ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિર – વાંચો અદ્ભુત કથા અને બીજી રહસ્યમયી વાતો… જે તમે પહેલા ક્યારેય નહિ વાંચી હોય

0

ત્ર્યંબકેશ્વર મંદિર એક બહુ પૌરાણિક મંદિર છે જે આપણા દેશમાં નાસિક શહેરથી ૨૮ કિલોમીટર દુર આવેલ છે. નાસિક રોડથી લગભગ ૪૦ કિલોમીટર દુર એક સમયે ત્રંબક શહેર આવેલ હતું. આ મંદિરને ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગમાંથી એક ગણવામાં આવે છે. આ એક પવિત્ર અને હાજરાહજૂર મહાદેવનું મંદિર માનવામાં આવે છે. બકેશ્વર મહાદેવ મંદિરની ખાસ વાત એ છે કે આ શિવલિંગ એ ત્રિમુખી છે. એક મુખ ભગવાન બ્રહ્મા, એક ભગવાન વિષ્ણુ અને એક ભગવાન રુદ્ર. આ શિવલિંગ એ ચારે બાજુથી હીરાજડિત મુગટ મુકવામાં આવ્યો છે જેને ત્રિદેવના મુખોટાના રૂપમાં મુકવામાં આવ્યા છે. કહેવાય છે કે આ મુગટ એ પાંડવોના સમયથી અહિયાં છે. આ મુગટમાં બહુ કિમતી હીરા અને જવેરાત જોડવામાં આવે છે. ત્ર્યંબકેશ્વર મંદિરમાં એ મુગટને ફક્ત સોમવારના દિવસે જ બતાવવમાં આવે છે. આ મંદિર એ બ્રહ્મગિરી પર્વતની તળેટીમાં આવેલ છે.

ગોદાવરી નદીના કિનારે આવેલ આ મંદિરનું નિર્માણ એ પથ્થરોથી કરવામાં આવ્યું હતું. આ મંદિરનું બાંધકામ એ બહુ અદ્ભુત અને અનોખી રીતે કરવામાં આવેલ છે. આ મંદિરે કાલસર્પ શાંતિ, ત્રીપિંડી વિધિ અને નારાયણ નાગબલી જેવી અનેક પૂજા વિધિ કરવામાં આવે છે. આ પૂજા એ ભક્તો દ્વારા તેમની અલગ અલગ મનોકામના પૂર્ણ થવાને લીધે કરવવામાં આવે છે.

આ પ્રાચીન મંદિરનું પુનઃનિર્માણ ત્રીજા પેશ્વા બાલાસાહેબ એટલે કે નાનાસાહેબ પેશ્વાએ કરાવ્યું હતું. આ મંદિરનો જીર્ણોદ્ધાર વર્ષ ૧૭૫૫થી શરુ કરવામાં આવ્યો હતો અને તે કામ એ ૧૭૮૬માં પૂર્ણ થઇ ગયું હતું. અમુક વાતો પર વિશ્વાસ કરીએ તો આ ભવ્ય મંદિર બંધાવવા માટે આશરે ૧૬ લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો.

ત્ર્યંબકેશ્વર મંદિરની ભવ્ય ઈમારત એ સિંધુ આર્યશૈલીનો બહુ જ અદ્ભુત નમુનો માનવામાં આવે છે. આ મંદિરની અંદર એક ગર્ભ ગૃહ આવેલ છે. જેમાં પ્રવેશ કરતા જ તમને પૌરાણિક શિવલિંગના દર્શન થશે એમાં તમને ફક્ત આંખ જ દેખાશે. જો તમે ધ્યાનથી જોશો તો તમને અંદર એક ઇંચના ત્રણ લિંગ દેખાશે આ ત્રણે દેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો અવતાર માનવામાં આવે છે.

ભીષ્મ પિતામહને કેવી રીતે મળી હતી મહાશક્તિ.

પરોઢિયે થતી પૂજા પછી આની પર પંચમુખી મુગટ ચઢાવવામાં આવે છે. ત્ર્યંબકેશ્વર મંદિરના પરિસરમાં એક કુંડ આવેલ છે જેને “કુશાવર્ત” કહેવામાં આવે છે. આ કુંડ એ ગોદાવરી નદીનો સ્ત્રોત છે. કહેવાય છે કે બ્રહ્મગિરીશ પર્વતથી ગોદાવરી એ વારંવાર ગુમ થઇ જતી હતી. ગોદાવરીને આમ થતું રોકવા માટે ગૌતમ ઋષિએ એક કુશાની મદદ લીધી હતી અને ગોદાવરીને બંધનમાં બાંધી દીધી હતી. એના પછી જ આ કુંડમાં પાણી રહેવા લાગ્યું અને ક્યારેય આ પાણી સુકાતું નથી. કુંભ સ્નાન દરમિયાન શૈવ-અખાડે આ જ કુંડમાં સ્નાન કરતા હતા.

શિવપુરાણ અનુસાર બ્રમ્હગિરિ પર્વતની ટોચ સુધી પહોચવા માટે અહિયાં ૭૦૦ પગથીયાની સીડી બનાવવામાં આવી છે. આ સીડી ચઢ્યા પછી રામકુંડ અને લક્ષ્મણકુંડ જોવા મળે છે. આ શિખર પર પહોચીને ગોમુખના દર્શન થશે અને ત્યાં તમને ભગવતી માતા ગોદાવરીના દર્શન થશે. ચાલો આજે અમે તમને ત્ર્યંબકેશ્વર મહાદેવ સાથે જોડાયેલ થોડી પૌરાણિક વાતો જણાવીએ. તમને જણાવીએ કે ભગવાન શિવ ત્ર્યંબકેશ્વરનું જ્યોતિર્લિંગ સ્વરૂપે કેવીરીતે ઉત્પન્ન થયું.

પુરાણો અનુસાર એક વાર મહર્ષિ ગૌતમના તપોવનમાં રહેવાવાળા બ્રમ્હાણની પત્ની એ કોઈ વાત પર ગૌતમ ઋષિની પત્ની અહલ્યાથી નારાજ થઇ જાય છે અને એ બધી પત્નીઓને પોતાના પતિને ગૌતમ ઋષિનું અપમાન કરવા માટે પ્રેરિત કરે છે. એ બ્રાહ્મણોએ આના માટે ભગવાન ગણપતિની આરાધના કરી અને તેમની આરાધનાથી પ્રસન્ન થઈને ગણપતિએ તેમને વરદાન માંગવા માટે કહ્યું. એ બ્રાહ્મણોએ કહ્યું કે કોઈ પ્રકારે ઋષિ ગૌતમને આ આશ્રમથી બહાર કાઢી મુકો. ગણેશજીને મજબૂરીમાં તેમની આ વાત માનવી પડી.

ત્યારે ગણેશજીએ એક દુર્બળ ગાયનું સ્વરૂપ લીધું અને ઋષિ ગૌતમના ખેતરમાં જઈને પાક ખાવા લાગે છે. ગાયને પાક ખાતી જોઇને ઋષિ ગૌતમ એ ગાયને ભગાડવા માટે એક દંડો લઈને ભગાડવા જાય છે. એમના દંડાનો સ્પર્શ થતા જ ગાય એ પડી જાય છે અને મરી જાય છે. એ જ સમયે બધા ત્યાના બ્રાહ્મણો ભેગા થઇ જાય છે. અને તેમને ગૌહત્યારા કહે છે અને ગૌતમ ઋષિનું અપમાન કરે છે. આવી પરીસ્થિતિ જોઇને ગૌતમ ઋષિ એ પ્રાયશ્ચિત્ત કરવા માટે નો ઉપાય પૂછે છે. ત્યારે બધા જણાવે છે કે તમે પોતાનું આ પાપ દુર કરવા માટે ત્રણ વાર પૃથ્વીની પરિક્રમા કરવાની રહેશે અને પછી અહિયાં આવીને એક મહિના સુધી વ્રત કરવાનું રહેશે. આની પછી બ્રમ્હગિરિની ૧૦૧ વાર પરિક્રમા કરવાની રહેશે ત્યારે જ તમારા પાપ ધોવાશે અને તમે શુદ્ધ થઇ જશો.

ત્યાર બાદ ગૌતમ ઋષિ એ પોતાના દરેક કામ પુરા કરીને પોતાની પત્ની સાથે ભગવાન શિવની આરાધના કરવા લાગે છે. આરાધનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ તેમને વરદાન માંગવા માટે કહે છે. ત્યારે ગૌતમ કહે છે કે પ્રભુ તમે મને ગૌહત્યાના પાપ માંથી મુક્ત કરો. ભગવાન શિવ કહે છે કે તમે હંમેશા નિષ્પાપ જ હતા. ગૌહત્યાનું પાપ એ તમારી પર ચતુરાઈ પૂર્વક મુકવામાં આવ્યું હતું. આમ કરવા માટે તમારા આશ્રમના લોકોને હું દંડ આપવા માંગું છું. આની પર ગૌતમ ઋષિ એ કહ્યું કે તેમના જ કામથી તેઓ પ્રભુના દુર્લભ દર્શન કરી શક્યા. હવે તમે તેમને મારા પ્રિય લોકો ગણીને ક્રોધ કરો નહિ. બહુ બધા લોકો અને ઋષિ મુનીઓએ ભગવાન શિવને અહિયાં હંમેશની માટે વશી જવા માટેની પ્રાર્થના કરી. પછી ભગવાન શિવ એ આ બધાની વાત માની અને ત્યાં ત્રંબક જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં બિરાજમાન થયા.

ત્રયંબકેશ્વર મહાદેવ મંદિરમાં જયારે ભગવાન શિવની શાહી સવારી કાઢવામાં આવે છે ત્યારે એ દ્રશ્ય એ જોવાલાયક હોય છે. આ ભ્રમણના સમયે ત્રયંબકેશ્વર મહાદેવને પંચમુખી સોનાનો મુગટ પહેરવામાં આવે છે. આ પૂરું દ્રશ્ય એ ત્રંબક મહારાજના રાજ્ય અભિષેક જેવું મહેસુસ કરાવે છે. આ યાત્રા જોવી એ બહુ નસીબની વાત હોય છે.

શિવરાત્રી અને શ્રાવણના સોમવારના દિવસે ત્ર્યંબકેશ્વર મંદિરમાં ભક્તોની ભીડ લાગતી હોય છે. અહિયાં આવવાવાળા ભક્તો સવારના સમયે સ્નાન કરીને ત્યાં દર્શન કરવા એ બહુ મહત્વના માનવામાં આવે છે. અહિયાં દર્શન માત્રથી મનુષ્ય જીવનને સાર્થક બનાવે છે.

જો મિત્રો તમે પણ ક્યારેય નાસિક જાવ તો આ ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવાના ભૂલતા નહિ. તમે ક્યારેય લીધેલી હોય આ મંદિરની મુલાકાત તો તમારા અનુભવ અને ફોટો કોમેન્ટમાં અવશ્ય શેર કરજો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here