ટોઇલેટમા લઇ જશો ફોન તો થઈ શકે છે સમસ્યાઓ, આજે જ છોડી દો આ ગંદી આદતો…જાણો આવી 5 આદતો વિશે


તમારી આ ગંદી આદતો બીમારીને આમંત્રિત કરે છે.

તમે એ વાત ઘણી વાર સાંભળી હશે કે કણ-કણ માં ભગવાન વસે છે. હવે કણ-કણ માં ભગવાનનો વાસ છે કે નહી એ વાત નો દાવો તો નથી થઈ શકતો પણ હા કણ-કણ માં બેક્ટેરિયા વસે છે એ વાતનો દાવો જરૂર કરી શકાય છે. બેક્ટેરીયાતો દરેક નાની-મોટી વસ્તુઓમાં ઉપસ્થિત હોય છે. મોટા ભાગે બીમારીઓ પણ બેક્ટેરિયાને લીધેજ થતી હોય છે.
જો કે આપણા દિવસ દરમિયાન ઘણી એવી દિનચર્યા થતી હોય છે જે દેખાવમાં તો સામાન્ય જ લાગે છે પણ વાસ્તવમાં તે ઘણા એવા બેક્ટેરિયાને આપણી નજીક લાવે છે અને લોકો બીમારીના ભોગ બની જતા હોય છે. આજે અમે તમને એવીજ કાઈક જાણ કરવા જઈ રહ્યા છીએ.

જે પહેલી વાર જોવામાં ભલે સામાન્ય લાગતી હોય પણ આવી આદતોને તરતજ છોડી દેવી તમારા હિતમાં રહેશે. અહી આપેલી અમુક ગંદી આદતો જે તમે હર રોજ કરો છો અને બીમારીના શિકાર બનો છો. જો તમે પણ આમાંના એક હોવ તો આ આદતોને તરતજ છોડી દો.

1. ઘરની અંદર જૂતા પહેરીને આવવું:

ઘરની અંદર જૂતા પહેરીને આવવાથી ઘરના લોકો મોટા ભાગે પરેશાન રહેતા હોય છે. તેમનું પરેશાન હોવું એકદમ માન્ય છે કેમ કે જૂતા જ્યારે ઘરની અંદર આવે છે ત્યારે તે સાથે સાથે ઘણી એવી બીમારીઓને પણ સાથે લાવે છે.

બની શકે છે આવી સમસ્યાઓ:

ખબરોના પ્રમાણે 39.7% જૂતા પોતાની સાથે ઘરની અંદર C. diff બેક્ટેરિયાને લાવે છે. જે ડાયરિયા જેવી બીમારીઓનું કારણ બને છે.

2. ટોઇલેટ માં ફોનનો ઉપીયોગ કરવો:

આજે એવો સમય આવી ગયો છે કે બાથરૂમમાં ફોન નો ઉપીયોગ કર્યા વગર ઘણા લોકોનું પેટ જાણે કે સાફ નથી થતું. પણ  London Metropolitan University નાં ડોક્ટર Paul Matewele નાં પ્રમાણે બાથરૂમમાં ફોનનો ઉપીયોગ કરવો આપણા માટે હાનીકારક સાબિત થઈ શકે છે

થઈ શકે છે આવી બીમારીઓ:

ટોઇલેટ સીટ, હેંડલ, સિંક અને ટેપ પર E. coli નામના બેક્ટેરિયા ઉપસ્થિત હોય છે. બાથરૂમમાં મોબાઈલ વાપરવાથી બેક્ટેરિયા ફોન ના
સ્ક્રીન પર ચીપકી જાય છે. જે ઘણી એવી બીમારીઓને જન્મ આપે છે.

3. હેંડ બેગ સાફ ન કરવું:

હેંડ બેગ અને પર્સ મહિલાઓના જીવનનો એક ખાસ હિસ્સો હોય છે. છતાં પણ તે તેમની સાફ-સફાઈ પર વધારે ધ્યાન નથી આપતી.

આ બેક્ટેરિયા હોય છે:

હેંડ બેગ અને પર્સ સતત હાથનો સંપર્ક બનાવી રાખે છે. હેંડ બેગ પર  Norovirus, MRSA અને E. coli નામના બેક્ટેરિયા હાજર હોય છે. તેનાથી બચવા માટે મહિલાઓએ બાથરૂમમાં જતી વખતે તેને કહી ટિંગાળી દેવું જોઈએ. સાથે જ તેની અંદર અને બહાર બન્ને બાજુએ થી સાફ રાખવું જોઈએ.

4. ટીવી રીમોર્ટ સાફ કરવું:

ઘરની સફાઈ કરવાના સમયે આપળે પૂરું ઘર સાફ કરી લઈએ છીએ પણ આપણું ધ્યાન રીમોર્ટ પર ક્યારેય પણ નથી પડતું. જે આપણા માટે હાનીકારક સાબિત થઈ શકે છે.

આ બેક્ટેરિયા હોય છે:

રીમોર્ટ ખુબ વધારે ઉપીયોગ માં આવતું હોવાથી તેમાં E. coli બેક્ટેરિયા મળી આવે છે. આ બેક્ટેરિયાથી  Urinary tract infection(મૂત્ર માર્ગ ઇન્ફેકશન) અને Intestinal illness(આંતરડાનાં રોગ) જેવી સમસ્યા થઈ શકે છે.

5. સ્પંજને સાફ ન કરવું:

ઘર અને વાસણો ને સાફ રાખવા માટેનું સ્પંજ પણ ભીનું રહેવાને કારણે બેક્ટેરિયા ઉદ્દભવે છે.

કરવો જોઈએ આ ઉપાય:

સ્પંજ થી આવનારા બેક્ટેરિયાથી બચવા માટે સ્પંજને દરેક મહીને બદલતું રહેવું જોઈએ. સ્પંજ થી વાસણ સાફ કરવાના સમયે ગરમ પાણીનો ઉપીયોગ કરવો જોઈએ.

Story Author: GujjuRocks Team

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
1
Cute

ટોઇલેટમા લઇ જશો ફોન તો થઈ શકે છે સમસ્યાઓ, આજે જ છોડી દો આ ગંદી આદતો…જાણો આવી 5 આદતો વિશે

log in

reset password

Back to
log in
error: