ટ્રક ડ્રાઈવરના દીકરાએ લખી કામિયાબીની અનોખી કહાની, ગરીબીને હરાવી બન્યો વૈજ્ઞાનીક….વાંચો આગળ

0

પરિશ્રમ જ મનુષ્યના જીવનમાં એજ મહત્વ હોય છે જે ખાણી-પીણી અને ઊંઘનું છે. પરિશ્રમ વગર જીવન વ્યર્થ છે કેમ કે એક સંતુસ્ટ જીવન માટે ઉપલબ્ધ સંસાધનો નો આનંદ તે જ લાવી શકે છે. ઘણા એવા ઉદાહરણ એવા જોયા છે અને જાણ્યા છે જ્યાં વ્યક્તિ મહેનત ના બલ પર શૂન્યથી શિખર સુધી નો સફર પણ કરતા હોય છે. આ કડીમાં એક બીજું નામ જોડાઈ ગયું છે ‘શિવા કુમાર પ્રજાપતિ’.

શિવાને તેની મહેનત અને કર્મનું ફળ એ રૂપમાં મળ્યું છે કે તે ભારતના પ્રમુખ અનુસંધાન સંસ્થાન ‘ભાભા એટોમિક રીસર્ચ સેંટર’ (BARC) માં વૈજ્ઞાનીક છે. હજારીબાગ, ઝારખંડના એક સુદૂરવર્તી ગામ સલૈયા માં જન્મ થયેલા શિવાને ગરીબ અને અભાવ વિરાસતમાં મળી હતી.

રાષ્ટ્રીય રાજમાર્ગ 33ની પાસે આ એક નાનું એવું ગામ 10 વર્ષ પહેલા સુધી વિકાસના નામથી અછૂત હતું. કાચા રસ્તા અને વીજળીની ત્રુટીપૂર્ણ આપૂર્તિ હતી. આજ શિવાની ઉપલબ્ધિઓ પર પૂરું ગામ ગર્વ કરે છે. તેના પિતા એક ટ્રક ડ્રાઈવર છે ને માતા કુંતી દેવી એક કુશલ ગૃહિણી છે. ખુબજ ઓછા શીક્ષીત પૃષ્ઠભૂમિ અને આર્થિક પરેશાનીઓની વચ્ચે પણ ક્યારેક પરિવારવાળાએ તેના અભ્યાસમાં કોઈ બાધા આવવા ન દીધી. માતા-પિતાએ પોતાના સ્તરથી દરેક કોશિશ કરી અને પોતાના મહેનતથી તેમણે બેહતરીન પરિણામ આપ્યું. શિવાની શીક્ષા ગામના જ એક નાના એવા સ્થાનીય લોકો દ્વારા મળવાથી આર્થિક રૂપથી કમજોર ગ્રામીણ વર્ગના બાળકો માટે ખોલવામાં આવેલી સ્કુલમાં થઇ કેમ કે તેના ગામમાં કોઈ બીજી સ્કુલ ન હતી.


રાજ્ય બોર્ડથી હિન્દી માધ્યમથી સારા અંકોની સાથે ઉતીર્ણ થતા તેમણે આગળના અભ્યાસ માટે સંત કોલંબસ કોલેજનો રુખ કર્યો અને બેહતર પ્રદર્શન કંટીન્યુ રાખ્યું. તેજ દરમિયાન તે પોતાની આર્થિક આવશ્યકતાઓ અને અભ્યાસ માટે એક ગામના જ સ્કુલમાં ભણાવવા લાગ્યા. 2006 માં વિજ્ઞાનથી ઈન્ટરમીડીયટ પાસ કર્યા બાદ આર્થિક સંકટ અને ઘણા અભાવની વચ્ચે તેમનો આગળનો અભ્યાસ બંધ રહ્યો. પણ શિવા ક્યારેય હાર માનવાવાળા માંથી ન હતા. ત્રણ વર્ષના અંતરાલ બાદ ફરીથી અભ્યાસ શરુ કરીને ભૂગર્ભ શાસ્ત્રથી 2011 માં સ્નાતકની ડીગ્રી બાદ એમ.ટેક. ની પ્રવેશ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી હતી.

શિવા હંમેશા પોતાની મહેનતથી બહેતરીન પ્રદર્શન કરતા રહ્યા. 2013 માં તમણે મધ્યપ્રદેશ લોકસેવા આયોગમાં લેખિત પરીક્ષા પાસ કરી અને 2014માં BARC અને UPSC જ્યોલીસ્ટની પણ લેખિત પરિક્ષા માં કોલીફાઈ કર્યું. 2014 માં જ તેમનું અંતિમ રૂપથી ચયન એટોમિક મિનરલ્સ ડાયરેક્ટ ઓફ એક્સપ્લોરેશન એંડ રીસર્ચ (AMDER)મ થયું પણ તે બેહતર કરવા માંગતા હતા. 2015 માં તે છત્તિસગઢ લોકસેવા આયોગમાં માઈનીંગ ઈન્સ્પેક્ટર ની લેખિત અને સાક્ષાતકાર બન્નેમાં સફળ રહ્યા અને તે પછી BARC માં જપ્લાવ્યું.

ફેન સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, કઈ રીતે મૌસમની ચિંતા કર્યા વગર વરસાદમાં પલળીને પોતાના કલાસીસ માટે ગામ થી 25 કિમી દુર સુધી સાઈકલ લઈને જતા હતા. સફળતાના મૂળ મંત્ર પર તેમણે કહ્યું કે, ‘ભૌતિક પરેશાનીઓ ક્યારેય પણ મોટી નથી હોતી જો અત્મ્વીશ્વાશ, લગન અને મહેનતની સાથે આગળની બાજુ વધીએ તો.

શિવા કુમાર પ્રજાપતિએ એક એવું ઉદાહરણ સ્થાપિત કર્યું છે જે તે દરેક છાત્રોને આપી શકાય છે, જે પરીસ્થિતિની આગળ જુંકી જાય છે અને અભ્યાસના મહત્વને નઝરઅંદાઝ કરી દે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.