ભારતના એકમાત્ર એવા મુખ્યમંત્રી જે પગાર આપે છે દાનમાં, ને નથી તેમની પાસે કાર કે પોતાનું ઘર , આજે વાંચો ગર્વ થાય એવો લેખ

0

આગામી 18 ફેબ્રુયારીના રોજ ત્રિપુરામા મતદાન થવાનું છે. અને હાલમાં જ ત્યાના મુખ્યમંત્રી છે મણિકા સરકાર જે દેશના સૌથી ગરીબ મુખ્યમંત્રી છે. તેમની સરકાર ત્રિપુરામા 1998 થી કાર્યરત છે. હાલમાં જો જોઈએ તો આ મુખ્યમંત્રીનો પગાર 25000 છે અને હાલમાં તેમના બેન્ક ખાતામાં 2400 રૂપિયા જમા છે અને માત્ર 1500 તેમના ખિસ્સામાંથી નીકળે..બાકીના પૈસા તેમના ઘર ખર્ચમાં વપરાઇ ગયા છે. આ મુખ્યમત્રી તેમનું જીવન પણ એકદમ સાદું જ જીવે છે. તેમને કોઈ હાઇ પ્રોફાઇલ લાઈફ સ્ટાઈલ જીવવામાં રસ નથી.
એ તો ઠીક પણ તેઓ નથી કોઈ સોશિયલ મીડિયા ને વાપરતા કે નથી એમના નામના કોઈ એકાઉન્ટ.તેમજ તેમની પ્રાઈવેટ પ્રોપર્ટી પણ નથી અને તેઓ સતત વીસ વર્ષે થી સીએમ પદે રહ્યા છે. આટલા વર્ષથી તે મુખ્યમંત્રી હોવા છ્તા તેમની પાસે નથી કોઈ કાર કે નથી કોઈ પોતાનું મકાન. તે જ્યાં પણ જાય છે ત્યાં તેઓ રિક્ષામાં જ સફર કરે છે.
માણિક સરકાર એક મિડલ ક્લાસ પરિવારમાં જન્મ્યા છે.તેમનું જન્મ સ્થળ રાધાકિશેરપૂર છે. તેઓ એક ભારતના રાજકરણી ને એક સારા કોમ્યુનિસ્ટ છે. તેમના વ્યવસાયે દરજીકામ કરતાં હતા. અને માતા એક સરકારી ઓફિસર હતા. માણિક જ્યારે સ્કૂલના દિવસોમાં હતા ત્યારથી તેઓ આંદોલનમાં ખૂબ જ સક્રિય રહેતા હતા. તેઓનું 19 વર્ષ ની ઉંમરથી રાજકારણમાં જોડાયા હતા.

તેઓ જ્યારથી કોમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયા ને સભ્ય બન્યા ત્યારે તેઓ તેમની કોલેજનો અભ્યાસ કરતાં હતા. અને તે સંઘના ઉમેદવાર પણ બન્યા ને પછી તે સ્નાતક બન્યા.
જ્યારે ત્રિપુરામાં કોંગ્રેસ સરકાર વિરુદ્ધ તેમણે આંદોલનનું અભિયાન ચલાવ્યું હતું ત્યારે તેમની સામે કોંગ્રેસ સરકાર પણ ઝૂકી ગઈ હતી. ત્યારે કરેલ જન આંદોલનમાં તેમની સક્રિય ભૂમિકા રહી હતી. ત્યારે એ સમયે જ તેમને કોમ્યુનિસ્ટોમાં જોડાવા માટે પ્રેરિત કરેલા હતા અને પછી તેઓમાં રહેલ કુશળ નેતૃત્વને કારણે તેઓ તેમની કોલેજમાં સ્ટૂડન્ટ્સ યૂનિયન ના મહાસચિવ બનાવવામાં આવેલા હતા. ત્યારબાદ વિદ્યાર્થી સંઘઘે તેમને ઉપરાષ્ટ્રપતિ બનાવેલા. આમ તેઓ માત્ર 23 જ વરસની વયે કોમ્યુનિસ્ટ પાર્ટીની રાજ્ય લેવલની કમિટીમાં જોડાયા હતા.
માત્ર 31 વર્ષની વયે તેઓને સચિવાલયની કમીટીમાં પણ સામેલ કરવામાં આવ્યા હતા. બસ ત્યારથી જ ત્રિપુરામા માણિક સરકારના નેતૃત્વ શરૂ થયું. અને પછી 1998 માં માણિક સરકાર ત્રિપુરાના મુખ્યમંત્રી બન્યા જે હજી સુધી એટ્લે કે સતત વીસ વીસ વર્ષ સુધી તે મુખ્યમંત્રી પદે જ રહ્યા છે ને સૌથી તેમના જીવનાની મોટી સફળતા એ હતી કે તેઓ માત્ર 49 વર્ષની વયે સીપીઆઇ પોલિત બ્યૂરો ના સભ્ય બની ગયા. જે કોમ્યુનિસ્ટ પાર્ટીના પ્રમુખ અને નીતિ-નિર્માણ અને કારોબારીની સમીતીથી ઓળખાય છે.
જો તેમના જીવન વિષેની વાત કરવામાં આવે તો તેઓના લગ્ન પંચાલી ભટ્ટાચાર્યની સાથે થયેલ છે જે કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડમાં કાર્યરત હતા અને વર્ષ 2011માં તેઓ નિવૃત થયા છે. માણિક સરકાર અને તે બંને એકદમ સરળ ને સાદું જીવન જીવે છે. જે એક સાધારણ વ્યક્તિ જીવતો હોય.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here