રંગ ના વસ્ત્ર ધારણ કરી ને જાઓ એના સિવાય સાંજે 5 વાગ્યા પછી હનુમાન ના મંદિરે ન જાઓ.

હનુમાન ના મંદિર એ થી પાછા આવ્યા પેહલા હનુમાન જી ના ચરણો નું સિંદૂર માથા પર અવશ્ય લગાવો.હનુમાન મંદિર ની બહાર બેઠેલ નિર્ધન અને જરૂરિયાત વાળા લોકો ને તમારી શક્તિ ને અનુસાર દાન દક્ષિણા આપો એનાથી રામ ભક્ત હનુમાન તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે.

ઉપર આપેલ દરેક બાબતો નું જો તમે ધ્યાન રાખશો તો એના થી હનુમાન જી ની કૃપા દ્રષ્ટિ તમારા પર સદૈવ બની રહેશે અને તમારી દરેક સમસ્યા થી તમને છુટકારો મળશે. સાથે જ તમારી બધી ઈચ્છા પૂર્ણ થશે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here