…તો નેહરુ નહિ સરદાર પટેલ હોત દેશના પહેલા પ્રધાનમંત્રી ….વાંચો લેખ

0

આજે સરદાર વલ્લભ ભાઈ પટેલ ની જયંતી છે. સરદાર પટેલ ભારતના સ્વતંત્રતા સંગ્રામ નું એક એવું નામ છે, જેને ભારતના વર્તમાન ભૌગોલિક ના નિર્માતા માનવામાં આવે છે. પટેલ ને લોખંડી પુરુષ ના નામે પણ જાણવામાં આવે છે. આજે અમે તમને સરદાર પટેલ ના યોગદાન વિશે જણાવીશું, જેને દેશ હંમેશા યાદ રાખશે. બારડોલી સત્યાગ્રહ ના નેતૃત્વ કરનારા વલ્લભભાઈ પટેલને ત્યાંની મહિલાઓ એ ‘સરદાર’ ના નામથી નવાજ્યા હતા. તે વર્ષ 1875 માં 31 ઓક્ટોબર ના દિવસે જન્મ્યા હતા અને વર્ષ 1950 15 ડિસેમ્બર ના રોજ તેનું નિધન થઇ ગયું હતું.

સરદાર પટેલ ને 500 રિયાસતો ને ભારતીય ગણરાજ્ય માં મળવાનો શ્રેય જાય છે. તેમણે જ ગુજરાતી ખેડૂતો ને કૈરા ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન બનવામાં માટે પ્રેરિત કર્યા હતા, જે આગળ જાતા ‘અમુલ’ બની છે.

દેશના પહેલા ગૃહમંત્રી અને ઉપ પ્રધાનમંત્રી પટેલ ને આઈએએસ, આઇપીએસ અને કેન્દ્રીય સેવાઓ ના જનક પણ કહેવામાં આવે છે.
સરદાર પટેલ પોતાના શરૂઆતના દિવસોમાં એક વકીલ પણ રહ્યા હતા. તે ગાંધી જી થી ખુબ જ પ્રભાવિત થયા હતા. વર્ષ 1917 માં ગાંધી જી થી પ્રભાવિત થઈને તે આઝાદી ના આંદોલનમાં જોડાઈ ગયા હતા.
1917 થી 1924 સુધી સરદાર પટેલે અમદાવાદ ના પહેલા ભારિતય નિગમ આયુક્ત ના રૂપ માં સેવા પ્રદાન કરી અને 1924 થી 1928 સુધી તેના નિર્વાચિત નગરપાલિકા અધ્યક્ષ પણ રહ્યા હતા.
વર્ષ 1946 માં આઝાદીના પહેલા નક્કી થઇ ચૂક્યું હતું કે કોંગ્રેસ ના અધ્યક્ષ જ દેશના પ્રધાનમંત્રી થાશે. તે સમયે કોન્ગ્રેસ ની કમાન મૌલાના આઝાદ ના હાથમાં હતી, પણ મહાત્મા ગાંધી એ તેને ‘ના’ કરી દીધી હતી. ગાંધી જી એ પ્રદશન મંત્રી માટે નેહરુ નું સમર્થન કર્યું હતું.નેહરુ ને ગાંધી જી ના સમર્થન થયા પછી પણ દેશથી સમર્થન ના મળ્યું અને સરદાર પટેલ ને 15 માંથી 12 રાજ્યો નું સમર્થન હાંસિલ થયું. તે સમયે ગાંધી ને લાગ્યું કે એવામાં ક્યાંક કોંગ્રેસ તૂટી ના જાય. અંગ્રેજો ને એક અન્ય બહાનું મળી જાશે. સરદાર પટેલે ગાંધીજી ને સમ્માન માં પોતાનું નામ પાછું લઇ લીધું.તેમણે વર્ષ 1950 માં પ્રધાનમંત્રી નેહરુ ને પત્ર લખીને ચીન થી ચેતીવણી ની સલાહ આપી હતી. દુર્ભાગ્ય થી પંડિત નેહરુ આ ખતરાને જાણી ન શક્યા, ભારત ને વર્ષ 1962 માં યુદ્ધ નો સામનો કરવો પડ્યો.સરદાર પટેલે શ્યામા પ્રસાદ મુખર્જી થી ગાંધીજી ની હત્યા વિશેની વાત કહી હતી. પટેલે આ વાત ત્યારે કહી હતી, જયારે મુખર્જી એ તેને પાત્ર લખીને આ વાત ની આપત્તિ કરી કે આરએસએસ ના નામે જબરદસ્તી ગાંધી જી નું નામ હત્યા માં ઉછાળવામાં આવી રહ્યું છે.  વર્ષ 1909 માં તેની પત્ની નુ નિધન થઇ ગયું. જયારે તેને આ ખબર મળી ત્યારે તે કોર્ટ માં હતા. ખબર પર પ્રતિક્રિયા દેવાને બદલે તે પોતાના કામમાં જ લાગી રહ્યા હતા. બે કલાક ના કામ પછી તેમણે આ ખબર અન્યને પણ જણાવી હતી. ભારતના વર્તમાન ભૌગોલિક સ્વરૂપ નો શ્રેય ઘણા હદ સુધી સરદાર પટેલ ને જ જાય છે. તે રાજનીતિ ની સાથે-સાથે અન્ય નીતિઓમાં પણ માહિર માનવામાં આવતા હતા.Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here