172 કિલો વજનની આ છોકરીએ કર્યું વજન અડધું, છોડી દીધું આ ચીજ વસ્તુ ખાવાનું

0

એક સમયે આ સ્ત્રીનું વજન 172 કિલો થઇ ગયું હતું, તેને અવિશ્વસનીય રીતે પોતાનું વજન અડધું ઉતાર્યું છે, અને હવે ફિટનેસ ટ્રેનરનો કોર્સ કરીને બીજા લોકોને ફિટનેસ ટ્રેનિંગ આપવાની તૈયારી કરી રહી છે.

ફાસ્ટ ફૂડ ખાવાની આદતના પરિણામે 21 વર્ષીય અલીશા મૈક નાયર દિવસના 50 પાઉન્ડ તો ખાવા પાછળ જ ખર્ચ કરતી હતી અને તેની ડાયટ પાંચ લોકો જેટલી થઇ ગઈ હતી. કેનેડાની રહેવાસી અલીશા XXXXL સાઈઝના કપડાં પહેરતી હતી, જેના માટે કપડા અલગથી સીવડાવવા પડતા હતા. તેનું શરીર એટલું વધુ ગયું હતું કે તે બસના દરવાજામાં પણ ફસાઈ જતી હતી.

અલીશા કહે છે, “હું ટીનએજર હતી એ સમયથી જ મારુ વજન એટલું બધું વધારે હતું કે લોકો મારુ મજાક પણ ઉડાવતા હતા. 14 વર્ષની ઉંમરે હું શાળામાંથી નીકળી પણ ગઈ હતી. હું લોકો એ હદે મજાક બની ગઈ હતી કે મને પોતાને પણ લાગવા લાગ્યું હતું કે હું સુંદર નથી. મારા વધેલા વજનને કારણે મને ઘરની બહાર જવામાં પણ શરમ આવતી હતી. પોતાની જાતને સારું લગાડવા માટે હું કલાકો સુધી મેકઅપ કરતી રહેતી પણ કોઈ ફાયદો થયો નહિ.”

તે કહે છે, “હું 17 વર્ષની હતી ત્યારે એક દિવસ ફિઝી ડ્રિન્ક પીધા પછી ગૂંગળામણ થવા લાગી અને શ્વાસ લેવામાં મને તકલીફ થવા લાગી ત્યારે મને થયું કે જો હું બદલાઈશ નહિ તો મારુ વજન વધી જશે.” ત્યારે અલીશાએ એક જિમમાં જવાનું શરુ કર્યું અને વજન ઘટાડવાનું શરુ કર્યુ. “હું જિમ જવા લાગી. મેં વધુ ચાલવાનું શરુ કર્યું અને ફાસ્ટ ફૂડના બદલે હેલ્ધી ફૂડ ખાવાનું શરુ કર્યું. મારા મમ્મીને તો લાગતું હતું કે હું મારા વધારે વજનને કારણે યુવાનીમાં જ મરી જઈશ. જયારે મારુ વજન ઘટવાનું શરુ થયું ત્યારે હું ખૂબ જ ખુશ થઇ હતી. મેં 82 કિલો વજન ઘટાડ્યું અને હવે હું 14 સાઈઝના ડ્રેસમાં ફિટ થઇ જાઉં છું.”

અલીશા હવે જિમ જાય છે, તેને અડધું વજન ઉતારી લીધું છે અને બીજાને પણ તેમનું વજન ઉતારવા માટે પ્રોત્સાહિત કરે છે. અલીશા કહે છે કે તે દિવસમાં પાંચ-છ બર્ગર અને ટેક-અવે ફૂડ હરતા-ફરતા જ ખાઈ લેતી હતી. મેં તે પૈસા ખાવામાં વેડફ્યા એને બદલે હવે મેં એ જ પૈસા જીમમાં લગાવી દીધા. હવે મારુ બધું જ ધ્યાન એક્સરસાઇઝ પર લાગવું છું.”

અલીશા કહે છે, “હું પોતાની જેમ જાડા લોકોની મદદ કરવા માંગુ છું અને તેમને જણાવવા માંગુ છું કે વજન ઓછું કરવું ખૂબ જ આસાન છે. બસ તમારે નક્કી કરવું પડે કે તમે આ કરી લેશો. હું જલ્દી જ એક ફિટનેસ ટ્રેનરનો કોર્સ કરીને લોકોને ટ્રેનિંગ આપીશ.”

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here