એક રાતમાં બદલાયું ટ્રક ડ્રાઈવરનું જીવન, જૅકપૉટમાં મળ્યા 2112 કરોડ રૂપિયા

0

એક વ્યક્તિ ત્યાં સુધી જ ગરીબ છે, જ્યા સુધી ભગવાન તેનો સાથ નથી આપતા. પરંતુ ભગવાન જયારે કોઈની સાંભળે છે ત્યારે છપ્પર ફાડીને મદદ કરે છે. અને આવા સમયે નસીબ બદલાતા વાર નથી લાગતી. એક આવી જ ઘટના થોડા સમય પહેલા જ જોવા મળી. જ્યાં એક સામાન્ય ટ્રક ડ્રાઈવરનું જીવન રાતોરાત બદલાઈ ગયું. ખરેખર, આ ડ્રાઈવર ક્યારેય કલ્પના પણ ન કરી હતી કે તે એક જ દિવસમાં કરોડો રૂપિયાનો માલિક બની જશે. પરંતુ તેનું નસીબ એવું બદલાયું કે તે જૅકપૉટમાં 2 હજાર કરોડ રૂપિયાથી પણ વધુ ધનરાશિ જીતી ગયો. આ આખી ઘટના અમેરિકાની છે. જ્યા 25 જાન્યુઆરીના રોજ એક એક ટ્રક ડ્રાઈવરે જેકપોટ જીતીને લોટરીના ઇતિહાસમાં બીજી સૌથી મોટી રકમ જીતી લીધી હોવાનો દાવો કર્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, આ ટ્રક ડ્રાઇવર જેકપોટમાં 2112 કરોડ રૂપિયા જીત્યો છે. સીએનએન-સંબંધિત ડબલ્યુએબીસીના જણાવ્યા પ્રમાણે ડ્રાઇવરનું નામ ડેવિડ જહોનસન છે, જે 56 વર્ષનો છે અને ન્યૂયોર્કમાં રહે છે. જ્હોન્સને કહ્યું કે તે એટલી મોટી રકમ જીત્યા પછી ખૂબ જ ખુશ છે અને તેણે કામ કરવાનું પણ બંધ કરી દીધું છે. જ્હોન્સને ક્યારેય વિચાર્યું ન હતું કે સામાન્ય ટ્રક ડ્રાઈવર હોવા છતાં, તે એક દિવસ કરોડપતિ બની જશે. ન્યૂયોર્ક લોટરી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં તેમણે કહ્યું હતું કે જ્હોન્સન નામના એક વ્યક્તિએ 26 ડિસેમ્બરના રોજ લોટરી રમી હતી. આ લોટરી નંબર 5-25-38-52-67 અને પાવરબોલ 24 હતો.

આ લોટરી જીત્યા પછી, જ્હોન્સને કેશનો વિકલ્પ પસંદ કર્યો, તેથી તમામ પ્રકારના ટેક્સ કાપ્યા પછી તેને કુલ 8,08,26,57,000 રકમ આપવામાં આવશે. આટલી મોટી જીત બાદ, જ્હોન્સને મીડિયાને કહ્યું કે તે ખુબ ખુશ છે કે તે સરખી રીતે ખાઇ પણ નથી શકતો. જોવા જઇયે તો જ્હોન્સનની ખુશી વ્યાજબી છે. જે વ્યક્તિ કાલ સુધી બે સમયના ભોજન માટે પણ પૂરતું કમાઈ શકતો ન હોય, તે આજે એટલું કમાઈ ચુક્યો છે કે દરેક એશ-આરામ તેના માટે ચપટી વગાડવા જેટલું આસાન છે.

આ બાબતમાં આગળ વાત કરતા, જ્હોન્સને મીડિયાને કહ્યું કે જ્યારે તે 16 વર્ષનો હતો, ત્યારે બ્રોકલીનના જમૈકામાં રહેતો હતો પરંતુ પાછળથી અમેરિકા આવી ગયો હતો. તે વર્ષ 2018ની લોટરી ડ્રો જીતનાર તે ત્રીજો ન્યૂયોર્કર છે.  સમાચાર અનુસાર, જ્હોન્સન જેકપોટ જીતતા પહેલા ગેસ સ્ટેશન પર કામ કરતો હતો. આ દરમિયાન તેમણે નજીકના સ્ટેશનમાંથી લોટરી ટિકિટ ખરીદી હતી. આ લોટરીમાં તે ત્રીજા ન્યુયોર્ક નિવાસી છે જેણે પાવરબોલ ઇનામ જીત્યું હતું.

જણાવી દઈએ કે ન્યુયોર્ક લોટરી નોર્થ અમેરિકાની સૌથી વધુ વેચાતી લોટરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ લોટરીના માધ્યમથી દર વર્ષે સ્થાનિક જિલ્લા શાળાઓમાં શિક્ષણમાં કમાણીની રકમમાંથી 13 ટકા ભાગ દાન કરવામાં આવે છે. જો કે, આપણા ભારતના દેશમાં આવા ઘણા રાજ્યો છે જ્યાં સરકાર દ્વારા લોટરી કાઢવામાં આવે છે. રિપોર્ટ્સમાં સાબિત થયું છે કે કેરળ રાજ્ય લોટરી કેશ ફ્લોનું એક મોટું માધ્યમ બની ચૂક્યું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here