ટોઇલેટ માં થયા કંઇક આવી રીતે ચોંકાવનારા લગ્ન, લોકોની ઉમટી પડી ભીડ, જાણો પૂરો મામલો….

0

આ વાત સાંભળીને તમને નવાઈ જરૂર લાગશે, પણ આ એક હકીકત છે. કઈક એવો મામલો સામે આવ્યો છે કે છત્તીસગઢના બિલાસપુર માંથી. ચોક્કસ તમને પૂરી કહાની જાણીને ધક્કો જરૂર લાગશે.

આ કહાની છે ‘શબા નવાજ’ નામની દુલ્હન ની. 10 મહિના પહેલા તેમણે ટોઇલેટની માંગ પર લગ્ન તોડ્યા હતા ત્યારે તે જબરજસ્ત ચર્ચામાં આવી ગઈ હતી. પણ નવાજ નાં ઘરે ફરીથી લગ્નનો માહોલ આવી ગયો. આજે હર કોઈ તેના વિશે વાતો કરી રહ્યા છે. કેમ કે થયું એવું કે નવાજના લગ્નમાં બેન્ડ બાજા કોઈ વિવાહ સ્થળને બદલે ટોઇલેટમાં વગાડવામાં આવ્યા. શું જટકો લાગ્યોને તમને સાંભળીને..

એક મીડિયા રીપોર્ટના આધારે છત્તીસગઢના બિલાસપુરમાં રહેનારી શબા નવાજે માર્ચ 2017 માં પોતાના લગ્ન તોડ્યા હતા, તેણે પોતાના વર પક્ષના લોકને કહ્યું હતું કે, ‘ટોઇલેટ નહિ તો, લગ્ન પણ નહિ’. જો લગ્ન કરવા હોય તો પહેલા ટોઇલેટ બનાવવું પડશે. આ ડીમાંડ દુલ્હને માર્ચ 2017 માં રાયપુર ગુઢીયારીના ‘સરફરાજ’ ની સામે રાખી હતી.

તે સમયે ‘શબા’ નાં લગ્ન તો ના થઈ શક્યા, પણ જલ્દી જ સસરા વાળા લોકોએ આ શર્તને કબુલ કરી લીધી અને ઘરમાં ટોઇલેટ બનાવા માટે નગર નિગમના આવેદન કર્યું. ટોઈલેટનું નિર્માણ થઇ ગયું, બાદ આ સુચના શબા નાં પરિવારને આપવામાં આવી. બસ પછી શું, થવા લાગી લગ્નની તૈયારીઓ.

21 જાન્યુઆરી 2018 ના રોજ તેના લગ્નના બેન્ડ બાજા ટોઇલેટ માં વગાડવામાં આવ્યા. સાથે જ બાકી લોકોને પણ એક સકારાત્મક સંદેશ આપવા માટે શબા-સરફરાજ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા. એક-બીજાને વરમાળા પહેરાવી અને કહ્યું કે, ઘરે-ઘરે ટોઇલેટ હશે તો બીમારીઓ દુર રહેશે, સાથે જ યુવતીઓ સાથે છેડ-છાડ પણ નહિ થાય.

આ ઘટનાથી નગર નિગમ કેન્દ્રીય ટીમનાં લોકો પણ હેરાન રહી ગયા હતા. તેઓને પેહલા તો સમજમાં ન આવ્યું કે આખરે શું થઇ રહ્યું છે. તેણે નિગમના લોકોને પૂરી જાણકારી આપી. તત્કાલ તેમણે તસ્વીરો લઈને દિલ્લી મોકલી હતી. મિત્રો અને સગાઓ ડાંસ કરવા લાગ્યા. ટોઇલેટમાં બેન્ડ બાજા જોઇને રસ્તા પરના લોકો અને આસપાસના લોકો જમા થઇ ગયા હતા.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!