તોડ્યા વગર 70 ફૂટ પાછળ ખડસેડવામાં આવી રહ્યું છે આ 3 માળનું મકાન, દૂર-દૂરથી જોવા આવી રહ્યા છે લોકો….

0

અહીં ગોરખપુર થી બનારસ સુધી બનાવામાં આવી રહેલી ફોરલાઈન રસ્તાની વચ્ચે રહેલા એક ત્રણ માળના મકાનને તોડ્યા વગરજ રસ્તા પરથી 70 ફૂટ પાછળ હટાવા માટેનું કામ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મોડર્ન ટેક્નિકથી કરવામાં આવી રહેલા આ કામને લોકો દૂર-દૂરથી જોવા માટે આવી રહ્યા છે. બિલ્ડીંગ લિફ્ટ અને શિફ્ટ કરવાનું કામ દેવરિયા ના ‘વીર અહીર’ કરી રહ્યા છે. ગોરખપુરથી 70 કિમિ દૂર રાઉતપાર ના રજિન્દર મિશ્રાએ આ મકાન બનાવ્યું હતું.50 મજુર ચાર મહિનાથી લગાતાર આ મકાન ને શિફ્ટ કરવામાં લાગેલા છે. તેના માટે 500 જૈક, પૈડા તથા અન્ય જરૂરી ઉપકરણોનો ઉપીયોગ કરવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મકાન શિફ્ટ થવામાં હજી અન્ય બે મહિના લાગશે.જૈક અને મશીન સેટ કર્યા પછી મજુર મકાનને એક દિવસમાં માત્ર 4 ફૂટ જ ખસેડી શકે છે.આ મકાન લભગબ 10 હજાર ફૂટ માં બનેલું છે. તેના રસ્તા થી 70 ફૂટ જેટલું પાછળ શિફ્ટ કરવાનું છે, જે કોઈ ચુનૌતીથી ઓછું નથી.શું કહેવું છે વીર અહીરનું:

વીર અહીંરે હાઈ સ્કૂલની શિક્ષા પછી મકાન લિફ્ટિંગનું કામ શીખ્યું. હવે તે લોકોના સપનાના આશિયાનાને બચાવાનું કામ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તે 200 જેટલા મકાન લિફ્ટ કરી ચુક્યા છે.
Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!