ટામેટા સહિત આ 12 ચીજ ખાવાથી યાદશક્તિ વધે છે… વાંચો બીજા 12 ચીજ વસ્તુઓ વિશે

0

ઘણીવાર આપણે નાની નાની બાબતો ભૂલી જઈએ છીએ. ભૂલવાની આદત બધામાં હોય પણ હદ ત્યારે થઈ જાય છે જ્યારે આપણે જરૂરી વસ્તુ ભૂલી જઈએ. જો તમને લાગતું હોય કે તમારી યાદશક્તિ ઓછી છે, તો કેટલાક ઘરેલું ઉપાય આપની આ મુશ્કેલી દૂર કરી શકે છે.

ટામેટાખાટુ મીઠું ટામેટું ભોજનનો સ્વાદ વધારી દે છે. ટામેટામાં વિટામિન્સ, પ્રોટીન મળે છે. આમાં કાર્બોહાઇડ્રેટની માત્રા ઓછી હોય છે. ટામેટામાં લાઈકોપીન હોય છે. આ શરીરની ફ્રી રેડીકલ્સથી રક્ષા કરે છે. સાથે જ બ્રેઇન સેલ્સને ડેમેજ થતા અટકાવે છે.

દહીંદહીંમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, વસા, ખનિજતત્વ અને કેલ્શિયમ અને ફોસ્ફરસની પર્યાપ્ત માત્રા હોય છે. દહીંનું નિયમિત સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે. આ લાભદાયી જીવાણુઓને વધારે છે અને હાનિકારક જીવાણુનો નાશ કરે છે. દહીંમાં એમિનો એસિડ હોય છે, જેનાથી દિમાગી તણાવ દૂર થાય છે અને યાદશક્તિમાં વધારો થાય છે.

જાયફળજાયફળ એના વિશેષ સ્વાદ અને સુગંધ માટે જાણીતું છે. આમાં એવા તત્વો હોય છે જે મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સાથે જ યાદશક્તિ વધારે છે.

તુલસીતુલસીનો ઉપયોગ મસાલાના રૂપમાં પણ કરવામાં આવે છે. આ ઘણી બીમારીઓમાં ઔષધિ તરીકે પણ કામ આવે છે. દરરોજ 2-4 તુલસીના પાન ખાવાથી યાદશક્તિમાં વધારો થાય છે.

કેસરકેસર એક એવો મસાલો છે જે ભોજનના સ્વાદને બમણો કરી દે છે. કેસરનો ઉપયોગ અનિદ્રા દૂર કરવાની દવાઓમાં કરવામાં આવે છે. આના સેવનથી મસ્તિષ્ક ઉર્જાવાન બને છે.

ચાયચાયમાં આવેલ પોલિફીનોલ દિમાગને સંતુલિત રાખવામાં મદદ કરે છે. આ દિમાગને શાંત અને એકાગ્ર પણ બનાવે છે. ગ્રીન ટી પણ ગુણોથી ભરપૂર હોય છે અને એમાં ઘણી માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે. એટલે આના સેવનથી શરીર સ્વસ્થ રહે છે. દિવસમાં બે ત્રણ કપ ગ્રીન ટી પીવાથી યાદશક્તિ વધે છે.

હળદરહળદર મગજ માટે એક ઉત્તમ ઔષધિ છે. આ ખાલી ભોજનમાં રંગ અને સ્વાદનો જ વધારો નથી કરતી, પણ મગજને પણ સ્વસ્થ રાખે છે. હળદરના નિયમિત સેવનથી અલ્ઝાઇમર નામનો રોગ નથી થતો. સાથે જ આ મગજની ક્ષતિગ્રસ્ત કોશિકાઓને રીપેર કરવાનું કામ કરે છે.

અજમાના પાનજો તમે તમારા ભોજનમાં અલગ સ્વાદ લાવવા માંગતા હોવ તો અજમાના પાનનો ઉપયોગ કરો. અજમાના પાન શરીરને સ્વસ્થ અને જવાન બનાવી રાખવામાં મદદ કરે છે. અજમાના પાનમાં પર્યાપ્ત માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. આ કારણે આ મગજની ઔષધિ તરીકે કામ કરે છે. આ કારણે અરોમા થેરાપીમાં આનો ઉપયોગ કરવામાં આવે છે.

કાળા મરીકાળા મરીમાં પેપરિન નામનું રસાયણ હોય છે. આ રસાયણ મગજની કોશિકાઓને આરામ આપે છે. ડિપ્રેશનમાં આ જાદુ જેવું કામ કરે છે, એટલે જો તમે તમારા મગજને સ્વસ્થ બનાવી રાખવા માંગતા હોવ તો ખાલી કાળા મરીનો ઉપયોગ કરો.

તજઅલ્જાઈમરના દર્દીઓ માટે તજ એક અસરકારક દવા છે. તજના નિયમિત સેવનથી યાદશક્તિ વધે છે અને મગજ સ્વસ્થ રહે છે.

અખરોટદરરોજ અખરોટ ખાવાથી પોષકતત્વોની કમી દૂર થાય છે. સાથે જ સ્વાસ્થને લગતી બીમારીઓ પણ દૂર થાય છે. અખરોટમાં ઓમેગા 3, ફેટી એસિડ, પ્રોટીન અને એન્ટીઓક્સીડેન્ટ સારી માત્રામાં હોય છે. અખરોટ દરરોજ ખાવાથી યાદશક્તિ વધે છે.

સ્ટ્રોબેરીસ્ટ્રોબેરી પોતાની મનમોહન સુગંધના કારણે આખી દુનિયામાં લોકપ્રિય છે. સ્ટ્રોબેરીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. સ્ટ્રોબેરી મિલ્કશેક, આઈસ્ક્રીમ વગેરેના સ્વાદમાં વધારો કરે છે. આમાં મોટી માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે તમને મેમરી લોસથી બચાવે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here