ટોપ 10 આયુર્વેદિક ટીપ્સ તમારી પાચનશક્તિને મજબુત બનાવવા માટે, જેનું પાચન સારું તેનું સ્વાસ્થ્ય સારું.

0

પાચન ક્રિયા એ આપણા શરીરનું બહુ મહત્વની ક્રિયા છે. આપણા શરીર માટે લીધેલા ખોરાકને પચાવવા માટે પાચન ક્રિયાની મદદ પડે છે અને આપણને ઉર્જા આપે છે. એક સ્વસ્થ પાચનતંત્ર એ શરીરમાં ખોરાક પચાવવાની સાથે સાથે શરીરના દરેક ભાગમાં યોગ્ય પોષકતત્વો પહોચાડવાનું કામ પણ કરે છે. આપણા શરીરમાં રહેલા ખરાબ અને સારા બેક્ટેરિયા વચ્ચે તે સંતુલન રાખે છે. શરીરનું આ સંતુલન એ ઊંઘ, દવાઓ, વધારે માત્રામાં ગળ્યું અને વધારે દારૂનું સેવન કરવાથી બગડી જતું હોય છે.

આયુર્વેદમાં પાચનતંત્રને અગ્નિ સમાન માનવામાં આવે છે. પાચનતંત્રને ઉર્જાનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. શરીરમાં ઉદ્ભવતી દરેક ઉર્જા એ આના દ્વારા જ મળતી હોય છે. દિલ્હીના સ્વામી પરમાનંદ પ્રાકૃતિક ચિકિત્સાલયના ડૉ. પ્રમોદ બાજપાઈ જણાવે છે કે પાચનતંત્રને સારી રીતે ચલાવવા માટેની આ ૧૦ સરળ અને આયુર્વેદિક ટીપ્સ

૧. સ્વસ્થ અને એકાગ્ર બનીને જમવું

આજકાલ જમાના પ્રમાણે વ્યક્તિનું જીવન પણ ફાસ્ટ થઇ ગયું છે એકસાથે ઘણા બધા કામ અને ઘણા બધા વિચારો કરવા પડતા હોય છે. આયુર્વેદમાં સૌથી પહેલા એકાગ્ર થઈને જમવું જોઈએ એવી સલાહ આપવામાં આવે છે. શાંત ચિત્તે જમવાથી આપણું મન શાંત રહે છે અને તમે શું જમી રહ્યા છો તેની યોગ્ય માહિતી એ મગજમાં બેસતી હોય છે. હલકું, સાદું અને સારી રીતે પાચન થઇ શકે એવો ખોરાક લેવો એ અગ્નિને ઉર્જાવાન રાખવામાં મદદ કરે છે.

૨. અગ્નિને વધારવા વાળા ખોરાકથી દુર રહેવું :

વધારે તળેલો ખોરાક એ અગ્નિને વધારે જાગૃત કરે છે. વધારે તળેલું જમવાથી, કોલ્ડડ્રીંક જેવી વસ્તુઓનું સેવન કરવાથી આપણું પાચનતંત્ર એ અવ્યવસ્થિત થઇ જાય છે. વધારે ઊંઘવાથી, વધારે ખાવાથી પણ અગ્નિને અસર કરે છે. આમ કરવાથી સ્વાસ્થ્યને નુકશાન થતું હોય છે.

૩. પોતાની અગ્નિને સુધારવા બાબતે :

જો તમે તમારા પાચનતંત્રની અગ્નિને પહેલેથી સારી બનાવવા માંગો છો તો તમારે તેના માટે પહેલેથી જ પ્રયત્ન કરવો જોઈએ. તમારે જમ્યા પહેલા થોડું ચાલવું જોઈએ આમ કરવાથી પાચનતંત્ર એ મજબુત બનશે. વધુમાં તમારે સવારે ઉઠીને તરત બે ગ્લાસ પાણી પીવું જોઈએ. આં એક બહુ સીધો અને સરળ રસ્તો છે પાચનતંત્ર સુધારવા માટેનો.

૪. વધારે પડતા ગુણોવાળા ખોરાકનું સેવન :

દરરોજ ભોજનમાં ગુણવત્તાયુક્ત વસ્તુઓનો વધારે પડતો ઉપયોગ એ તમારા પાચનતંત્રની અગ્નિને બગાડી નાખે છે. તમારા ખોરાકમાં યોગ્ય માત્રામાં લીલા શાકભાજી અને ફળ હોય એ તમારા પાચનતંત્ર માટે જરૂરી છે. આવો ખોરાક એ તમને પાચનતંત્રમાં થતી બીમારીથી બચાવે છે.

૫. રોજ એક જ સમયે ખોરાક ખાવું

આ આદતની શરૂઆત એ થોડી અઘરી છે પણ એકવાર તમે જયારે અપનાવી લેશો એક જ સમય પર જમવાનું રાખશો તો તમારું પાચનતંત્ર એ ખુબ જ સરસ અને સ્વસ્થ રીતે કામ કરશે.

૬. હલનચલન છે બહુ મહત્વ :

ઘણા લાંબા સમય સુધી એકજ જગ્યાએ બેસી રહેવું કે એકજ જગ્યાએ બેસીને ભણવું એ તમારી પાચનશક્તિ ધીમી કરી નાખે છે. આયુર્વેદ એ હંમેશા સાચી રીતે હલનચલન કરવાની સલાહ આપતું રહ્યું છે જેનાથી પાચનતંત્ર અને શરીર એ સ્વસ્થ રહે છે.

૭. તાજી હવા અને થોડા આસન :

જેમ અગ્નિને ઠારવા માટે હવાની જરૂરત પડે એવી જ રીતે આપણા પાચનતંત્રની અગ્નિને પણ વ્યવસ્થિત રાખવા માટે તાજી હવાની જરૂરત પડતી હોય છે. સવારે ચાલવા માટે જાવ અથવા તો કુદરતી વાતાવરણમાં લાંબા રસ્તે ચાલતા જવાનું રાખો જ્યાં તમને તાજી હવાનો અનુભવ થાય.

૮. ધ્યાનમાં બેસવું :

તમારી દરેક ચિંતા અને તણાવને દુર કરવા માટે તમે ધ્યાનમાં બેસો એ એક અદ્ભુત અને અસરકારક ઉપાય છે. દરરોજ ફક્ત ૫ મિનીટ એકાગ્ર ચિત્તથી ધ્યાનમાં બેસસો તો તમને અગણિત લાભ થશે.

૯. યોગ્ય પ્રમાણમાં પાણી પીવું :

રોજ યોગ્ય પ્રમાણમાં પાણી પીવું એ તમારા પાચનતંત્ર માટે વધુ ફાયદાકારક હોય છે. પાણી એ પાચનતંત્રમાં બેક્ટેરિયાનું સંતુલન જાળવી રાખે છે સાથે સાથે તે આખા શરીરમાં ખોરાકમાંથી મળતા પોષકતત્વોને પહોચાડવાનું કામ પણ કરે છે.

૧૦.વિષહરણ ક્રિયા

આયુર્વેદ પાચનતંત્રને વિષહરણ ક્રિયાથી સાફ રાખવાની સલાહ આપવામાં આવે છે. વિષહરણ ક્રિયાએ દરેક વ્યક્તિ માટે અલગ હોઈ શકે છે. વિષહરણ ક્રિયાથી તમે તમારી અગ્નિને એક શક્તિશાળી રીતે ફરીથી સક્રિય કરી શકો છો. આ ક્રિયાથી તમારી શરીરની અંદરની પ્રણાલીને યોગ્ય રાખવાનું કામ કરે છે અને આ પ્રણાલીને યોગ્ય રીતે કાર્યરત રાખવાનું કામ પણ થાય છે. વિષહરણ ક્રિયા ફળના જ્યુસનું સેવન કરવાથી લઈને પંચકર્માથેરાપી સુધી હોય છે.

પાચનતંત્રની અંદર રહેલ અગ્નિ એ દરેક મનુષ્યને સક્રિય ઉર્જા પૂરી પાડતી હોય છે. પાચનતંત્રને સ્વસ્થ અને લાંબા સમય સુધી સંતુલન રાખવા માટે આ અગ્નિ મદદ કરે છે. એટલા માટે દરેક લોકોએ પોતાના પાચનતંત્રને સ્વસ્થ્ય અને મજબુત રાખવું જોઈએ.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here