તો શું મુશ્કિલમાં છે “કસોટી ઝીંદગી કી” શ્વેતા તિવારી નાં બીજા લગ્ન? આ ચોંકાવનારી બાબત આવી રહી છે સામે..

0

‘કસોટી ઝીંદગી કી’ માં પ્રેરણા નાં રોલથી પોપ્યુલર થયેલી શ્વેતા તિવારી ની હાલની જિંદગીમાં કાઈક ઉતર-ચઢાવ આવ્યો છે.

રીપોર્ટના આધારે, તેના બીજા લગ્ન મુશ્કિલ પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યા છે. શ્વેતા તિવારી અને તેના પતિ અભિનવ કોહલી ના એક કલીક થી દાવો કરવામાં આવ્યો છે કે, તેમનામાં પત્નીના સકસેસ અને પતિ એટલે કે અભિનવ ના કેરીયરને લઈને વિચારોનો ટકરાવ જોવા મળે છે. જો કે હાલ અભિનવ આવી કોઈ પણ બાબતનો સ્વીકાર કરતો નથી.

અભિનવે એક અંગ્રેજી વેબસાઈટ્સ ની સાથે વાતચિત કરતા જણાવ્યું છે કે, મારી અને શ્વેતાની વચ્ચેના સંબંધો ખુબ સારા ચાલી રહ્યા છે. હું તેની સકસેસને લીધે ક્યારેય પણ ઇનસિક્યોર થયો નથી. અમે બન્ને પોતપોતાના કામમાં જ ફોકસ કરીએ છીએ અને ખુબજ ખુશ છીએ. પણ આ બાબતમાં શ્વેતાએ કોઈપણ વાતનો ખુલાસો કર્યો નથી.

શ્વેતાએ 13 જુલાઈ 2013 નાં રોજ એક્ટર અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યા હતા. ગયા વર્ષ 27 નવેમ્બર નાં રોજ તે અભિનવના પુત્ર રેયાંશની માતા બની હતી. પુત્ર નાં જન્મને લીધે હાલ શ્વેતાએ કામમાં બ્રેક લઇ લીધો છે.

પહેલા લગ્ન થી શ્વેતા ને છે એક પુત્રી:

શ્વેતા જ્યારે માત્ર 19 વર્ષની હતી ત્યારેજ તેમના પહેલા લગ્ન 1998 માં એક્ટર રાજા ચૌધરી સાથે થઈ ગયા હતા. તેના પછી વર્ષ 2000 માં તેમણે પુત્રી પલકને જન્મ આપ્યો હતો.
2001 માં શ્વેતાએ પોતાના પતિ પર ઘરેલું હિંસાનો આરોપ નાખ્યો હતો અને વર્ષ 2007 માં બન્ને નો તલાક થઈ ગયો હતો.
હાલ તેની પુત્રી પલક 17 વર્ષની થઈ ગઈ છે અને તે શ્વેતા અને તેના પતિ અભિનવ સાથે રહે છે.

છેલ્લી વખત શ્વેતા ‘બેગુસરાય’ માં જોવામાં આવી હતી:

‘કસોટી ઝીંદગી કી’, ‘પરવરીશ’, ‘કુછ ખટ્ટી કુછ મીઠી’, જેવા શો માં કામ કરી ચુકેલી શ્વેતા ટીવી પર છેલ્લા શો  ‘બેગુસરાય'(2015-16) માં નજરમાં આવી હતી. આ શોમાં તેમણે બિંદીયા નામની વૈમ્પ ની ભૂમિકા ભજવી હતી.
હવે વાત અભિનવની કરીએ તો તે તે ‘इंडियाज बेस्ट सिनेस्टार की खोज'(2004) નાં વિનર બન્યા હતા. તેના સિવાય તે ‘શશશશ..કોઈ હે’, ‘CID’, ‘માનો યા ના માનો’ અને ‘જાને ક્યા બાત હુઈ’ વગેરે જેવા શો માં નજરમાં આવ્યા હતા.
તે પોતાના માતા-પિતાના પબ્લીશીંગ હાઉસ ‘પુન્ય પબ્લીશીંગ લીમીટેડ’ માં ડાયરેક્ટર પણ છે.

 

Story Author: GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!