ધન્ય છે: ટ્રકવાળા એ જીવ જોખમ માં નાંખીને બચાવી હતી છોકરી ની ઈજ્જત, 4 વર્ષ પછી છોકરી એ કંઇક આવી રીતે ચુકવ્યો ઉપકાર

કહેવાય છે કે કોઈ વ્યક્તિના સારાપણા કે અહેસાસનની ચુકવણી આ જ જીવનમાં મળી જાતી હોય છે. એટલે કે મર્યા પહેલા વ્યક્તિને પોતાના નેકદીલીની ચુકવણી મળી જ જતી હોય છે. આ કહેવત જાણે કે ‘અસલમ’ માટે બની છે, જેની એક નેકદિલીએ તેનું જીવન બચાવી લીધું.
નેકદીલીનું મળ્યું ઇનામ:આ પુરી કહાની છે પીલીભીત અને ટનકપુર માર્ગ પર સ્થિત હૃદયાલપુર ગામની, જે હવે દુનિયાની સામે આવી છે. કેમ કે અહીં 4 વર્ષ પહેલા કઈક એવું બન્યું હતું, જેને એ સાબિત કરી દીધું કે જેનું કોઈ નથી હોતું, તેના ભગવાન હોય છે.
ડર્યા વગર મદદ માટે આગળ આવ્યા અસલમ:આ ગામની આસપાસ ખુબ જ ઘેરું જંગલ છે અને ત્યાં જ નજીક એક સાવિત્રી દેવીની ઝૂંપડી હતી. જો કે સાવિત્રી દેવીનું જીવન ખુબ જ સાધારણ રીતે પસાર થઇ રહ્યું હતું પણ તેના ઘરે એક હાદસો બની ગયો.
બચાવી દીકરીની ઈજ્જત:સાવિત્રી દેવીના પતિની મૃત્યુ થઇ ગઈ હતી. પતિના ગયા પછી હવે ઘરમાં માત્ર સાવિત્રી દેવી અને તેની દીકરી જ રહેતા હતા. એક વાર કઈક એવું બન્યું કે રાતના સમયે અમુક ગુંડાઓ તેના ઘરમાં ઘુંસી આવ્યા અને તેની દીકરીને જબરદસ્તી ઉઠાવીને જંગલની તરફ લઇ જવા લાગ્યા હતા.’
ગુંડાઓને મારીને ભગાડ્યા:આ સમયે સાવિત્રીએ પોતાની દીકરીને બચાવાની ખુબ જ કોશિશ કરી પણ તે કામિયાબ ન થઇ શકી. પણ તેણે જોર જોર થી બૂમ પાડીને લોકો પાસેથી મદદ માગવાની કોશિશ કરી. આ દરમિયાન અસલમ પોતાની ટ્રક લઈને ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. તેમણે સાવિત્રીની બૂમો સાંભળી લીધી અને તેની દીકરીને બચાવાયા માટે ગુંડાઓ સાથે ભીડી પાડ્યા. મારપીર શરૂ થઇ ગઈ. જો કે આ દરમિયાન અસલમને ખુબ જ ઇજા પણ થઇ હતી. છતાં પણ તેમણે મુકાબલો કરીને દીકરીનો જીવ અને ઈજ્જત બચાવી હતી.
તેના પછી અસલમ ચાર વર્ષ પછી તે જ રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા અને તેના ટ્રકમાં આગ લાગી ગઈ અને તે ખાઈમાં પડી ગઈ. બૂમોની અવાજ સાંભળતા સાવિત્રી અને તેની દીકરી ટ્રક તરફ દોડ્યા અને અસલમનો જીવ બચાવ્યો હતો. પછી જયારે અસલમને હોંશ આવ્યો તો તેમણે સાવિત્રીની આ દીકરીને ઓળખી કાઢી હતી.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!